સેવ બરફી – રેસીપી: SEV BARFI Recipe in Gujarati

આજે અમે તમારી સમક્ષ ‘સેવ બરફી’ રેસીપી લઈને આવ્યા છીએ. ‘સેવ બરફી’ એક સિંધી મિઠાઈ છે પણ ખાવામાં બહુજ સ્વદીસ્ટ હોય છે. સિંધીમાં એને ‘સિંઘાર જી મિઠાઈ’ કહેવામાં આવે છે. હાલમાં બોલિવુડ સેલિબ્રિટી દિપિકા પદુકોણ તેમજ રણવીર સિંહ ના લગ્ન થયા છે. અને તેમના લગ્નના મેનૂમાં આ બરફીના નામનો ઉલ્લેખ હતો. તો ચાલો જાણીએ કઈ રીતે બનાવાય છે આ બરફી.

જરૂરી સામગ્રીઃ

  • નમક વિનાની ચણાના લોટની જાડી સેવ ૨૫૦ ગ્રામ
  • દૂધ ૨ કપ
  • સાકર ૨૫૦ગ્રામ
  • મોળો દૂધનો માવો ૨૫૦ ગ્રામ
  • એલચી પાવડર ૧ ટી.સ્પૂન
  • ૭-૮ કેસરના તાંતણા
  • 2-3 ટે.સ્પૂન ઘી
  • રોઝ એસેન્સ ૪-૫ ટીપાં
  • કાજૂ-બદામ-પિસ્તાની કાતરી ૨ ટે.સ્પૂન

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં દૂધને ગરમ કરવા મૂકો. ત્યારબાદ એમાંથી ૨ ટે.સ્પૂન દૂધને એક વાટકીમાં લઈ એમાં કેસર પલાળી દો અને એક બાજુએ મૂકી દો.


દૂધનું પ્રમાણ અડધું થાય ત્યાં સુધી એક લાંબા ઝારા વડે દૂધને હલાવતાં રહો. ત્યાર બાદ સાકર ઉમેરો. હવે સાકર ઓગળી જાય એટલે દુધના માવાને ખમણીને ઉમેરી દો અને તેની સાથે ઘી પણ ઉમેરી દો. એમાં પલાળેલું કેસર અને

એલચી પાવડર ઉમેરી દો ત્યારબાદ આ મિશ્રણને હલાવતાં રહો.

હવે એમાં સેવ ઉમેરી દો અને ગેસની આંચ ધીમી કરી દો. હળવેથી મિશ્રણને હલાવો. ધ્યાન રાખજો સેવ તૂટવી ના જોઈએ. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં રોઝ એસેન્સ મિક્સ કરી દો.

હવે ઘી ચોપડેલી એક થાળીમાં આ મિશ્રણને પાથરી દો.

હવે એક વાટકી વડે મિશ્રણને હળવેથી ઉપરથી દબાવી દો. અને ઉપર સૂકા મેવાની કાતરી ભભરાવી દો. ૧-2 કલાક બાદ મિશ્રણ ઠંડું થાય અને સૂકું થાય એટલે ચપ્પૂ વડે બરફીના કટકા કરી લો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *