હોરર ફિલ્મ ધ બોડીનું ફર્સ્ટ પોસ્ટર થયું રીલીઝ

ઇમરાન હાશ્મી અને રીષિ કપૂરની ફિલ્મ ધ બોડી છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ બોલિવૂડમાં રિશીની કમબેક ફિલ્મ હશે, જે એક હોરર ફિલ્મ છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર બહાર આવ્યું છે. ‘ધ બોડી’ ની સ્ટોરી સ્પેનિશ ફિલ્મથી પ્રેરિત છે. ઇમરાન હાશ્મીએ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે.

આ પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ તારીખનો પણ ઉલ્લેખ છે, જે 13 ડિસેમ્બર 2019 છે. નિર્માતાઓએ ફિલ્મના નામ અને રિલીઝની તારીખ વિશે કોઈ માહિતી આપી ન હતી, પરંતુ 39 દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થતાંની સાથે જ તેઓએ રિલીઝની તારીખ આપી દીધી છે. આ પોસ્ટમાં કાચનો ગ્લાસ દેખાય છે. તે કાચના ગ્લાસમાં અને બારના ટેબલ પર લોહી દેખાય છે અને બાજુમાં રિંગ્સની જોડી રાખવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો ઇમરાને એક એવા પુરુષની ભૂમિકા નિભાવી છે, જેની પત્ની મરી જાય છે અને ત્યારબાદ તેનું શરીર અચાનક શબમાંથી ગાયબ થઈ જાય છે. મલયાલમ હિટ ફિલ્મ ‘દ્રશ્યમ’ માટે જાણીતા જીતુ જોસેફ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે, જેમાં રીષિ કપૂર એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *