કબીર સિંહ બાદ જર્સીમાં જોવા મળશે શાહીદ

શાહિદ કપૂર તેની તેલુગૂ ફિલ્મ ‘જર્સી’ ની હિંદી રીમેક માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. શાહિદે આ ફિલ્મમાં તેની ભૂમિકાને યોગ્ય ન્યાય આપવા માટે ક્રિકેટ કોચિંગ લેવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મમાં શાહિદ એક ક્રિકેટરના રોલમાં જોવા મળશે.શાહિદ કપૂરે કહ્યું, ‘કબીર સિંહ બાદ એ વિચારતાં મને સમય લાગ્યો કે, હવે મારે શું કરવું જોઇએ. પરંતુ મેં જેવી ‘જર્સી’ જોઇ હું સમજી ગયો કે આ મારી આગામી ફિલ્મ હશે. આ એક જબરજસ્ત પ્રેરણાદાયક ફિલ્મ છે અને એક એવી વ્યક્તિની વાર્તા છે, જે ઘણા અંશે મારા જેવો છે.’ આ ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરના રોલમાં જોવા મળશે, જેને લઈને તે ક્રિકેટની કોચિંગ લઈ રહ્યો છે. આ ફિલ્મનું ચંડીગઢમાં શૂટિંગ શરૂ થશે. શાહિદની ક્રિકેટ ટ્રેનિંગની એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં શાહિદ હાથમાં બેટ સાથે જોવા મળી રહ્યો છે.ફિલ્મ જર્સીનું નિર્દેશન ગૌતમ તિન્નાનાઉરી કરી રહ્યા છે. આ ફિલ્મના તેલુગૂ વર્ઝનનું નિર્દેશન પણ ગૌતમે જ કર્યું હતું. ફિલ્મનું નિર્માણ અલ્લૂ અરવિંદ, અમન ગિલ અને દિલ રાજૂ કરી રહ્યા છે, ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટે રિલીઝ થશે.

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *