આ ભારતીય હેકેરને Instagramએ ઇનામમાં આપ્યા 20 લાખ રુપિયા. જાણો કેમ

ચેન્નઈમાં રહેતા એક સિક્યોરિટી રિસર્ચર લક્ષ્મણ મુથૈયાને બાઉન્ટી પ્રોગ્રામ અંતર્ગત ફેસબુકના ઇન્સ્ટાગ્રામમાં બગ શોધવા માટે 30 હજાર ડોલર લગભગ 20 લાખ 60 હજાર ભારતીય રુપિયાનું ઇનામ મળ્યું છએ. મુથૈયાએ કહ્યું કે ઇન્સ્ટાગ્રામના આ બગને કારણે તેઓ કોઈપણ એકાઉન્ટને તેના યુઝરની જાણ બહાર જ હેક કરી શકતા હતા. તેમણે શોધ્યું કે પાસવર્ડ રીસેટ, રિકવરી કોડ રિક્વેસ્ટ દ્વારા કોઈપણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરવું ખૂબ સહેલું હતું.

ફેસબુકને આપી જાણકારી

મુથૈયાએ પોતાના બ્લોગ પર લખ્યું કે, ‘મે આ અંગેની જાણકારી ફેસબુકની સિક્યોરિટી ટીમને આપી પરંતુ શરુઆતમાં મારા રિપોર્ટમાં કેટલીક ખામીને કારણે તેઓ માનવા માટે તૈયાર જ થતા નહોતા. જેથી કેટલાક મેઇલના બાદ મે તેમને એક કોન્સેપ્ટ વીડિયો આપ્યો હતો. આ વીડિયો દ્વારા હું તેમને ઇન્સ્ટાગ્રામના આ બગ અંગે સમજાવી શક્યો અને તેઓ માની ગયા. ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ટીમે સાથે મળીને આ ખામીને દૂર કરી અને મને બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ 30 હજાર ડોલરનું ઇનામ મળ્યું.’

યુઝર્સને હોવી જોઈએ જાણકારી

સાયબર સિક્યોરિટીની જાણિતી કંપની Sophosના સીરિયર ટેક્નોલોજિસ્ટ પોલ ડકલીને કહ્યું કે આ અંગે તેમણે પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે એકાઉન્ટ હેક થાય તો તેની જાણકારી યુઝર્સને પણ થવી જોઈએ અને તેને કેમ યોગ્ય કરવું તેની માહિતી પણ તેની પાસે હોવી જોઈએ.

આ પહેલા પણ ફેસબુકમાં શોધી હતી ગરબડ

મુથૈયાએ આ પહેલા પણ ફેસબુકમાં ડેટા ડિલિશન અને ડેટા ડિસ્ક્લોઝર બગની શોધ કરી ચૂક્યા છે. ડેટા ડિલિશન બગ યુઝરનો પાસવર્ડ માગ્યા વગર પણ તેના બધા ફોટો ડિલિટ કરી દેતો હતો. જ્યારે અન્ય બગ યુઝર પાસે ફોનમાં બીજા એપ ડાઉનલોડ કરાવતો હતો અને તેના સહારે યુઝરના બધા જ ફેસબુક ફોટોનો એક્સેસ મેળવતો હતો. ફેસબુકે આ બગને ગ્લોબલ યુઝર્સ સુધી પહોંચતા પહેલા જ ઠીક કર્યો હતો અને યુઝર્સને આ બગ અંગે જાણ પણ નહોતી થઈ.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *