સુઝુકીએ કર્યું એડવેન્ચર બાઇકનું લૌન્ચિંગ

સુઝુકી દ્વારા પોતાની નવી એડવેન્ચર બાઇકનું લૌન્ચિંગ કરવામાં આવ્યું છે. અને કંપનીએ તેની આ નવી બાઇક સુઝુકી V-Stormનો વીડિયો પણ જાહેર કરી દીધો છે. જોકે, થોડા દિવસ પહેલાં જ સુઝુકીએ આ બાઇકનું ટીઝર બહાર પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટાઇલિંગમાં આ બાઇક તેનાં જૂનાં મોડલ કરતાં તદ્દન નવું જોવા મળે છે. બાઇકના હેડલેમ્પ્સ નવી ડિઝાઇનના છે. હવે તેમાં હેલોઝન લાઇટ્સને બદલે LED યૂનિટ આપવામાં આવ્યું છે. તેની વિન્ડસ્ક્રીન પણ નવી છે. બાઇકનો ફ્રંટ લુક ઘણો ખરો ઓલ્ડ જનરેશન Suzuki DR Big જેવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, નવાં મોડલમાં સિંગલ પીસ સીટની જગ્યાએ હવે સ્પ્લિટ સીટ મળશે. અપકમિંગ 2020 Suzuki V-Strom 1000માં ફુલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જે બ્લુટૂથ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. અત્યારે આ બાઇકનું કરન્ટ મોડલ અવેલેબલ છે તેમાં 1037cc, V-twin એન્જિન આવે છે, જે 99bhp પાવર અને 103Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 5 નવેમ્બર 2019ના રોજ ઈટલીના મિલાનમાં યોજાનારા EICMA શોમાં રજૂ થવાની છે. ભારતમાં આ બાઇકની કિંમત તેનાં કરન્ટ મોડલ કરતાં થોડી વધારે હશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *