શિયાળામાં વધી શકે છે સાયનસ ઈન્ફેક્શન

શિયાળામાં લોકોમાં સાયનસની સમસ્યા મોટાભાગે જોવા મળતી હોય છે. સાયનસ નાકથી જોડાયેલી સમસ્યા છે. જેમાં વ્યક્તિને નાક, તેની આસપાસ અને માથાના અડધા ભાગમાં સખત દુખાવો થવા લાગે છે. ઉલ્લેખનીય છે કે, શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં સાયનસને કારણે નાક બંધ થઈ જાય છે, માથામાં દુખાવો થાય છે. મોટાભાગના લોકો સાયનસના દર્દને ગંભીરતાથી લેતા નથી, અને તેની અણગણના કરે છે. જેના કારણે ઘણાં ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. ઘરમાં રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને પણ સાયનસમાંથી છૂટકારો મેળવી શકાય છે. મધમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય છે.

જેથી રોજ સવારે નવશેકા પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી નાક અને ગળાનું ઈન્ફેક્શન દૂર થાય છે અને સાયનસમાં પણ રાહત મળે છે. એપ્પલ સાઈડર વિનેગર પણ સાયનસમાં ઘણું લાભકારક છે. તેમાં રહેલાં ઔષધીય ગુણો અને એન્ટીઓક્સીડેન્ટ સાયનસનો દુખાવો દૂર કરે છે.

તેના માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એપ્પલ સાઈડર વિનેગર મિક્સ કરીને પીવાથી ઘણો લાભ મેળવી શકાય છે. સાયનસના ઈન્ફેક્શનને દૂર કરવા માટે ડુંગળીના રસનો ઉપયોગ પણ કરી શકાય છે. ડુંગળીમાં એન્ટીવાયરસ ગુણો હોય છે. જે સાયનસના સંક્રમણને ઠીક કરવામાં મદદ કરે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *