વિરાટના જીવન પર બનશે વેબ સિરિઝ

ટીમ ઇન્ડિયાના કૅપ્ટનની કૅરૅક્ટરિસ્ટ‌િક પર તૈયાર થયેલું સુપરપાવર-કૅરૅક્ટર જગતને બચાવવા વિલન સાથે લડશે, જેની લડતના સિદ્ધાંતો ક્રિકેટ પર આધારિત હશે પાંચમી નવેમ્બરે વિરાટ કોહલીનો બર્થ-ડે છે અને એ દિવસે વિરાટ કોહલીના કૅરૅક્ટર પર આધારિત સ્ટાર નેટવર્ક દ્વારા ડેવલપ કરવામાં આવેલી સુપરહીરો સિરીઝ ‘સુપર V’નો પ્રીમ‌િયર કરવામાં આવશે. ‘સુપર V’ની કૅરૅક્ટરિસ્ટ‌િક ડિટ્ટો વિરાટ કોહલી જેવી બનાવવામાં આવી છે. તે સ્વભાવનો શાંત છે, પણ જ્યારે તેની કમાન છટકે ત્યારે કોઈની સાડાબારી નથી રાખતો. ૧૫ વર્ષની તેની ઉંમર છે અને તે રિયલ વિરાટ જેટલો જ જબરદસ્ત મસ્તીખોર છે.૧૩ એપિસોડની આ સ‌‌િરીઝ સ્ટાર સ્પોર્ટ્સની તમામ ચૅનલો પર તો આવશે જ, પણ સાથોસાથ સ્ટાર પ્લસ, ડિઝની ચૅનલ અને માર્વેલ પર પણ આવશે તથા સ્ટાર ગ્રુપના ડિજિટલ પ્લૅટફૉર્મ હૉટસ્ટાર પર પણ જોવા મળશે.‘સુપર V’ ક્રિકેટનો જબરદસ્ત રસ‌િયો છે અને ટીમ ઇન્ડિયા માટે તે કશુંક કરવા માગે છે. ટીમ ઇન્ડિયામાં એક દિવસ રમવાનું સપનું જોનારો સુપરહીરો લડાઈમાં પણ તેના ક્ર‌િકેટના ગુણોનો ઉપયોગ કરે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *