જાણો સેનિટરી પેડ્સ, ફેસબુક અને બબલ રેપની શોધ પાછળ શું છે સમાનતા..

આપણા જીવનમાં, આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેનો મૂળ ઉપયોગ ખુબ જ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, બાળકોને રમવાની ક્લે(માટી) જેને આપણે અંગ્રેજીમાં Play-Doh કહીએ છીએ તેનું મુખ્યત્વે ઉત્પાદન વોલપેપર પર લાગેલી ધૂળ કે કોલસાના પાવડરને સાફ કરવા માટે કરવામાં આવ્યો હતો.. અને ટેટુ માટે વપરાતી ઇલેક્ટ્રિક પેનનો આવિષ્કાર થોમસ એડિસન દ્વારા દસ્તાવેજોની નકલ માટે કરવામાં આવ્યો હતો. તો નીચે આવેલી બધી જ વસ્તુઓની શોધ પાછળ એક સમાનતા છે..આ બધી જ વસ્તુઓનું ઉત્પાદન મૂળ અલગ જ કારણોસર કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે તેનો ઉપયોગ અલગ જ રીતે કરવામાં આવે છે..

આજે આપણે જાણીશું કેટલીક ખુબ જ સામાન્ય વસ્તુઓ પાછળની શોધની સરળ વાતો અને તે વસ્તુઓનું મુળ ઉત્પાદન કેમ થયું હતું તેની કહાની..

રમવાની ક્લે(માટી) Play-Doh


1930 ના દાયકામાં, સાબુની કંપની કુટોલ પ્રોડક્ટ્સએ એક લવચીક પદાર્થ બનાવ્યો જેનું મૂળ ઉત્પાદન વોલપેપરથી કોલસાના પાવડરને સાફ કરવા માટે થયું હતું. વાત એ સમયની છે જયારે યુ.એસ.ના બધા ઘરોમાં કોલસો ગરમ થતો હતો, તેથી દરેક ઘરમાં ખુબ જ કોલસાની ધૂળ ઉડતી હતી. આ રમવાની કલેનું ઉત્પાદન આ વોલપેપરને નુકસાન પહોંચાડ્યા વિના ધૂળના કણોને સાફ કરવા માટે થયું હતું..

બીજા વિશ્વયુદ્ધ પછી, બધા જ અમેરિકન ઘરોમાં ગેસથી ચાલતા હીટરો આવી ગયા અને આ ઉપરાંત આ Play-Doh સાવ નકામાં થઈ ગયા જયારે વિનાઇલ વોલપેપરની શોધ કરવામાં આવી.. કુટોલ પ્રોડક્ટ્સના માલિકના ભત્રીજાએ કંપનીને નાદાર બનતા અટકાવ્યું અને શોધી નાખ્યું કે બાળકો આ કલેનો ઉપયોગ રમવા માટે કરી શકે છે ..અને આ કલેની મદદથી અલગ અલગ સ્કલ્પચર બનાવી શકે છે.. તેણે મેનેજમેન્ટની પણ દિશા બદલી નાખી.. અને એ સમયગાળા દરમિયાન જ પ્લે-ડોહની શોધ થઈ અને તે આશ્ચર્યજનક રીતે ખુબ જ લોકપ્રિય થઈ.

ટેટુ બનાવવાની ઇલેક્ટ્રિક પેન


શોધક ટોમસ એડિસને એક મશીન બનાવ્યું જેને તે ઇલેક્ટ્રિક પેન કહે છે. તેનો ઉપયોગ ફોર્મ્સ અને દસ્તાવેજોની નકલ કરવા માટે થતો હતો, તેથી જ તે ઉદ્યોગપતિઓ અને તેમના કર્મચારીઓમાં આ શોધ ખૂબ લોકપ્રિય બની છે. 1891 માં, ન્યૂયોર્કના ટેટૂ કલાકાર સેમ્યુઅલ ઓ’રિલીએ મશીનને થોડું આધુનિક બનાવ્યું અને ટેટૂઝ કરવા માટે તેનો ઉપયોગ શરૂ કર્યો. આજે પણ આ પેનની ડિઝાઇનમાં કોઈ ફેરફાર થયો નથી.

હાઈ-હિલ્સ


શરૂઆતમાં, ઉચ્ચ-એડીવાળા પગરખાં એટલે કે હાઈ-હિલ્સનો ઉપયોગ ઘોડેસવારી માટે કરવામાં આવતો હતો. હવે, આ જૂતા મોટે ભાગે મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે.

બબલ રેપ

બબલ રેપની શોધ 1957 માં અમેરિકન ઇજનેરો આલ્ફ્રેડ ફિલ્ડિંગ અને માર્ક ચેવેન્સ દ્વારા કરવામાં આવી હતી. હકીકતમાં તેઓ ધોવા યોગ્ય વોલપેપર બનાવવા માગતા હતા અને આ માટે તેઓએ 2 પ્લાસ્ટિક શાવરના પડદા એક સાથે ગુંદર લગાવી ચિપકાવી દીધા. અને આ બન્ને ચિપકાવતાં પડદા વચ્ચે હવાના પરપોટા થયા અને અંતે બબલ રેપની શોધ થઈ.

આ વિચાર નિષ્ફળ ગયો હતો પરંતુ શોધકોને થયું કે આ ખુબ જ સારી પેકિંગ સામગ્રી છે. તેમનો પ્રથમ ક્લાયંટ આઈબીએમ હતો, જેણે શિપિંગ દરમિયાન તેમના કમ્પ્યુટરને સુરક્ષિત રાખવા માટે બબલ રેપનો ઉપયોગ કર્યો હતો. અંતે, આ શોધ ખૂબ માંગમાં આવી અને આજે પણ વપરાય છે.

TLC


TLCની શરૂઆત 1972માં યુનાઇટેડ સ્ટેટ્સના આરોગ્ય અને માનવ સેવા વિભાગ અને નાસા દ્વારા કરાઈ હતી. TLC એ એક શૈક્ષણિક ચેનલ હતી તેથી જ TLCનું ફુલફોર્મ ધ લર્નિંગ ચેનલ થાય છે.પરંતુ શરૂઆતના વર્ષોથી જ તેઓએ વધુ સિરીઝ અને રિયાલિટી-શો, ફેશન અને જીવનશૈલી વિશેના શો, રસોઈ, વજન ઘટાડવું, મુસાફરી, લગ્ન, બાળકો વગેરે શોને વધુ પ્રસારિત કરવાનું શરૂ કર્યું. તેથી, 1998 થી, TLC હવે લર્નિંગ ચેનલ નથી રહી..

ફેસબુક


ફેસબુક એક એવું પ્લેટફોર્મ હતું જ્યાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ (અને અન્ય સ્થાનોના વિદ્યાર્થીઓ પણ) વાતચીત કરી શકે અને સંપર્કમાં રહી શકે. પરંતુ 2006માં, આ વેબસાઇટ 13 વર્ષથી વધુ વયના બધા ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે સુલભ બની.

હેન્ડશેક


માનવામાં આવે છે કે નાઈટના આ રીચ્યુઅલનો ઉપયોગ એ બતાવવા માટે થતો કે તેમની પાસે કોઈ છુપાયેલ શસ્ત્ર નથી.. પરંતુ આજે, હેન્ડશેકનો ઉપયોગ કોઈને અભિનંદન આપવા, નમસ્કાર કરવા, અને બાય કેવાના સંકેત તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

સેનિટરી પેડ્સ


સૈનિકો ઘાયલ થાય ત્યારે તેમનો રક્તસ્રાવ બંધ કરવા સેફટી માટે સેનિટરી પેડ્સની શોધ કરવામાં આવી હતી. પરંતુ 1888 માં, જહોનસન અને જોહ્ન્સનને પ્રથમવાર મહિલાઓની પીરીયડમાં સહાય માટે પેડની શરૂઆત કરી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *