IPL 2025 Teams Retention List: જાણો IPLની તમામ 10 ટીમો કયા ખેલાડીઓને જાળવી રાખશે?
IPL 2025 Teams Retention List ચેન્નાઈ, બેંગલુરુ અને મુંબઈ સહિતની તમામ 10 ટીમો IPL 2025 માટે કયા ખેલાડીઓ જાળવી શકે છે. અહીં તમામ ટીમોની સંભવિત રીટેન્શન સૂચિ વિશે જાણો.
IPL 2025 Teams Retention List Indian Premier League (IPL 2024) ની 18મી સીઝન રોમાંચથી ભરપૂર થવા જઈ રહી છે કારણ કે મેગા ઓક્શન બાદ ઘણી ટીમોની હાલત બદલાઈ ગઈ હોય તેવું લાગી શકે છે. બીસીસીઆઈએ તમામ આઈપીએલ ટીમોને તેમની સંબંધિત રીટેન્શન લિસ્ટ જાહેર કરવા માટે 31 ઓક્ટોબરની સમયમર્યાદા આપી હતી. હજુ સુધી કોઈ ફ્રેન્ચાઈઝીએ તેની યાદી જાહેર કરી નથી. તમને જણાવી દઈએ કે દરેક ટીમને કુલ 6 ખેલાડીઓને જાળવી રાખવાની છૂટ છે. એક ટીમ પોતાની રીતે નક્કી કરી શકે છે કે તેણે કેટલા ખેલાડીઓને જાળવી રાખવાના છે અને કેટલા ખેલાડીઓને રાઈટ ટુ મેચ કાર્ડ પર રમવાના છે, પરંતુ બંનેની મહત્તમ સંખ્યા માત્ર 6 જ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે મેગા ઓક્શન પહેલા તમામ ટીમો કયા ખેલાડીઓને જાળવી રાખવાનો જુગાર રમી શકે છે. દરેકની નજર વિરાટ કોહલી, એમએસ ધોની અને રોહિત શર્મા સહિત ઘણા મોટા ખેલાડીઓ પર રહેશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
રવિન્દ્ર જાડેજા
રૂતુરાજ ગાયકવાડ
ડેવોન કોનવે
એમએસ ધોની (અનકેપ્ડ)
સમીર રિઝવી (અનકેપ્ડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
વિરાટ કોહલી
મોહમ્મદ સિરાજ
યશ દયાલ
ગ્લેન મેક્સવેલ
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
રોહિત શર્મા
હાર્દિક પંડ્યા
જસપ્રીત બુમરાહ
સૂર્યકુમાર યાદવ
તિલક વર્મા
ગુજરાત ટાઇટન્સ (GT)
શુભમન ગિલ
રાશિદ ખાન
સાંઈ સુદર્શન
મોહિત શર્મા (અનકેપ્ડ)
દિલ્હી કેપિટલ્સ (DC)
રિષભ પંત
અક્ષર પટેલ
કુલદીપ યાદવ
જેક ફ્રેઝર મેકગર્ક
પંજાબ કિંગ્સ (PBKS)
શશાંક સિંહ
સેમ કુરન
આશુતોષ શર્મા
અર્શદીપ સિંહ
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
નિકોલસ પુરન
મયંક યાદવ
રવિ બિશ્નોઈ
આયુષ બદોની (અનકેપ્ડ)
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
હેનરિક ક્લાસેન
અભિષેક શર્મા
પેટ કમિન્સ
ટ્રેવિસ હેડ
રાજસ્થાન રોયલ્સ (RR)
સંજુ સેમસન
જોસ બટલર
યશસ્વી જયસ્વાલ
સંદીપ શર્મા (અનકેપ્ડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
સુનીલ નારાયણ
રહેમાનુલ્લા ગુરબાઝ
રિંકુ સિંહ
હર્ષિત રાણા