જાણો કેવી રીતે કોરોનાકાળમાં હવે ઘરબેઠા જ થશે સિમકાર્ડ વેરિફિકેશન અને ડિલીવરી

કોરોનાકાળમાં દરેક વસ્તુ આપણે ઓનલાઇન કરતા થયા છે, જીવન જરૂરીયાતની વસ્તુઓથી માંડીને બીજી દરેક વસ્તુઓ આપણે ઓનલાઇન ખરીદતા થયા છે,કોરોનાકાળમાં હવે મોબાઇલ સિમ અથવા કાર્ડ બદલવા માટે કંપનીઓના આઉટલેટ્સમાં જવું જરૂરી રહેશે નહીં. સિમ ગ્રાહકો ઘરબેઠા જ આ માટેની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.


ત્યારે હવે સરકારે આ માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. દૂરસંચાર મંત્રાલય મોબાઇલ ગ્રાહકો માટે સંપર્ક વિનાની ચકાસણીની મંજૂરી આપી શકે છે.

મળતી માહિતી મુજબ હવે ન માત્ર સિમ ગ્રાહકોનું ઘરે બેઠા વેરિફિકેશન થશે, પરંતુ સિમ કાર્ડ ઘર પર જ ડિલીવર કરી દેવામાં આવશે. સિમ કાર્ડ ગ્રાહક વેરિફિકેશન માટે ઓનલાઈન પોર્ટલ પર પેપર આપવા પડશે. દસ્તાવેજ મળતા જ સિમ કાર્ડ ડિલીવર થઈ જશે. નવા નિયમો પ્રમાણએ એપ એને ઓટીપીની મદદથી ગ્રાહકોનું વેરિફિકેશન થશે.

 

હાલના સમયે નવા સિમ લેવા માટે કસ્ટમરને કંપની રિટેલ આઉટલેટમાં જઈને પોતાની આઈડી અને એડ્રેસ પ્રૂફ આપવુ પડે છે. કંપનીઓ રિટેલ આઉટલેટમાં હાજર ગ્રાહકની તે સમયે ફોટો લઈને કસ્ટમર એક્વિજીશન ફોર્મમાં લાગે છે. તે બાદમા ફોર્મમાં જાણકારીઓ ભરવા અને ઓટીપી આપ્યા બાદ સિમ ગ્રાહકોને સિમ મળે છે.

 

કોરોના સંકટના કારણે ટેલીકોમ કંપનીઓની પણ મુશ્કેલી વધી ગઈ છે. લોકડાનના કારણે ફિજિરલ આઉટલેટ બંધ છે. તે પૂરી ક્ષમતાથી કામ કરી શક્યા ન હતા. સ્ટોર પર રિચાર્જિંગ ઓછુ થઈ રહ્યુ છે અને તેની અસર કંપનીના રેવન્યૂ પર પડી રહ્યુ છે. હાલમાં વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ બંનેનો ઘાટો આ કારણે વધ્યો છે.

ત્યારે વોડાફોન આઈડિયાએ કહ્યુ છે કે, કોરોના સંકટ ચાલુ રહેશે તો, ટેલિકોમ કંપનીઓની આવક વધુ ઘટશે. ટેલિકોમ કંપનીઓ એજીઆર ચૂકવવા માટે ટ્રાઈના દબાવમાં છે. એવામાં સંકટ વધ્યુ તો વધુ મુશ્કેલ ઊભી થશે. વોડાફોન આઈડિયાએ તો છેલ્લા દિવસોથી કહ્યુ છે કે, એડીઆર બકાયા પર ટ્રાઈ પોતાના મત પર અડ્યો છે તો તેમને પોતાનો કારબાર સમેટી શકે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *