સાક્ષીનો ડર: હેલીકોપ્ટર ઉડાડતા પતિ-પત્ની ઝગડી ન પડે!

Dhoni Sakshi News

સાક્ષી ધોની પણ આજકાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. સાક્ષી હાલમાં શિમલામાં વેકેશન મનાવી રહી છે અને ઈન્સ્ટા દ્વારા તેના ફોલોવર્સને ટ્રીપની અપડેટ આપી રહી છે. જો કે સાક્ષીની તાજેતરની પોસ્ટથી લાગી રહ્યું છે કે તે ખુબ ચિંતાતુર છે. કેમકે તેના હેલીકોપ્ટરના પાયલોટ પતિ-પત્ની છે. સાક્ષીની પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે તે ડરી રહી છે કે ક્યાંક પતિ-પત્ની હેલીકોપ્ટર ઉડાવતા-ઉડાવતા લડી ન પડે.

વેલ, આ ફની પોસ્ટ સાથે સાક્ષીએ એક વિડીયો પણ શેર કર્યો હતો. સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, “પતિ-પત્ની અમને ઉડાડી રહ્યા છે. મને આશા છે કે તે મીડએરમાં ઝગડો નહિ કરે….પત્ની આજની કેપ્ટન છે.” આ વિડીયો ઈન્સ્ટામાં ખુબ ચગ્યો છે અને લોકો જાત-જાતની કમેન્ટ પણ કરી રહ્યા છે. ચાલો એક નજર કમેન્ટ સેશન પર પણ…..

“વિડીયો એકદમ ફની છે.” જયારે કોઈએ કહ્યું હતું કે, “બધા પતિ-પત્ની ઝગડતા નથી.” બીજા કોઈએ કહ્યું હતું કે “સ્ત્રી પાયલટની મહેનતને વધુ ક્રેડીટ મળવી જોઈએ.” જો કે અમુક લોકો એવા પણ હતા જેમને આ વિડીયો જોયા બાદ ગંભીર પ્રશ્નો થયા હતા.

જેમકે “પતિ-પત્ની એક જ પ્લેન ઉડાવે એ એવિએશનના પ્રોટોકલની વિરુદ્ધ છે.” જો કે આ વાતને અમુક લોકોએ સપોર્ટ કરી હતી તો અમુકે હાંસીમાં ઉડાવી કાઢી હતી. જો કે એક યુઝરે ધોનીના હેલીકોપ્ટર શોટને યાદ કરીને કહ્યું હતું કે, “કુલ હેલીકોપ્ટર તો તમારી બાજુમાં જ છે” જો કે આ પોસ્ટમાં ધોની ક્યાય નજરે ચડ્યો ન હતો.

આ પોસ્ટને 1.2 લાખ કરતા વધુ વ્યુ મળી ચુક્યા છે અને 40,000 કરતા વધુ લાઈક્સ મળી ચુકી છે. માત્ર 2 કલાકમાં આ વિડીયો વાઈરલ થયો હતો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *