ટીવી જગતમાં કોરોનાનો પગપેસારો,પાર્થ સમથાન બાદ ટીવી જગતની આ એક્ટ્રેસનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ

દેશમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બોલિવુડની સાથે ટેલિવિઝન ના એક્ટર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.પાર્થ સમથાન પછી ટીવી સિરિયલ ખિચડીમાં ચક્કીના પાત્ર દ્વારા પ્રખ્યાત થયેલી ઋચા ભદ્રા કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ઋચા ભદ્રાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સને આ બાબતે જાણકારી આપી છે.ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને કહ્યું કે, તેનો COVID-19 નો ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે, અને બીએમસીએ તેને પોઝિટિવ હોવાની માહિતી આપી છે.

તેમણે ઇન્સ્ટા પર પોતાની તસવીર શેર કરીને લખ્યુ છે કે તે કોરોના પોઝીટીવ છે અને હોમ કોરંટાઇન છે. બીએમસીને આ બાબતે જાણકારી આપી દેવામાં આવી છે. છેલ્લા થોડા દિવસમાં મારી સાથે સંપર્કમાં આવેલા લોકો પણ પોતાનો ટેસ્ટ કરાવી લે તેવું સલાહ. મારા માટે પ્રાર્થના કરજો અને બધા પોતાનું ધ્યાન રાખજો.

 

સિનેમા જગતમાં અમિતાભ બચ્ચનથી લઈને નાના એક્ટરો સુધી કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રોજેરોજ કોઈને કોઈ કલાકાર કોરોના વાયરસનો શિકાર થઈ રહ્યાં છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ટીવી એક્ટ્રેસ રુચા ભદ્રા કોરોના પોઝિટિવ દર્દી બની છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આ માહિતી લોકોને આપી છે.

તેણે વધુમાં જણાવ્યું કે તે હાલમાં જ ઉત્તર પ્રદેશથી પરત ફરી છે, તેના પતિ ઉત્તર પ્રદેશમાં રહે છે અને થોડા દિવસથી તેની સુંઘવાની ક્ષમતા જતી રહી હતી. તે જમવાની કે પરફ્યુમની કોઇ પણ વસ્તુની સુગંધ લઇ શકતી નહોતી.

 

તેમની માતાને પૂછ્યા કરતી હતી કે આ જમવાનું ટેસ્ટલેસ કેમ છે, સાથે કફ અને શરદી પણ હતી જેના કારણે તેને થયુ કે કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ અને તે બાદ તેણે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હતો.

તમને જણાવી દઇએ કે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કોરોનાએ પગપેસારો કર્યો અને અમિતાભ બચ્ચન, એશ્વર્યા બચ્ચન, આરાધ્યા બચ્ચન અને અભિષેક બચ્ચનને ઝપેટમાં લઇ લીધા હતા. જે હવે નેગેટીવ થઇ ચૂક્યા છે.

કસૌટી..માં લીડ ભૂમિકા નિભાવનાર પાર્થ સમથાન પણ કોરોના પોઝીટીવ થતા શૉનું શૂટિંગ થોડા દિવસ પહેલા બંધ કરી દેવામાં આવ્યું હતું.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *