સન્ની લિયોનીએ ફરીથી લૈલા મેં લૈલા પર કર્યો ડાન્સ

અભિનેત્રી સન્ની લિયોની ખુબ જ સારી ડાન્સર છે જેને આપણે ઘણી બધી ફિલ્મોમાં જોઇ છે. ફિલ્મ ‘રઈસ’ ના ગીત ‘લૈલા મેં લૈલા’ માં તેના ડાન્સને આજે પણ લોકો ખુબ યાદ કરે છે. અને હવે સનીએ ફરી એક વાર આ ગીત પર ડાન્સ કરી ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. સની લિયોનીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ રિહર્સલનો એક વીડિયો શેર કર્યો છે. આમાં તે ‘લૈલા મેં લૈલા’ ગીત પર ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી રહી છે.

આ વીડીઓમાં સનીએ વ્હાઈટ ક્રોપ ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યું છે.સનીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે 2012 માં આવેલી ફિલ્મ ‘જિસ્મ 2’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેણે ‘જેકપોટ’, ‘રાગિની MMS 2’, ‘એક પહેલી લીલા’, ‘કુછ કુછ લોચા હૈ’ અને ‘રઈસ’ જેવી ઘણી ફિલ્મોથી હિન્દી સિનેમામાં પોતાની એક અલગ પહેચાન બનાવી છે.

હવે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવાની તૈયારી કરી રહી છે. તે ટૂંક સમયમાં તમિળ ફિલ્મ ‘વીરામાદેવી’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘કોકા કોલા’ નામની હોરર કોમેડી ફિલ્મ પણ છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *