શિઘ્ર ફળ આપે છે ગણેશજીના આ મંત્રો, થશે તમામ વિધ્ન દુર

Ganesh-Ji

ગણપતિ પૂજા વિશેષ છે અને તેમાં ખાસ ગણેશજીની આરાધનાથી અર્થ, વિદ્યા, બુદ્ધિ, વિવેક, યશ, પ્રસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ગણેશજીના આ મંત્રો પણ એટલા જ ચમત્કારી છે. ગણેશજીના મંત્રોનો રોજ જાપ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા, સંકટ કે પછી ધનનો અભાવ આ તમામ દુર થઈ જાય છે. ગણેશ ચતુર્થી પર આ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાની તમામ વિધ્નને દુર કરી શકશો.
ગણેશજીના મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો જાણો કયા છે આ મંત્રો.

Ganesh

૧. ॐ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભુ, નિર્વિધ્નં કુરુમે દેવ સર્વ કાર્યેશુ સર્વદા

2. ગણપતિજીનો બીજ મંત્ર ‘ॐ ગં ગણપતયે નમ:’નો જાપ કરવાથી થશે તમામ મનોકામના પૂર્ણ થાય છે.

3. આળસ, નિરાશા, ક્લેશ, વિધ્નને દુર કરવા માટે વિધ્નરાજ રૂપની આરાધના કરવી જોઈએ.
ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ:

૪. જે માણસનો તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ નથી હોતો, અને આવી વ્યક્તિઓ અનેક વિધ કામનાઓથી હંમેશા ઘેરાયેલી રહે છે. તેમને નીચે આપેલા મંત્રનો જાપ કરવાથી દરેક કામના પૂર્ણ થાય છે.
ॐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા

૫. વિધ્નને દુર કરવા માટે તેમજ ધન અને આત્મબળ વધારવા માટે હેરમ્બ ગણપતિના મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.
ॐ ગં નમ:

૬. ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્રનો જાપ કરવાથી લગ્નમાં જીવનમાં નડતર રૂપ સમસ્યાઓને દુર કરવા માટે આ એક લાભકારી મંત્ર છે. તેમજ યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે.
ॐ વક્રતુળ્ડૈક દંષ્ટ્રાય ક્લીં હ્રીં શ્રીં ગં ગણપતે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

૭. લક્ષ્મી વિનાયક મંત્રનો જાપ કરવાથી રોજગાર પ્રાપ્તિ અને આર્થિક વૃદ્ધિની થાય છે.
ॐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

આ મંત્ર ઉપરાંત ગણપતિ ચાલીસા, સંકટમોચન ગણેશ સ્તોત્ર, ગણેશકવચ, સંતાન ગણપતિ સ્તોત્ર, ઋણહર્તા ગણેશ સ્તોત્ર, ગણેશકવચનો પાઠ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *