સલમાનની આગામી ફિલ્મ રાધેનું શુટિંગ થયું શરૂ

ઈદ 2020 પર રિલીઝ થવા જઈ રહેલી સલમાન ખાનની ફિલ્મ રાધેની સફર શરૂ થઈ ગઈ છે. એક નવેમ્બરે મહેબૂબ સ્ટુડિયોમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે સલમાન ખાન સાથે ફિલ્મની આખી કાસ્ટ નજર આવી. સલમાન ખાને મુહૂર્ત બાદની તસવીર શેર કરી છે, જેમાં સલમાન ખાન સાથે દિશા પટાણી, રણદીપ હુડ્ડા, સોહેલ ખાન, અતુલ અગ્નિહોત્રી અને ફિલ્મના નિર્દેશક પ્રભુદેવા નજર આવી રહ્યા છે. જેકી શ્રૉફ ક્લેપ આપતા નજર આવી રહ્યા છે. રાધે એક કૉપ ડ્રામા છે.

દિશા આ પહેલા સલમાન ખાન સાથે ભારતમાં નજર આવી ચુકી છે. તો, જેકી શ્રૉફ પણ ભારતમાં સલમાનના પિતાના રોલમાં હતો. તો રણદીપ સલમાન સાથે કિક અને સુલતાનમાં કામ કરી ચુક્યા છે.સલમાન ખાન અને પ્રભુદેવા ત્રીજી વાર સાથે આવી રહ્યા છે. 20 ડિસેમ્બરે આવી રહેલી દબંગ 3નું નિર્દેશન પણ પ્રભુદેવાએ જ કર્યું છે. આ ફિલ્મથી સલમાન ચુલબુલ પાંડેના રૂપમાં પડદા પર પાછા આવશે.ઈદ 2020 પર સલમાનની રાધેનો મુકાબલો અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ સાથે થશે, જેને રાઘવ લૉરેન્સ નિર્દેશિત કરી રહ્યા છે. એ પણ સંયોગ છે કે આગામી ઈદ પર રિલીઝ થનારી બંને ફિલ્મોના નિર્દેશક સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી છે. લાંબા અરસા બાદ ઈદ પર બે મોટા સ્ટાર્સની ટક્કર જોવા મળશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *