અજય દેવગણની 100મી ફિલ્મએ કરી 100 કરોડથી વધુની કમાણી , દર્શકોને આવી પસંદ ફિલ્મ તાન્હાજી

અજય દેવગનની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મએ પોતાના રિલીઝના છઠ્ઠા દિવસે 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હાલના અપડેટ્સ પ્રમાણે ફિલ્મએ 16.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

એક મિડિયા રિપોર્ટ પ્રમાણે કુલ, 6 દિવસમાં 105 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. મુંબઈ સર્કિટમાં ફિલ્મનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ રીતે વીકડેઝમાં ફિલ્મની કમાણી પર કોઈ ખાસ અસર પડી નથી.

તેની સાથે ફિલ્મ તાનાજીને મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ટેક્સ ફ્રી કરવામાં છે.અને હજી પણ આ ફિલ્મનો આ બિઝનેસ જારી રહી શકે છે, કારણ કે સેકન્ડ વીકમાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી.

આ રીતે સેકન્ડ વીકેન્ડમાં પણ ફિલ્મની કમાણી સારી રહેવાની આશા છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં અજય દેવગનની સાથે સેફ અલી ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર વગેરે સામેલ છે.

સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે.

કાજોલ સાવિત્રી માલાસુરેના રોલમાં છે.

શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે.

ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે.ફિલ્મ તાન્હાજી અજય દેવગણની 100મી ફિલ્મ છે, તેથી આ ફિલ્મ અજય અને તેના ફેન્સ માટે ખાસ ફિલ્મ છે.ફિલ્મ રિલીઝ પહેલા ફિલ્મને લઇને ઘણા વિવાદ થયા હતા.તે જોઇને લાગી રહ્યું હતું કે વિવાદથી ફિલ્મની કમાણી પર અસર થશે પરંતુ ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *