હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક: શા માટે એક જ કુટુંબમાં લગ્ન નથી કરતા?

આજે અમે આ લેખ એટલા માટે લઈને આવ્યા છીએ કે, ડિસ્કવરી ચેનલમાં એક દિવસ જેનેટિક બીમારીઓ સંબંધિત એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં યુએસના એકજાણીતા વૈજ્ઞાનિક હતા. તેમને જણાવ્યું હતું કે જેનેટિક બીમારીઓ ન થાય તેનો માત્ર એક જ ઈલાજ છે, અને તે છે

‘સેપરેસન ઓફ જીંસ’ (જીંસનું વિભાજન) :

‘સેપરેસન ઓફ જીંસ’ વિશે લાગભગ બધાને ખબર હશે અને નથી તો સરળ ભાષામાં જોઈએ તો ‘સેપરેસન ઓફ જીંસ’ એટલે કે પોતાના નજીકના સગાં સાથે લગ્ન ન જોઈએ, કારણ કે નજીકના સગાંઓમા જીંસનું વિભાજન થઇ શકતું નથી અને જીંસ લીકેજ રોગો જેમકે હિમોફેલીયા, કલર બ્લાઈન્ડનેસ, અને એલ્બોનિજ્મ થવાની ૧૦૦ ટકા સંભાવના રહેલી છે. તો પણ ખુશીની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હિન્દુધર્મમાં હજારો વર્ષ પહેલા જીંસ અને ડીએનએ વિશે લખવામાં આવ્યું છે. અને એ પણ કે કેવી રીતે તેના વિષે વધુ માહિતી આપી હતી.

હિન્દુત્વમાં ગોત્ર હોય છે અને એક ગોત્રના લોકો એક જ ગોત્રમાં લગ્ન નથી કરતા કેમ કે જીંસ વિભાજીત રહે. અને આ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આજે પુરા વિશ્વમાં માનવું પડેશે કે “હિન્દુધર્મ” જ માત્ર એક એવો ધર્મ છે જે વીજ્ઞાન પર આધારિત છે. અને આ આપડા માટે ગર્વની બાબત છે.

આ છે હિંદુ પરંપરા સાથે જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક :

૧. કાન વિન્ધાવવાની પરંપરા : –

ભારતમાં લગભગ તમામ ધર્મોમાં કાન વિન્ધાવવાની પરંપરા છે.

વૈજ્ઞાનિક તર્ક: દર્શનશાસ્ત્રીઓનું માનવું છે કે આનાથી વિચારવાની શક્તિ વધે છે. જયારે ડોકટરો માને છે કે આનાથી અવાજ સારો થાય છે તેમજ કાનમાંથી પસાર થતી નસનું રક્ત પરિભ્રમણ નિયંત્રણમા રહે છે.

૨. કપાળ પર કુમકુમ-તિલક : –

સ્ત્રીઓ અને પુરુષો કપાળ પર કુમકુમ અથવા ચાંદલો લગાવે છે.

વૈજ્ઞાનિક તર્ક: આપડે ત્યાં ધાર્મિક પ્રસંગો, તહેવારોમાં કે રોજબરોજ કપાળ પર ચાંદલો કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે આંખોની વચ્ચે થઈને માથા સુધી એક નસ જાય છે અને જયારે કુમકુમ અથવા ચાંદલો લાગવવામાં આવે છે ત્યારે આ જગ્યા પર ઉર્જા બની રહે છે. માથા અને કપાળ પર જયારે આ ચાંદલો કે કુમકુમ લગાવવામાં આવે છે ત્યારે અંગુઠા અથવા આંગળીનું પ્રેસર પડે છે. અને આના લીધે ત્વચાને રક્ત સપ્લાય કરવવા વાળી માંસપેસી એક્ટીવ થઇ જાય છે.

3. જમીન પર બેસીને ભોજન કરવું :-

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જામીન પર ભોજન કરવું એ સારી વાત છે.

વૈજ્ઞાનિક તર્ક: પલાટી વાળીને બેસવું એ એક પ્રકારનું આસન છે. આ પોજીસનમા બેસતા સમયે મગજ શાંત રહે છે અને ભોજન કરતી વખતે મગજ શાંત હોય તો પાચન ક્રિયા સારી રહે છે. આ પોજીસનમા બેસતાની સાથે જ મગજમાંથી એક સિગ્નલ પેટ સુધી જાય છે કે તે ભોજન આરોગવા માટે તૈયાર છે.

૪. હાથ જોડીને નમસ્કાર કરવું :-

જયારે કોઈને મળીએ છે ત્યારે, હાથ જોડીને નમસ્કાર અથવા નમસ્તે કરીએ છીએ

વૈજ્ઞાનિક તર્ક: દરેક આંગળીઓની ઉપરનો ભાગ એક બીજાના સંપર્કમા આવે છે અને તેના પર દબાણ પડે છે. એક્યુપ્રેસરના કારણે તેની સીધી અસર આપણી આંખ, કાન અને મગજ પર થાય છે કેમકે સામે વાળી વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. બીજો તર્ક એ પણ છે કે હાથ મીલાવવાની જગ્યાએ તમે નમસ્કાર કરો છો તો સામે વાળાના શરીરના કીટાણુઓ આપણા સુધી પહોચતા નથી. અને જો સામે વાળી વ્યક્તિને સ્વાઇનફ્લુ છે તો તે વાઈરસ આપણા સુધી પહોચતો નથી.

૫. ભોજનની શરૂઆતમાં તીખુ અને છેલ્લે ગળ્યું ખાવું :-

જ્યારે પણ કોઈ ધાર્મિક અથવા પારિવારિક કાર્યક્રમ હોય ત્યારે જમવાની શરૂઆત તીખાથી શરૂ થાય છે અને અંતે ગળ્યું ખાવાથી.

વૈજ્ઞાનિક તર્ક: તીખું ખાવાથી આપણા પેટની અંદર પાચન તંત્ર અને અમ્લ સક્રિય થઈ જાય છે. આનથી પાચનતંત્ર સારી રીતે સંચાલિત થાય છે. અને અંતે ગળ્યું ખાવાથી અમ્લ એટલે કે એસિડીટી ઘટાડે છે. અને પેટમાં બળતરા થતી નથી.

૬. પીપળાની પૂજા કરવી :-

ઘણા લોકો માને છે કે પીપળાની પૂજા કરવાથી ભૂત-પ્રેત દૂર ભાગે છે.

વૈજ્ઞાનિક તર્ક: પીપળાના જાડની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આ વૃક્ષ તરફ લોકોનો આદર વધે અને તેઓ તેને કાપે નહિ. પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે રાત્રિના સમયે પણ ઓક્સિજન બહાર કાઢે છે.

7. દક્ષિણ તરફ માથું ફેરવીને સુઈ જવું :-

દક્ષિણ દિશા તરફ કોઈ પગ કરીને કોઈ સુવે છે ત્યારે લોકો કહે છે કે ખરાબ સ્વપ્નો આવશે, ભૂત-પ્રેતનો પડછયો આવશે, પૂર્વજોનું સ્થાન છે વગેરે-વગેરે. એટલે, ઉત્તર દિશા બાજુ પગ કરીને સુવું જોઈએ.

વૈજ્ઞાનિક તર્ક: જ્યારે આપણે , ઉત્તર દિશા બાજુ માથું કરીને ઊંઘી જઈએ છીએ ત્યારે શરીર પૃથ્વીની ચુંબકીય તરંગોમાં સીધી આવી જાય છે. શરીરની અંદર રહેલા આયરન મગજની બાજુ સંચારિત થવા લાગે છે. આનાથી અલજાયમાર, પરકીસન, અથવા મગજ સંબધિત બીમારી થવાની સંભાવના વધી જાય છે.

૮. સૂર્ય નમસ્કાર :-

હિન્દુધર્મમાં સવારે ઉઠીને સુર્યને જળ ચડાવીને નમસ્કાર કરવાની પરમંપરા છે.

વૈજ્ઞાનિક તર્ક: હિન્દુધર્મમાં સવારે સૂર્યદેવને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે. પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાણીની વચ્ચેથી આવવાળી સૂર્યની કિરણો જયારે આંખો સૂધી પહોચે છે ત્યારે આપણી આંખોનું તેજ વધે છે.

9. માથા પર ચોટલી રાખવી :-

હિન્દુધર્મ માં ઋષિમુનિઓ માથા પર ચોટલી રાખતા હતા અને આજે પણ રાખે છે.

વૈજ્ઞાનિક તર્ક: જે જગ્યા પર ચોટલી રાખવામાં આવે છે, એ જગ્યા પર મગજની દરેક નસ મળે છે. આનાથી મગજ સ્થિર રહે છે અને મનુષ્યને ગુસ્સો આવતો નથી તેમજ વિચારવાની ક્ષમતા વધે છે.

૧0. વ્રત રાખવું :-

કોઈ પણ પૂજાપાઠ, તહેવાર હોય ત્યારે વ્રત રાખવામાં આવે છે.

વૈજ્ઞાનિક તર્ક: આયુર્વેદ પ્રમાણે વ્રત કરવાથી પાચન ક્રિયા સારી રહે છે અને ફળો ખાવાથી શરીરમાં ડીટૉક્સીફિકેશન થાય છે. અને તેમાંથી ખરાબ ત્તવો બહાર નીકળી જાય છે. શંશોધન કરતા ના પ્રમાણે વ્રત કરવાથી કેન્સર નું જોખમ ઓછું રહે છે. હૃદય સંબંધી રોગો, મધુમેહ જેવા રોગ પણ જલ્દી થતા નથી.

૧૧. વડીલોને પગે લાગવું :-

હિન્દૂ માન્યતા પ્રમાણે જયારે પણ વડીલો મળે ત્યારે પગે લાગવું એ આપણે બાળકોને શીખવાડીએ છીએ, કેમકે તે વડીલોનું સમ્માન કરતા શીખે.

વૈજ્ઞાનિક તર્ક: જયારે કોઈને પગે લગાવામાં આવે છે ત્યારે મગજ માંથી એક ઉર્જા નીકળતી હોય છે. અને આ ઉર્જા હાથ અને સામે વાળના પગથી લઈને એકચક્ર પૂરું કરે છે. આને કોસમીક એનર્જી નો પ્રવાહ કહે છે. આમાં બે પ્રકારની ઉર્જાનો પ્રવાહ હોય છે. જેમકે વડીલોના પગથી નાનાઓ ના હાથ સુધી અથવા નાનાઓ ના હાથથી વડીલોના પગ સુધી.

૧૨. કેમ લગાવવામાં આવે છે સિંદૂર? :-

લગ્ન કરેલી મહિલાઓ લગાવે છે સિંદૂર.

વૈજ્ઞાનિક તર્ક: સિંદુરમાં હળદર, ચૂનો અને મરકરી હોય છે. આ મિશ્રણ શરીરના રક્તચાપને નિયંત્રણમાં રાખે છે તેમજ આનાથી સ્ટ્રેસ ઓછું થાય છે.

૧3. તુલસીના છોડની પૂજા :-

તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે આવે છે તેમજ શુખ શાંતિ રહે છે.

વૈજ્ઞાનિક તર્ક: તુલસી ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરે છે. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના પાનનો ઉપયોગ કરીને બીમારીઓને દૂર કરી શકાય છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *