હવે ઘરે બનાવો સોન પાપડી કેમ કે બજારમાંથી બહુ ખરીદી લીધી: સોન પાપડી

સોનપાપડી સૌ કોઈની મનભાવતી મીઠાઈ છે અને આ સોન પાપડી આપડે મોટાભાગે બજારમાંથી ખરીદતા હોઈએ છીએ. સોન પાપડી મોંમાં જાય એટલે એક દમ પીગળી જાય અને તેની સ્વીટનેસની તો કઇક અલગ જ હોય છે. દોરાના તાંતણા જેવી સોનપાપડી આખરે કેવી રીતે બનતી હશે એનો વિચાર આવવો એ સ્વભાવિક છે. અમે આજે આજ વાનગી તમને ઘરે બનાવતા શીખવીશું. માત્ર ચણાનો અને મેંદાના લોટની મદદથી તમે ખૂબ સારી સોનપાપડી બનાવી શકો છો. અને આના માટે તમારે બજારમાંથી સોન પાપડી ખરીદવાની જરુંર નહિ પડે તો ચાલો જોઈએ રેસીપી. અને હા જો આ રેસીપી બનાવવમાં તમને કોઈ તકલીફ પડે તો અમને અમારો ફેસબુક પેજ ગુજ્જુ મીડીઆ માં કોમેન્ટ કરીને જણાવો અમે તમારી મદદ જરુંર કરીશું.

સામગ્રી:

૨ કપ ખાંડ, ૧ કપ મેંદો, ૧ કપ ચણાનો લોટ, ૧૧/૨ કપ ઘી, ૨ ચમચી દૂધ, ૧૧/૨ કપ પાણી, ૧ નાની ચમચી ઇલાયચી પાવડર, 3 મોટી ચમચી જીણા કટ કરેલા બદામ પિસ્તા

બનાવવાની રીતઃ

સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં મેદોં અને ચણાનો લોટ મિક્ષ કરીને તેને ઓછા બ્રાઉન કલરનો શેકી લો.

ત્યાર બાદ તેને ઠંડો થવા દઈ એક વાસણમાં દૂધ, પાણી અને ખાંડ મિક્ષ કરી મધ્યમ આંચ પર ચાસણી બનાવવા મૂકી દો.


હવે તેને ઉકાળીને બે તારની ચાસણી બનાવો. હવે ચાસણીમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને તેને બરાબર મિક્ષ કરો.

તેને સતત દસ મિનિટ હલાવીને મિક્ષ કરો. અને ત્યાર બાદ થાળીમાં થોડુ ધી નાખીને આ મિશ્રણને સમાન રીતે થાળીમાં ફેલાવો અને તેની ઉપર બદામ પિસ્તાને પથારી દો.


ઠંડુ થઇ જાય ત્યારે તેના ચોરસ પિસ કરી લો. તો આ રીતે ઘરે જ બનાવો સોન પાપડી અને મહેમાનનું મોં મીઠું કરાવો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *