Connect with us

ધર્મદર્શન

15 જૂને સૂર્યનું ગોચરણ! આ સમય દરમિયાન કોઈપણ કાર્ય કરતાં પહેલા સો વાર વિચારજો; જાણો કઇ રાશીને કેવી અસર થશે

Published

on

Sunrise on June 15! Think a hundred times before doing any work during this time; Find out which zodiac sign will be affected

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની દિશા અને રાશીની સ્થિતિ વ્યક્તિના જીવન પર ખુબ અસર કરે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે તો તેની અસર 12 રાશિઓના જીવન પર જોવા મળે છે. આ અસર સારી કે ખરાબ કંઈપણ હોઈ શકે છે. ત્યારે આગામી 15 જૂને સૂર્ય વૃષભ રસીને છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરે છે.  ત્યારે આ રાશિ ગોચરણથી કેટલાક રાશિના લોકોને ફાયદો થશે તો કેટલીક રાશિને નુકસાન કરાવી શકે છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે કઈ રાશિ પર કેવી અસર જોવા મળશે.

Sunrise on June 15! Think a hundred times before doing any work during this time; Find out which zodiac sign will be affected

મીન:
આ રાશિ પર સૂર્યનું ગોચરણ મિશ્ર અસર કરશે. જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો, તો આ દરમિયાન ખાસ ધ્યાન રાખો. જો તમે  વ્યવસાય સાથે જોડાયેલા છો? તો એ લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. આ રાશિના લોકોની થોડી બેદરકારી પણ મોટું નુકસાન નોટરી શકે છે.

 કર્ક :
આ લોકોને આ સમય દરમિયાન તણાવનો સામનો કરવો પડી શકે છે. તો કોઈ કામમાં નિષ્ફળતા મળશે, જેના કારણે તમે પરેશાન થઈ શકો છો. આ સમય દરમિયાન ખાસ કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. વિદ્યાર્થી વર્ગએ આ સમયે વધુ મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની મહેનત જરૂરી રહેશે. આ સમયગાળા દરમિયાન વિવાહિત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. તેથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરો.

Sunrise on June 15! Think a hundred times before doing any work during this time; Find out which zodiac sign will be affected

તુલા: 
આ રાશિના જાતકોને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મુશ્કેલીથી ભરેલો રહેશે. પરીક્ષા માટે તમારે વધુ મહેનત પણ કરવી પડશે. અન્યથા પૈસાનું નુકસાન થઈ શકે છે. ખાસ આ સમય દરમિયાન પૂજા કરો. મન શાંત રહેશે. વેપારમાં બદલાવથી નુકસાન થઈ શકે છે.

વૃષભ:
હાલમાં સૂર્ય વૃષભમાંથી ભ્રમણ કરી મિથુન રાશિમાં જઇ રહ્યો છે. તેની અસર વૃષભ રાશિના લોકો પર પણ જોવા મળશે. તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. સંતાન પક્ષે તણાવ થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. આ સમયગાળામાં, સખત મહેનત કર્યા પછી પણ, તમને પરિણામ મળશે નહીં. પૈસાના વધુ પડતા ખર્ચને કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

 

મેષઃ 
આ રાશિના લોકોને સૂર્યના સંક્રમણની મિશ્ર અસર જોવા મળશે. જો તમે આ સમયગાળા દરમિયાન મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો વડીલોની સલાહ ચોક્કસ લો. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. આ દરમિયાન ભાઈ-બહેન વચ્ચે વિવાદ થઈ શકે છે. ગુસ્સાને કાબૂમાં રાખો. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈને ઉધાર કે લોન ન આપો.

Sunrise on June 15! Think a hundred times before doing any work during this time; Find out which zodiac sign will be affected

કર્ક :
આ લોકોને તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ કામમાં નિષ્ફળતા મળશે, જેના કારણે તમે પરેશાન અને ચિંતિત થઈ શકો છો. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર છે. આ સમયગાળા દરમિયાન વિવાહિત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. તેથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરો.

 

ધર્મદર્શન

ભગવાન શિવને જ શું કામ કરાય છે જળાભિષેક? આ રહ્યું કારણ

Published

on

What is Jalabhishek done to Lord Shiva? Here's the reason

ભગવાન શિવ ભક્તોની ઉપાસનાથી પ્રસન્ન થઇને તેમની દરેક કામના પૂર્ણ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભક્તો શિવ ઉપાસનાની સાથે-સાથે મંદિરોમાં જઇને શિવજી પર જળાભિષેક પણ કરે છે. કહેવામાં આવેે છે કે તેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇને ભક્તોના બધા કષ્ટ હરી લે છે. ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બધા દેવોમાં માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે. જેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે.

What is Jalabhishek done to Lord Shiva? Here's the reason

ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલું જ નહીં, શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી લોક પર રહે છે. આ બધા કારણોને લીધે શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે.

What is Jalabhishek done to Lord Shiva? Here's the reason

જ્યોત્રિલિંગોને શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્ત્રોત પરથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ રેડિએશન જ્યોતિર્લિગ પર હોય છે. આ જ્યોતિર્લિગ એક ન્યુક્લિઅર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરપૂર હોય છે. આ ભયંકર ઉર્જાને શાંત કરવા માટે શિવલિંગ પર જળ અર્પિત કરવામાં આવે છે એટલેકે જળાભિષેક કરવામાં આવે છે.

Continue Reading

ધર્મદર્શન

રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને આ ઉપાય કરવો જોઈએ! સબંધમાં આવશે મીઠાશ

Published

on

Brothers and sisters should do this remedy on the day of Raksha Bandhan! There will be sweetness in the relationship

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટ 2022ના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ દિવસ છે. જેની બંને આખું વર્ષ રાહ જોતા હોય છે.

રાખડી આ સમયે જ બાંધવી 
આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાખડી હંમેશા ભદ્રા અને રાહુના સમયે જ બાંધવી જોઈએ.  જ્યોતિષ શાસ્ત્રમાં રક્ષાબંધનના દિવસે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

Brothers and sisters should do this remedy on the day of Raksha Bandhan! There will be sweetness in the relationship

રક્ષાબંધન પર ભાઈ-બહેન કરો આ ઉપાય 

  • રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો ભાઈ આ બંડલને તિજોરી કે પૈસા સંબંધિત જગ્યાએ રાખે તો પૈસા આવે છે.
  • રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા આવે છે અને મનભેદ દૂર થાય છે.

Brothers and sisters should do this remedy on the day of Raksha Bandhan! There will be sweetness in the relationship

  • રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે તમે ચંદ્રદેવની પૂજા કરો. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે. બીજી તરફ, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
  • ભાઈને નજરદોષથી બચાવવા માટે રક્ષાબંધન પર બહેને ભાઈ પાસેથી માથા ઉપર 7 વાર ફટકડી ઉતારી અને તેને આગમાં બાળી દેવી અથવા તેને ચોકડી પર ફેંકી દેવી.
  • રક્ષાબંધનના શુભ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને ભાઈ-બહેન દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્ત રહે છે.

 

Continue Reading

ધર્મદર્શન

આ રત્નો ધનના મામલમાં માનવામાં આવે છે ખુબજ ભાગ્યશાળી! જાણો સમગ્ર માહિતી

Published

on

These gems are considered very lucky in terms of wealth! Know complete information

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 12 રાશિના લોકો માટે અલગ-અલગ રત્નો જણાવવામાં આવ્યા છે. રત્ન શાસ્ત્ર અનુસાર દરેક રાશિનું પોતાનું રત્ન હોય છે. કુંડળીમાં કોઈપણ ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા અને શુભ પ્રભાવ વધારવા માટે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

રત્ન શાસ્ત્રમાં કહેવાયું છે કે વ્યક્તિએ જ્યોતિષની સલાહ વિના ક્યારેય રત્ન ધારણ કરવું જોઈએ નહીં. આજે આપણે એવા જ કેટલાક રત્નો વિશે જાણીશું, જે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ આ શ્રેષ્ઠ રત્નો વિશે.

These gems are considered very lucky in terms of wealth! Know complete information

સુવર્ણ રત્ન
જ્યોતિષમાં ઘણા રત્નો અને ઉપ-રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં સુવર્ણ રત્ન પણ છે. રત્ન શાસ્ત્રમાં ધનના લાભ માટે સુવર્ણ રત્ન ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. પૈસાની દ્રષ્ટિએ આ રત્ન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘરમાં ધનનો સંચય થાય છે. સુવર્ણ રત્ન પોખરાજનો સબ્સીટ્યુટ કહેવાય છે. પરંતુ તેને પહેરતા પહેલા તમારે જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.

These gems are considered very lucky in terms of wealth! Know complete information

જેડ સ્ટોન
રત્નશાસ્ત્રમાં ધંધા વગેરે વિશે પણ ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યુ છે. જેમાં જેડ સ્ટોનનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી હોય. અથવા જો આવકનું કોઈ સાધન ન હોય તો તેના માટે રત્ન શાસ્ત્ર જેડ સ્ટોન પહેરવાની સલાહ આપે છે.

These gems are considered very lucky in terms of wealth! Know complete information

પન્ના રત્ન
પન્ના રત્નનું રત્નશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. નોકરી કરતા લોકો અને કન્યા રાશિના લોકોને પન્ના રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. નોકરીયાત લોકો પન્ના રત્ન પહેરે, તો વ્યક્તિને નોકરીમાં પ્રમોશન મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.These gems are considered very lucky in terms of wealth! Know complete information

પોખરાજ રત્ન
પોખરાજને ગુરુ ગ્રહનો રત્ન કહેવાય છે. જો કુંડળીમાં ખરાબ ગુરુ અશુભ પરિણામ આપતો હોય તો રત્નશાસ્ત્રમાં પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રત્ન સુખ અને સૌભાગ્ય માટે પહેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોખરાજ પહેરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિના ઘરે દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending