Connect with us

અજબ ગજબ

અંતિમ સંસ્કાર બાદ જીવીત મળી મહિલા, પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા

Published

on

કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલ એક્વાડોરમાં એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ બહેનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો. જોકે,એ સમયે તે ચોંકી ઉઠી જ્યારે તેને પોતાની બહેન જીવતી હોવાની વાત ખબર પડી.

મળતી માહિતી મુજબ, આ બનાવ એક્વાડોરના ગુઆયાક્વિલ શહેરનો છે. જ્યાં 74 વર્ષીય આલ્બા મારુરીને 27 માર્ચે વધારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરીયાદ બાદ એબલ ગિલ્બર્ટ પોનટોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક અગ્રણી સમાચાર વેબસાઈટના જણાવ્યા મુજબ, થોડા દિવસો પછી અલ્બાનીની બહેન ઓરા મારુરીને હોસ્પિટલનો ફોન આવ્યો. તેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેની બહેન આલ્બા મરી ગઈ છે અને તમે તેનો મૃતદેહ લઈ જાઓ.

અલ્બા મારુરી કોરોના શંકાસ્પદ હોવાથી હોસ્પિટલના કર્મચારીઓએ તેના પરિવારને શરીરથી અંતર રાખવા સૂચના આપી હતી નહીં તો આખું કુટુંબ કોરોનાની ઝપેટમાં આવી જશે. જેથી આલ્બાના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફની વાત માની અને કાળજીપૂર્વક મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો..જોકે, સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે થોડા સમય બાદ ઓરાને હોસ્પિટલમાંથી ફોન આવ્યો.

તેમને કહેવામાં આવ્યું કે, આલ્બા મારુરી તેમની સાથે વાત કરવા માંગે છે. પહેલા તો તેમને લાગ્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યુ છે. પહેલા તેણીએ વાત પર વિશ્વાસ ન કર્યો. પછી જ્યારે આલ્બાના જીવીત હોવાના સમાચાર મળ્યા ત્યારે તે ચોંકી ગઈ..

ટેલિફોનિક વાતચીતના કલાકો બાદ એક એમ્બુલન્સ ઓરા મારુરીના ઘરે આવી, એમ્બુલન્સમાં ડોક્ટરની સાથે હોસ્પિટલ સ્ટાફ તો હતો જ પરંતુ આલ્બા પણ હાજર હતી. હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે આલ્બાના પરિવારની માફી માંગી અને કહ્યું કે ગેરસમજને લીધે તેણે આલ્બાના પરિવારને બીજા કોઈનો મૃતદેહ આપ્યો હતો.

તો ઓરાનું કહેવું છે કે આ ઘટના પછી તેને ઉંઘ આવી નથી. તેઓ નથી જાણતા કે તેઓએ કોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો. હાડકાં પણ ઘરમાં રાખવામાં આવ્યાં છે.. બીજી તરફ, એબલ ગિલબર્ટ પોન્ટન હોસ્પિટલે તેની બેદરકારી માટે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી..

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અજબ ગજબ

આવા હોવા જોઈએ સરકારી શિક્ષક…બાળકો માટે ઘરની દીવાલો પર બનાવી દીધા બ્લેકબોર્ડ

Published

on

કોરોના મહામારીના કારણે હજી પણ ઘણા રાજ્યોમાં શાળાઓ શરુ કરવામાં આવી નથી. ત્યારે ઝારખંડના દુમકા જિલ્લાના જડમુંડી ગામના એક શિક્ષકની ખૂબ જ પ્રસંશા થઈ રહી છે. જડમુંડીના ડુમરથાર ગામના સરકારી સ્કૂલના શિક્ષકે કોરોનાકાળમાં પણ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તેમના ઘરે જ અભ્યાસની વ્યવસ્થા કરી હતી.

સપન કુમાર નામના આ સરકારી શાળાના શિક્ષકે ગામમાં બાળકોના ઘરની દીવાલ પર બ્લેકબોર્ડ બનાવી દીધા હતા અને ત્યાં જ બાળકોને અભ્યાસ આપવાનુ શરુ કરી દીધુ હતું. ડુમરથાર ગામના આ શિક્ષકની પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. સાથે જ શિક્ષકે જે બ્લેકબોર્ડ એ રીતે તૈયાર કર્યા છે કે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહે તેથી બે બ્લેકબોર્ડ વચ્ચે અંતર પણ રાખ્યુ છે. સાથે જ માસ્ક પહેરવાના નિયમનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દુમકાના કલેક્ટરે જ્યારે શિક્ષાના આ અનોખા પ્રયોગની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તો નીતિ આયોગે પણ આ પહેલની પ્રશંસા કરી. નીતિ આયોગે આ તસવીરોને રી ટ્વિટ કરી શિક્ષકના ધગશની પ્રશંસા કરી હતી. મહત્વનું છે કે, કોરોના મહામારીના કારણે બાળકો માટે સ્કૂલે જવુ મુશ્કેલ છે. તેવી સ્થિતિમાં ડુમરથારના શિક્ષક સપન કુમારના આ પ્રયાસથી ત્યાંના બાળકો અભ્યાસથી વંચિત નથી. ઝારખંડમાં સ્કૂલની શિક્ષાને લઈને આ પ્રયોગ પ્રથમવાર થયો છે. ત્યારે શૈક્ષણિક રીતે પછાત મનાતા ઝારખંડમાં સ્કૂલી શિક્ષાને લઈ કરવામાં આવેલ આ પ્રયોગ નવી પ્રેરણા આપે તેવો છે.

Continue Reading

અજબ ગજબ

આવતીકાલે અંતરિક્ષમાં જોવા મળશે અનોખી આતશબાજી,દૂરબીનની મદદથી જોઇ શકાયે આ રહસ્યમય ઘટના

Published

on

અંતરિક્ષ એક રહસ્યમય જગ્યા છે, એ સાચું છે કે અહીંથી તમને આવનારા ગણતરીના કલાકોમાં એક ખાસ પ્રકારની સુંદર અને અનોખી આતશબાજી જોવા મળશે.

આ દ્શ્ય સુંદર હશે. આકાશમાં ચમકતા ધૂમકેતુ ધરતીની પાસેથી નીકળશે અને સાથે જ તમે તેને દૂરબીનની મદદથી ખુલ્લી આંખે જોઈ શકશો.

આવું મે મહિનામાં બે વાર થવાનું છે. એક 13 મેના રોજ એટલે કે આવતીકાલે. પૃથ્વીથી લગભગ 8.33 કરોડ કિલોમીટર દૂરથી પસાર કરશે. તેનું નામ કોમેટ સ્વાન Comet SWAN છે, હાલમાં તે પૃથ્વીથી લગભગ 850 મિલિયન કિલોમીટર દૂર છે. ખૂબ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યું છે. આ પછી, 23 મેના રોજ, ધૂમકેતુ એટલાસ Comet ATLAS પૃથ્વીની પાસેથી પસાર થશે.

ધૂમકેતુ સ્વાન ફક્ત તે લોકોને જ દેખાશે જેઓ વિષુવવૃત્તની લાઇનની દક્ષિણમાં રહે છે. દુ: ખની વાત એ છે કે ભારત વિષુવવૃત્તરની દિશામાં ઉત્તર છે, તેથી અહીંના લોકો આ ધૂમકેતુઓને ખુલ્લી આંખોથી જોશે નહીં. ભારતના લોકો તેને દૂરબીનથી જોઈ શકે છે. આ પાઈસેજ કોન્સ્ટીલેશનની જેમ ઝડપથી આવી રહ્યો છે. આ લીલા રંગમાં ઝડપથી ચમકતો દેખાશે.

Continue Reading

અજબ ગજબ

લો બોલો…આ દેશમાં બકરી અને ફળને પણ થયો કોરોના !

Published

on

પૂર્વ આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક બકરી અને ખાસ પ્રકારના ફળનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલે રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ ચીન દ્વારા આપવામાં આવેલ ટેસ્ટ કિટ પર સવાલ ઉઠાવ્યા છે.

હકીકતમાં તાન્ઝાનિયામાં એક બકરી અને એક ખાસ પ્રકારના ફળ પોપોમાં કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. જે બાદ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ ચાઈનીઝ ટેસ્ટિંટ કિટ બેકાર છે, તેની તપાસ થવી જોઈએ.

રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ જણાવ્યું હતું કે, વિદેશથી કોરોના વાયરસની ટેસ્ટ કિટ આવી છે જેમાં ખામી છે. તેમણે જણાવ્યું કે, આવું કેવી રીતે બની શકે કે પોપો ફળ અને બકરી પણ કોરોના પોઝિટિવ થઈ ગયા.

રાષ્ટ્રપતિ માગુફુલીએ આ અંગે સેનાને જણાવ્યું છે કે, ટેસ્ટ કિટની તપાસ કરાવવામાં આવે, કેમકે તપાસ કરનારા લોકોએ માણસો સિવાય અન્ય પ્રજાતિઓના પણ સેમ્પલ જમા કર્યા હતા. બકરી, પોપો ફળ અને ઘેટાંમાંથી પણ કોરોના વાયરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સેમ્પલને તપાસ તંજાનિયાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. અહિંયા બકરી અને ફળના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને લઈને દેશમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યાંજ વિપક્ષે સરકાર પર કોરોના વાયરસ સંક્રમણના કે છૂપાવવાનો આક્ષેપ કર્યો છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending