Connect with us

એન્ટરટેઈનમેન્ટ

પોતાની મોતને લઈ વર્ષો પહેલા ઋષિ કપૂરે કરી હતી ભવિષ્યવાણી,જાણો આખી વાત

Published

on

ઋષિ કપૂરએ અનેક લોકોને ઊંડા શોકમાં મૂકીને દુનિયાને અલવિદા કહી દીધી. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમના પ્રશંસકો અને અનેક પરિજનો તેમના અંતિમ વખત દર્શન પણ ન શકી શક્યા. લૉકડાઉનના કારણે તેમની અંતિમ યાત્રામાં માત્ર 20-25 લોકો જ સામેલ થયા હતા, પરંતુ શું તમે જાણો છો કે પોતાના મોત અને અંતિમ સંસ્કારને લઈને તેઓએ વર્ષો પહેલા એક ભવિષ્યવાણી કરી હતી, તે સાચી પુરવાર થઈ છે.

ઋષિ કપૂર ખૂબ જ ઉર્જાથી ભરેલી વ્યક્તિ હતા. ચહેરા પર હંમેશા સ્મિત રહેતું હતું અને તેઓએ પોતાની જિંદગીને ખૂબ જ આનંદથી જીવી. પરંતુ શું તમે જાણો છો કે એક વાર તેઓએ પોતથાની અંતિમ યાત્રાને લઈ એક ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ. 28 એપ્રિલ 2017ના રોજ તેઓએ એક ટ્વિટ કર્યું હતું, જેમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે, જ્યારે હું મરીશ તો કોઈ મને કાંધ આપવા નહીં દે. આ વાત ત્યારની છે જ્યારે વિનોદ ખન્નાનું નિધન થયું હતું.

મૂળે, વિનોદ ખન્નાના નિધન બાદ તેમની અંતિમ યાત્રામાં બોલિવૂડના ખૂબ ઓછા કલાકાર સામેલ થયા હતા. તેની પર ઋષિ કપૂરે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે તેઓએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે આવું કેમ? મારા અને માર પછી. મારે તૈયાર રહેવું જોઈએ. જ્યારે હું મરીશ તો કોઈ મને કાંધ આપનારું નહીં હોય. બહુ જ ગુસ્સે છું, આજના તથાકથિત સ્ટાર્સથી.

આ ટ્વિટ દ્વારા તેઓ જણાવવા માંગતા હતા કે આજના કલાકારોની અંદર પોતાના સિનિયર્સ અને દિગ્ગજ કલાકારો પ્રત્યે જરા પણ માન નથી. આ ટ્વિટ બાદ એવું કોણ જાણતું હતું કે ઋષિ કપૂરે પોતાના માટે કહેલી આ વાત સાચી સાબિત થઈ જશે. તેમની અંતિમ યાત્રામાં પરિવારના લગભગ 20 સભ્ય સામેલ થઈ શક્યા હતા. તેમની દીકરી રિદ્ધિમા કપૂર સાહની પણ લૉકડાઉનના કારણે પોતાના પિતાના અંતિમ દર્શન નહોતી કરી શકી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Navratri Culture

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ કરી દીકરી શમિષાની પૂજા, બોલાવી માતાજીની જય વિડીયો થયો વાઇરલ.

Published

on

આખા દેશમાં દુર્ગાઅષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય વ્યક્તિથી લઈને મોટા મોટા સ્ટાર્સ પણ માતાની પૂજામાં દેખાયા હતા. આ બધા સેલિબ્રિટીમાં એક છે યોગા કવીન એટલે કે શિલ્પા શેટ્ટી. શિલ્પા દરવર્ષે પોતાના ઘરે નવરાત્રી નિમિત્તે કન્યાપૂજા અને આઠમનો તહેવાર ઉજવતી હોય છે.

આ વર્ષે પણ સોશિયલ મીડિયા પર શિલ્પા નવરાત્રી દરમિયાન ખૂબ એક્ટિવ હતી. પગમાં ઘાવ હોવા છતાં પણ તેણે ગરબે રમતો વિડીયો શેર કર્યો હતો. નવરાત્રી તહેવાર જ એવો હોય છે કે લોકો તેની ખૂબ આતુરતાથી રાહ જોતાં હોય છે. વાત કરીએ શિલ્પા શેટ્ટીની આ વર્ષે કરવામાં આવેલ કન્યા પૂજા અને કન્યાભોજની તો આ વર્ષે પણ શિલ્પાએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

શિલ્પા શેટ્ટી એ બૉલીવુડની ખૂબ મોર્ડન અભિનેત્રીમાંથી એક છે. તે ખૂબ ધાર્મિક વૃતિની વ્યક્તિ છે કોઈપણ તહેવાર હોય તે પોતાના પરિવાર સાથે ખૂબ ધામધૂમથી ઉજવતી હોય છે. ગણપતિ બાપ્પાનું આગમન હોય કે પછી હોય માતાજીની નવરાત્રી તે પોતાના ઘરમાં ખૂબ સારી રીતે પૂજા કરે છે અને કન્યાભોજનમાં પોતાના ઘરે નાની નાની બાળકીઓને ભોજન પણ કરાવે છે.

શિલ્પાએ આ પૂજા નિમિત્તનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં શિલ્પાના પતિ રાજ એ દીકરી શમિષાના પગ ખૂબ પ્રેમથી ધોઈ રહ્યા દેખાઈ રહ્યા છે. આ વિડીયોમાં લોકો શમિષાને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. વિડીયોમાં તે ખૂબ ક્યૂટ દેખાઈ રહી છે. વિડીયોમાં રાજ દીકરીના પગએ પૂજા કરે છે અને તેના આશીર્વાદ પણ લે છે.

આ વિડીયોની સાથે શિલ્પાએ કન્યા પૂજનના કેટલાક વિડીયો ઇન્સટા સ્ટોરીમાં પણ શેર કર્યા હતા. આ સ્ટોરીમાં અભિનેત્રી નાની નાની બાળકીઓને ભોજન કરાવી રહી છે. કન્યાપૂજા નિમિત્તે શિલ્પાએ દરેક બાળકીઓને લાલ ચુંદડી પણ ઓઢાડી છે. ‘જય માતાજી’ લખેલ આ ચુંદડીમાં દીકરીઓ ખૂબ સુંદર દેખાઈ રહી છે.

શિલ્પાના પગમાં વાગ્યું હોવા છતાં પણ તેણી બાળકીઓને ખૂબ પ્રેમથી જમવાનું પીરસી રહી છે. શિલ્પાએ શેર કરેલ ફોટોમાં શિલ્પા બાળકીઓને જમવાનું પીરસી રહી છે. આ વિડીયોમાં શિલ્પાની માતા તેની પાછળ ઊભેલી જોવા મળે છે. શિલ્પા શેટ્ટી પોતાની બહેન, માતા, પતિ, દીકરા અને દીકરી સાથે દરેક તહેવાર ખૂબ સારી રીતે ઉજવતી હોય છે.

રાજ અને દીકરી શમિષાનો આ વિડીયો શેર કરતાં શિલ્પાએ કેપ્શનમાં સાથે લખ્યું હતું કે, ‘મારા ઘરની મહાગૌરી સાથે કંજીકા પૂજન, સનગ્લાસિસ તમે ઇગ્નોર નહીં કરી શકો.’ આ વિડીયો પર યુઝર્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. વિડીયોમાં શમિષા પોતાના પિતાને પૂજા કરતાં જોઈ રહી છે અને તે ચશ્મા સાથે રમી રહી છે એ જોઈ શકાય છે. વિડીયોમાં લોકો ‘જય માતા દી’ કોમેન્ટ્સ કરી રહ્યા છે. શિલ્પાની છેલ્લી ફિલ્મ નિકમ્મા હતી જએ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

Continue Reading

એન્ટરટેઈનમેન્ટ

બહુચર્ચિત ફિલ્મ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં”ના ટ્રેલર અને ટાઇટલ સોન્ગે મચાવ્યો હંગામો, દર્શકો 7 ઓક્ટોબરની જોઇ રહ્યાં છે રાહ

Published

on

અમદાવાદ, 27 સપ્ટેમ્બર, 2022: કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ “હિન્દુત્વ તેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” 7 ઓક્ટોબર, 2022ના રોજ રીલિઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરને એક જ દિવસમાં મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, તો બીજી તરફ ફિલ્મનું દમદાર ટાઇટલ સોન્ગ હિન્દુત્વ હૈ ખૂબ જ પોપ્યુલર થઇ રહ્યું છે. જી મ્યુઝીક પરથી રિલીઝ આ ગીતને અત્યાર સુઘી 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે.
ફિલ્મ “હિન્દુત્વ”ના પ્રમોશનને લઇને સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતા આશીષ શર્મા, અભિનેત્રી સોનારિકા ભાદૌરિયા અને અંકિત રાજે પ્રોમોશનલ એક્ટિવિટી માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રગુણભારતના સચિન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તમામે મીડિયા સાથે ખુલ્લા મને વાતચીત કરી અને આ ફિલ્મના સબ્જેક્ટ, વાર્તા અને સંગીતને લઇને પોતાની લાગણીઓ અને અનુભવો વહેંચ્યા હતા.

ફિલ્મના પ્રોડ્યુસર સચિન ચૌધરીએ જણાવ્યું કે અમને દર્શકો પર વિશ્વાસ છે કે લોકો “હિન્દુત્વ” જોવા જરૂર જશે. તેના ટ્રેલર અને ટાઇટલ ગીત બાદ લોકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. હિન્દુત્વ એટલો ઉંડો વિષય છે કે બે-અઢી કલાકની ફિલ્મમાં તેને સમાવી શકાય નહી, તેથી તેનું નામ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” રાખવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જ તેનો પાર્ટ 2 પણ આવશે.

આગામી ફિલ્મ “હિન્દુત્વ” પોતાના વિષય અ ટાઇટલને લઇને ચર્ચાં રહી છે. અનૂપ જલોટાએ હિન્દુત્વમાં ન માત્ર એક ભજન ગાયુ છે, પરંતુ એક્ટિંગ પણ કરી છે.

જયકારા ફિલ્મ્સ અને પ્રગુણભારત દ્વારા નિર્મિત આ ફિલ્મ કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત છે. ફિલ્મમાં આશીષ શર્મા, સોનારિકા ભદૌરિયા, અંકિત રાજ, ગોવિંદ નામદેવ, દીપિકા ચિખલિયા, અનૂપ જલોટા, અગસ્ચ આનંદ, સતીશ શર્મા જેવા પ્રતિભાશાળી કલાકાર છે. ફિલ્મના નિર્માતા કરણ રાજદાન, સચિન ચૌધરી, કમલેશ ગઢિયા, સુભાષ ચંદ અને જતિન્દ્ર કુમાર છે. ફિલ્મના સહ નિર્માતા સુમિત અદલખા છે.

Continue Reading

એન્ટરટેઈનમેન્ટ

રણબીર, આલિયા બ્રહ્માસ્ત્ર રીલીઝ બાદ ફિલ્મ પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા.

Published

on

દેશમાં વિવાદો વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. હવે બધા બ્રહ્માસ્ત્ર ભાગ 2 ની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, રણબીર આલિયા ખુલ્લેઆમ દર્શકો તરફથી મળેલી સારી અને ખરાબ પ્રતિક્રિયાઓનો સામનો કરતી જોવા મળી હતી.

તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે અમદાવાદના મહેમાન બનાયા હતા. જ્યાં તેમને પીવીઆર થીયેટરમાં કેટલાક દર્શકો અને મીડિયા સાથે બેસીને ફિલ્મ નિહાળી. આ દરમિયાન ફિલ્મના વિવાદથી લઇને VFX સહિતના તમામ સવાલોના જવાબો આપ્યા હતા. ત્યારે ડાયરેક્ટર અયાન અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે બાયકોટ ટ્રેન્ડના સવાલ પર જવાબ આપતા જણાવ્યુ હતુ કે અમારી ફિલ્મ લાઇનમાં 2 જ ઓપ્શન છે કે તમે પોઝિટિવ પર ફોકસ કરો કે નેગેટિવ પર ફોકસ કરો અને અમારુ ધ્યાન માત્ર ફિલ્મ પર જ છે. ફિલ્મના કલેક્શન પરથી જ ખ્યાલ આવે કે ફિલ્મે આગ લગાવી દિધી છે. તો ફિલ્મ સાથે સંકળાયેલા લોકોની ટીકા પર આલિયા ભટ્ટે કહ્યું, “જ્યારે પણ મીડિયા નકારાત્મક પ્રશ્નો પૂછે છે, ત્યારે અમે પોતાને તેમાં ન ફેરવવાનો પ્રયાસ કરીએ છીએ. ટીકા, સમીક્ષા, અભિપ્રાય અને પ્રતિભાવ પ્રેક્ષકોનો અધિકાર છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે નકારાત્મક બાબતોને બદલે વધુ સકારાત્મક વસ્તુઓ બહાર આવે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન મજબૂત રહ્યું છે. બ્રહ્માસ્ત્રે માત્ર ત્રણ દિવસમાં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પહેલા દિવસે ફિલ્મે ભારતમાં 37 કરોડની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. એ પછીના દિવસે ફિલ્મે 42 કરોડનું કલેક્શન કર્યું અનેરવિવારે ફિલ્મ ત્રીજા દિવસે બ્રહ્માસ્ત્ર એ તમામ ભાષાઓમાં 44.80 કરોડનો બિઝનેસ કર્યો હતો, સોમવારે 16 કરોડ, મંગળવારે 12.50 કરોડ, બુધવારે 11.50 કરોડનું કલેક્શન કરી તરખાટ મચાયો છે. જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતાની સાથે જ બીજા ભાગ ‘બ્રહ્માસ્ત્ર 2: દેવ’નું અનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending