પતિ, પત્ની ઓર વોનું શુટિંગ થયું પૂરું

કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર અભિનીત ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’નું ટ્રેલર સોમવારે રિલીઝ થયું છે અને રીલીઝ થવાની સાથે જ ફેન્સ આ ટ્રેલરને ખુબ પસંદ કરી રહ્યા છે. હવે ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ચૂક્યું છે અને કાર્તિક આર્યને એક ફની વીડિયો પણ શેર કર્યો છે. કાર્તિક આર્યને આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.

આ વિડીયોમાં ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, કોરિયોગ્રાફર ફરાહ ખાન અને ફિલ્મનો ક્રૂ પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં ફરાહ તેના એક ખાસ ગીત સાથે પેકઅપની ઘોષણા કરી રહી છે, જે સોન્ગની તેણે કોરિયોગ્રાફી કરી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે ફિલ્મનું આખું શૂટિંગ પૂરું થઈ ગયું છે.  વીડિયોમાં ભૂમિ શિમરી સફેદ સાડીમાં જોવા મળી રહી છે. અનન્યા ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી રહી છે. કાર્તિક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં સ્ટાઇલિશ લાગી રહ્યો છે. વીડિયોમાં કાર્તિક ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મ ચિન્ટુ ત્યાગી નામના છોકરાની વાર્તા છે જે પહેલા તેની પસંદની છોકરી સાથે લગ્ન કરે છે અને તેના પ્રેમમાં પડે છે, પરંતુ આ દરમિયાન તે તપસ્યા નામની એક સુંદર છોકરી સાથે પ્રેમમાં પડી જાય છે. એક્સ્ટ્રા મેરીટલ અફેરની વાર્તા પર આધારીત આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *