બોલિવુડની આ અભિનેત્રીના ડ્રાઇવરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ

માયાનગરી મુંબઈમાં કોરોના વાયરસનું જોખમ વધી રહ્યું છે. અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર પછી હવે કોરોનાએ અભિનેત્રી સારા અલી ખાનના ઘર પર દસ્તક દીધી છે. તાજેતરમાં સારાએ તેના ડ્રાઇવરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાનો ખુલાસો કર્યો છે. આ સમાચાર આવતાની સાથે જ ફરી એકવાર બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે.

સારા અલી ખાને સોમવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે તેના ડ્રાઇવરને કોરોના છે અને હવે તેને ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલ્યો છે. સારાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે ડ્રાઇવરને કોરોના ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યા બાદ, તેના પરિવાર અને સ્ટાફનું પણ કોરોના ટેસ્ટ થયો હતો, જેનો રીપોર્ટ આવી ગયો છે.

સારાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અમારા ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવતાની સાથે જ બીએમસીને જાણ કરવામાં આવી હતી અને બાદમાં ડ્રાઇવરને ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવ્યો હતો.

સારા અલી ખાને વધુ માહિતી આપતાં લખ્યું, ‘મારા પરિવારના સભ્યો અને ઘરના તમામ સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે બધા જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. બીએમસી દ્વારા પ્રદાન થયેલ માર્ગદર્શિકા બદલ આભાર. બધા સલામત રહે.

થોડા સમય પહેલા સારા અલી ખાન તેના ભાઈ ઇબ્રાહિમ સાથે સાયકલ ચલાવતી જોવા મળી હતી. સારા અલી ખાન તેના ભાઈ ઇબ્રાહિમની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી સારાએ તેની આ તસવીર શેર કરતાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી. કોરોના કાળમાં સાવધાની રાખવાની પણ અપીલ કરી હતી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *