બોલીવુડ
રણવીર-દિપીકાએ નવા ખરીદેલા ઘરની કિંમત છે કંઈક આવી! સલમાન, શાહરુખના બનશે પાડોશી
Published
1 month agoon

બૉલીવુડના પોપ્યુલર અને પાવર કપલ કહેવાતા રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ જલ્દી જ શાહરુખ અને સલમાન ખાનના પાડોશી બનવા જઈ રહ્યા છે. રણવીર સિંહે સાગર રેશમ રેજડેન્શિયલ ટાવરમાં એક આલીશાન એપાર્ટમેંટ ખરીદ્યો છે. એ એપાર્ટમેંટ દ્વારા એમને બેન્ડસ્ટેન્ડથઈ અરેબિયન દરિયાનો સુંદર નજારો જોવા મળશે. રણવીર અને દિપીકાનું નવું ઘર કેવું હશે, કેટલામાં ખરીદ્યું છે એ વિશે અમે તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
રણવીર સિંહે હાલમાં જ એક નવું ઘર ખરીદ્યું છે. જો કે હાલ આ એપાર્ટમેંટ અંડર કંસ્ટ્રશન છે. એમને જે એપાર્ટમેંટમાં ઘર ખરીદ્યું છે ત્યાંથી ખૂબ જ સુંદર દરિયાનો નજારો જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર એમને આ ઘર 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. એમનું આ નવું ઘર દેશના સૌથી મોંઘા ઘરના સોદામાંથી એક ગણવામાં આવે છે.
ખાસ વાત એ છે કે રણવીર સિંહે જે એપાર્ટમેંટમાં ઘર ખરીદ્યું છે એ એપાર્ટમેંટ શાહરુખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેંટની વચ્ચે પડે છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એમનો એપાર્ટમેંટ ટાવરના 16,17,18 અને 19માં માળ પર સ્થિત છે અને તે કુલ 11,266 ચોરસફૂટમાં આવેલ છે. રણવીર સિંહને ઘર સાથે 19 પાર્કિંગ એરિયા અલોટ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે રણવીરે આ ઘર 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે અને એ એરિયામાં એક ચોરસફૂટની કિંમત 1 લાખ રૂપિયા છે. રણવીરે આ ઘરની સ્ટેમ ડયુટી 7.13 કરોડ રૂપિયા ભરી છે.
એક્ટરના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ રણવીર જયેશભાઈ જોરદાર ફિલ્મમાં નજર આવ્યા હતા. સાથ જ એમનો બીયર ગ્રીલસ સાથે men vs wild નો એક એપિસોડ હાલ જ બહાર પડ્યો છે. રણવીરની આવનાર ફિલ્મ રોહિત શેટ્ટીની સર્કસ હશે સાથે જ કરણ જોહરની રોકી અને રાનીની પ્રેમ કહાની પણ જલ્દી જ રિલિજ થવા જઈ રહી છે.
You may like
-
એ દોરનો હીરો… જેની સફેદ કારને છોકરીઓએ કિસ કરીને કરી નાખી હતી લાલ
-
ફ્લોપ ફિલ્મથી ડેબ્યું કરનાર કેટરીના આજે છે ટોપની હિરોઈન: જાણો અણજાણેલી વાતો
-
વિદ્યુત જામવાલ આગામી 15 દિવસમાં લંડનમાં કરશે લગ્ન! જાણો કોણ છે દુલ્હન
-
શાહરૂખ ખાન પડોશી બનશે રણવીર-દીપિકા, 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું ઘર
-
બિગ બીની દોહિત્રી અને સિદ્ધાંત ચતુર્વેદી એકજ કારમાં જોવા મળ્યા! નવ્યાએ કપડાથી મોં છુપાવ્યું
-
એક્શન એન્ટરટેઈનર ફિલ્મમાં જોવા મળશે માનુષી છિલ્લર
બોલીવુડ
દીપિકાની આ હમશકલને જોઈને રણવીર પર ચક્કર ખાઈ જશે! ફોટોસ સોશિયલ મીડિયામાં થયા વાઇરલ
Published
4 weeks agoon
July 19, 2022
બોલીવુડની અનેક હસ્તીની આપણે હમશકલ જોઈ હશે. જેમ કે કેટરીના કૈફ, સલમાન ખાન, ઋત્વિક રોશન. આ બધામાં બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણની હમશકલના ફોટોઝ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. રિજુતા ઘોષ ગેબ નામની આ યુવતીને જોઈને ચાહકો પણ મૂંઝવણમાં છે, કારણ કે તે હુબહુ દીપિકા પાદુકોણ જેવી જ દેખાય છે.
રિજુતાના ફોટાને સોશિયલ મીડિયામાં લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે રિજુતા એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. પ્રશંસકોએ રિજુતાના ફોટા જોતાની સાથે જ તેની પોસ્ટ પર બધા તેને દીપિકાની લુકલાઈક કહી રહ્યા છે અને કેટલાક તેને દીપિકા પાદુકોણ વર્ઝન 2.0 કહી રહ્યા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે રણવીર સિંહ પણ રિજુતાને જોઈને દીપિકા હોવાનું સમજીને ભૂલ ખાઈ શકે છે.
પીકુ સ્ટાર સાથે રિજુતાની અસાધારણ સામ્યતાની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે, જેણે દરેક લોકો મુંઝવણમાં મુકાયા છે. નેટીઝન્સે દીપિકાના પતિ રણવીર સિંહને પણ ઘણી કમેન્ટ્સમાં ટેગ કર્યા હતા અને તેમને દીપિકાની ડુપ્લિકેટની નોંધ લેવા કહ્યું હતું.
બોલીવુડ
એ દોરનો હીરો… જેની સફેદ કારને છોકરીઓએ કિસ કરીને કરી નાખી હતી લાલ
Published
1 month agoon
July 18, 2022
ભારતીય સિનેમાના પહેલાં સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્નાની આજે 10મી પુણ્યતિથિ છે. બોલીવુડના આ સુપરસ્ટારે 18 જુલાઈ 2012માં દુનિયાને અલવિદા કહ્યું હતું. રાજેશ ખન્નાનું સાચું નામ જાતિન થન્ના હતું. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1942માં અમૃતસરમાં થયો હતો. પોતાના કરિયરમાં એકથી એક ચઢિયાતી ફિલ્મ આપનારા રાજેશ ખન્નાની પ્રોફેશનલ લાઈફ જેટલી સારી રહી તેટલી તેમની પર્સનલ લાઈફ નથી રહી.
બાબૂમોશાય, જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં…એક્ટર રાજેશ ખન્નાએ પણ કંઈક આવી જ રીતે જીવન જીવ્યું છે. ભારતીય સિનેમાના પહેલાં સપરસ્ટાર ગણાતા રાજેશ ખન્નાએ ફિલ્મી પડદા પર જેટલું રોમાન્સ કર્યું તેમની રિયલ લાઈફ તેનાથી સાવ અલગ રહી. રાજેશ ખન્નાનું અંજૂ મહેંન્દ્રૂથી લઈને ટીના મુનીમ સુધી અનેક સાથે અફેયર રહ્યું હતું. પરંતુ તેમને એક્ટ્રેસ ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા બાદ તેમની જીંદગી શાંતિથી પસાર ન થઈ. દરરોજ થતાં ઝઘડાથી કંટાળીને પત્ની પોતાના બંને બાળકોને લઈને ઘરેથી જતી રહી અને પછી ક્યારેય પાછી ન આવી. જો કે, આ બંનેએ ક્યારેય એકબીજાને તલાક ન આપ્યા. પોતાની સ્ટાઈસ અને અનોખા અંદાજ માટે ફેમસ રાજેશ ખન્નાની ઝલક ડિમ્પલ અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયામાં જુએ છે.
તમને જણાવી દઈએ કે, ડિમ્પલ કપાડિયાએ થોડા વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં પતિ રાજેશ ખન્ના અને આરવ ભાટિયા વચ્ચેની સમાનતાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરવ એકદમ તેના નાના જેવો છે. તેમની જેમ જ તે વધારે વાત નથી કરતો. કહ્યું કે, જ્યારે હું ક્યાંય બહાર જવા માટે તૈયાર થઉં છું તો આરવ મને જોઈને મોઢું ફેરવીને કહે છે કે, નાની તમે ખુબ જ સુંદર લાગો છો.
રાજેશ ખન્ના અને અંજૂ મહેન્દ્રૂ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. રાજેશ ખન્ના અંજુ મહેન્દ્રૂ પર પૈસા વાપરવામાં પાછળ નહોતા હટતા. બંને લગભગ 10 દિવસ સુધી લિવ ઈનમાં રહ્યા હતા. ત્યારે દરેકને એવું લાગતું હતું કે, આ કપલ લગ્ન કરશે. પણ રાજેશ ખન્નાએ એક દિવસ અચાનક ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
એક એવો સમય પણ આવ્યો જ્યારે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝના પહેલાં સુપરસ્ટારી ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી. પરંતુ તેમની ફિલ્મ આરાધનાએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ ફિલ્મથી તેઓ યુવા દિલોની ધડકન બની ગયા હતા. અને નિર્દેશકોની પહેલી પસંદ બન્યા હતા. આરાધના બાદ રાજેશ ખન્ના બોલીવુડમાં રોમેન્ટિંક એક્ટર માટેના સૌથી મોટા ફેસ બની ગયા. તેમને સતત 15 હિટ ફિલ્મો આપી હતી. તેમણે દો રાસ્તો, ધ ટ્રેન, સચ્ચા ઝુઠા, આન મિલો સજના, સફર, કટી પતંગ, મહેબૂબ કી મહેંદી, આનંદ, હાથી મેરે સાથી, દુશ્મન, નમક હરામ જેવી અનેક હિટ ફિલ્મોમાં કર્યું.
બોલીવુડ
ફ્લોપ ફિલ્મથી ડેબ્યું કરનાર કેટરીના આજે છે ટોપની હિરોઈન: જાણો અણજાણેલી વાતો
Published
1 month agoon
July 16, 2022
સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંથી એક કેટરિના કૈફનો આજે જન્મદિવસ છે. કેટરીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દાયકા કરતા વધારે સમય પસાર કર્યો છે અને આ વર્ષ જ તે પરણીને ઠરીઠામ થઈ છે. બોલીવુડની ચુલબુલ અને સુંદર અભિનેત્રી કેટરિના કૈફનો જન્મદિવસ છે. પોતાના અભિનય અને ડાન્સથી લોકોના દિલ જીતનારી કેટરીનાએ બે દાયકામાં 40 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. નિષ્ફળ ફિલ્મથી શરૂઆત કરનાર કેટરિનાએ પોતાની મહેનતથી બોલીવુડમાં નામ કમાયું છે. આજે તેના જન્મ દિવસ પણ જાણીને તેના વિશે જાણી-અજાણી વાતો.
14 વર્ષેથી કમાવાની કરી શરૂઆત-
કેટરિના કૈફને તેનું પહેલું કામ 14 વર્ષની ઉંમરે મળ્યું હતું. હવાઈમાં એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ તેને એક જ્વેલરી બ્રાન્ડ માટે કામ કર્યું હતું. સાથે સાથે તેણે મોડેલિંગ પણ કર્યું. લંડન ફેશન વીકમાં તેણે અનેક વાર રેમ્પ વૉક કર્યું. સાથે અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે પણ કામ કર્યું.
કેટરિના કૈફ નથી સાચું નામ-
કેટરિના કૈફનું સાચું નામ કાંઈક અલગ છે. બોલીવુડમાં આવ્યા પહેલા આ સુંદરીનું નામ કેટરીના તુરકોટતે હતું. જો કે આયેશા શ્રોફે તેને અટકમાં ફેરફાર કરવાની સલાહ આપી અને આ રીતે તેનું નામ કેટરીના કૈફ પડી ગયું. લોકો તેને લાડથી ‘કેટ’ કહીને બોલાવે છે. જો કે, કેટરીનાને તે પસંદ નથી.
સર્વધર્મ પ્રેમી છે કેટરિના-
કેટરિના દરેક ધર્મમાં માને છે. તેની કોઈપણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તે મુંબઈના સિદ્ધી વિનાયક મંદિર, માઉન્ટ મેરી ચર્ચ જાય છે. સાથે જ તે અજમેર શરીફની દરગાહની પણ અચૂક મુલાકાત લે જ છે.
કેટરિના નામે છે ઢીંગલી-
ઢીંગલી જેવી દેખાતી કેટરિના કૈફના નામથી ઢીંગલી પણ બનાવવામાં આવી છે. જી હાં, વર્લ્ડ ફેમસ બાર્બી ડોલને કેટરિનાનું પણ સ્વરૂપ આવામાં આવ્યું છે. જે બોલીવુડની પહેલી એવી અભિનેત્રી છે જેના પરથી બાર્બી ડોલ બની છે.
શતરંજની ખેલાડી છે કેટરિના-
કેટરિના કૈફ એક્ટિંગમાં તો માસ્ટર છે જ. સાથે તે શતરંજની પણ સારી ખેલાડી છે. તેને ચેસ રમવું પસંદ છે. સાથે જ તેને પેઈન્ટિંગ પણ પસંદ છે. કેટરિનાની પસંદગીની રમતમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય છે.
ભારતીય નાગરિક નથી કેટરિના!-
તમને જાણીના આશ્ચર્ય થશે કે, વર્ષોથી ભારતમાં રહેતી હોવા છતાં કેટરિના ભારતીય નાગરિક નથી. કેટરિના મૂળ રૂપે બ્રિટિશ નાગરિક છે અને વર્ક વિઝા પર તે ભારત આવે છે અને અહીં રહે છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ