મેદસ્વિતાના કારણે અસ્થમાનું જોખમ

ઓવરવેટ એટલે કે જરૂર કરતાં વધારે વજન ઘણા રોગોને જન્મ આપે છે. તેમાંથી એક અસ્થમા છે. ‘યુરોપિયન રેસ્પિરેટરી જર્નલ’માં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વધારે ચરબીના કારણે શ્વાસ સંબંધિત રોગોનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં, આહારને નિયમિત અને મર્યાદિત લેવો જરૂરી છે જેથી મેદસ્વિતાની સમસ્યા ન થાય. વૈજ્ઞાનિકોએ પહેલાથી જ દાવો કર્યો છે કે વધારે વજન અથવા વધારે ચરબીથી વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમાની સમસ્યા થાય છે.

તાજેતરમાં યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં આ હકીકતની વધુ પુષ્ટિ કરાઈ છે.જ્હોન ઈલયોટના જણાવ્યા પ્રમાણે, તેમની ટીમે શ્વસનતંત્ર પર સંપૂર્ણ રિસર્ચ કર્યું હતું. તે ઉપરાંત અન્ય 16 લોકો એવા હતા જેમના મૃત્યુનું કારણ અસ્થમા હતું. ​​​​જ્હોનના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં એ વાત સામે આવી કે, ફેટી ટિશ્યૂથી બોડી માસ ઇન્ડેક્સમાં વધારો થાય છે. તે ઉપરાંત ફેફસાના વાયુમાર્ગમાં પણ સમસ્યા થાય છે જે સંક્રમણને વધારે છે. આવી સ્થિતિમાં ફેફસાં કાર્બન ડાયોક્સાઇડને કાઢવામાં અને પર્યાપ્તમાત્રામાં ઓક્સિજન ગ્રહણ કરવાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતા. જેના પરિણામે ઘણી સમસ્યા આવે છે. જેમ કે, શ્વાસ ફૂલવો, શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમાની સમસ્યા વધી જાય છે.

Overweight

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *