વર્લ્ડ કપ 2023 દરમિયાન કમેન્ટેટર્સ સાથે વાત કરવા દરમિયાન સલમાન ખાને ટાઈગર-4 બાબતે કમેન્ટ કરી છે. સલમાન ખાનની કમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.સલમાન ખાન ફિલ્મ ‘ટાઈગર 3’ને કારણે ખૂબ જ ચર્ચામાં છે. ભાઈજાને ટાઈગર-4 બાબતે હિંટ આપી.સલમાન ખાનની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયી છે.
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ‘ટાઈગર 3’ને કારણે ખૂબ જ ચર્ચામાં છે. યશરાજ ફિલ્મ્સની સ્પાઈ થ્રિલર ફ્રેન્ચાઈઝી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ‘ટાઈગર 3’ સક્સેસ થવાની સાથે સલમાન ખાને સ્પાઈ થ્રિલર ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મની હિંટ આપી છે.વર્લ્ડ કપ 2023 દરમિયાન કમેન્ટેટર્સ સાથે વાત કરવા દરમિયાન સલમાન ખાને ટાઈગર-4 બાબતે કમેન્ટ કરી છે. સલમાન ખાનની કમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ પહેલા કેટરિના કૈફ અને સલમાન ખાને કમેન્ટેટર્સ સાથે વાતચીત કરી હતી. જેની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ ક્લિપમાં કેટરિના કૈફ વિરાટ કોહલી પર્ફોર્મન્સ વિશે જણાવી રહી છે કે, આઈપીએલ થઈ લઈને અત્યાર સુધીમાં કોહલીનો ગ્રાફ કેવો રહ્યો છે. સલમાન ખાન જણાવે છે કે, ‘જેવી રીતે તમે 57ની ઉંમરમાં ટાઈગર 1 જોયુ તે રીતે 60 વર્ષની ઉંમરે ટાઈગર 4ની રાહ જોજો.’
કોહલી બાબતે કેટરિના કૈફનું નિવેદન
વાયરલ ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાન અને વિરાટ ગ્રેટ ફિટનેસ ઈંસ્પિરેશન છે. ટાઈગર 3 બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે 8 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રિપોર્ટ્સ અનુસાર વર્લ્ડ કપ 2023ને કારણે ફિલ્મને ખૂબ જ નુકસાન થયુ છે.