જાણો આ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત: (૨૬ ઓગસ્ટ ૨૦૧૮)

raksha bandhan

ભારત તહેવારોનો દેશ છે. અને તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. આ વર્ષે 26 ઓગસ્ટને ના દિવસે રક્ષાબંધનનો તહેવાર છે. આ વર્ષ સારી વાત આ છે કે રક્ષાબંધનના દિવસે ભદ્રા નથી. તેથી સવારે થી રાત સુધી બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે.  પણ વચ્ચે વચ્ચે થોડો સમય સાચવવો પડશે કારણકે અશુભ ચોઘડિયા, રાહુકાળ, યમ ઘંટા અને ગુલી કાળ રહેશે.

જ્યોતિષ પંચાગ મુજબ પૂર્ણિમા તિથિ 25 ઓગસ્ટને બપોરે 3 વાગીને 16 મિનિટ થી શરૂ થઈ જશે. જે 26 ઓગસ્ટની સાંજે 5 વાગીને 25 મિનિટ સુધી રહેશે. આ દિવસે ધનિષ્ઠા નક્ષત્ર બપોરે 12.35 સુધી રહેશે.

રક્ષાબંધનનો મૂહૂર્ત 26 ઓગસ્ટને સવારે 7.43 થી બપોરે 12.278 સુધી રહેશે.

ત્યારબાદ બપોરે 2.03 થી 3.38 વાગ્યા સુધી રહેશે.

સાંજે 5.25 પર પૂર્ણિમા સમાપ્ત થઈ જશે. પણ સૂર્યોદય વ્યાપિની તિથિ હોવાના કારણે રાત્રિમા રાખડી બાંધી શકાશે. 

શુભ મૂહૂર્ત:

  • સવારે  7.43 થી 9.18 સુધી ચર
  • સવારે  9.18 થી  10.53 સુધી લાભ
  • સવારે 10.53 થી  12.28 સુધી અમૃત
  • બપોરે 2.03 થી 3.38 સુધી શુભ
  • સાંજે 6.48 થી 8.13 સુધી અમૃત
  • રાત્રે 9.38 થી11.03 સુધી ચર

અશુભ સમય:

  • રાહુકાળ સવારે 5.13 થી 6.48
  • યમ ઘંટા બપોરે 12.28 થી 2.03
  • ગુલી કાળ બપોરે 3.38 થી 5.13
  • કાળ ચોઘડિયા બપોરે 12.28 થી 2.03

ઘનિષ્ઠા પંચક  નથી 

ઘનિષ્ઠા થી રેવતી સુધી પાંચ નક્ષત્રને પંચક કહેવાય છે. આ પાંચ દિવસ સુધી ચાલે છે. પંચકને લઈને ભ્રાંતિ છે કે તેમાં કોઈ પણ કાર્ય નહી કરવું જોઈએ. જયારે સત્યતા આ છે કે પંચકમાં અશુભ કાર્ય નહી કરવુ જોઈએ કારણકે તેમની પાંચ વાર પુનરાવૃતિ હોય છે. પંચકમાં શુભ કાર્ય કરવામાં કોઈ આપત્તિ નથી. રક્ષાબંધનના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર હોવાના કારણે પંચક રહેશે. પણ રાખડી બાંધવામાં બંધક નહી બનશે.

source: gujarati.webdunia.com

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *