શ્રી ગણેશની પૂજામાં ભૂલથી પણ ના કરતા આ ભૂલ…ગણેશ ચતુર્થીના દિવસે ચન્દ્ર દર્શન ન કરવું

Lalbagcha-Raja

ગણેશ ચતુર્થીના પર્વનો પ્રારંભ થઇ ગયો છે અને દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ચાલી રહી છે. તેમજ ગણેશ ચતુર્થી નો મહિમા કઈક અનેરો જ છે. જો તમે પણ ઘરમાં ગણપતિ બેસાડતા હોય તો તમારે પૂજાવિધિમાં કાળજી રાખવી પડશે. કેમકે ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ. ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવાય છે. ભગવાન ગણેશજી નો જન્મ ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષમાં થયું હતું. પણ માન્યતા છે કે આ સમયે અમુક કામ નહી કરવું જોઈએ. જો આ કામ કર્યું તો પરિણામ બહુ વિપરીત આવી શકે છે.

Ganesh-Ji

આ કામ ન કરવા જોઈએ:

  1. ગણેશજીની ઉભી મૂર્તિની પૂજા કયારે નહી કરવી જોઈએ.
  2. ગણપતિની મૂર્તિમાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ. જમણી તરફની સૂંઢવાળા ગણેશ જીદ્દી હોય છે. તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે.
  3. ગણેશજીના પીઠના દર્શન ન કરવા જોઈએ. ગણેશજીની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે.
  4. ગણેશની મૂર્તિને બજોટ કે આસન વગર ન મૂકવી
  5. સવારનો સમય શ્રીગણેશ ની પૂજા માટે શ્રેષ્ઠ છે , પણ સવારે , બપોરે અને સાંજે ત્રણે સમયે જ ગણેશજી ની  પૂજા કરો.
  6. જે સ્થાન પર ગણેશ સ્થાપના કરી હોય ત્યાં પિતૃના ફોટા પાસે ન હોવા જોઈએ.
  7. તુલસી દળ શ્રી ગણેશને ન ચઢાવું. તેમજ તુલસી માળાનો પ્રયોગ નહી કરવું જોઈએ.
  8. ગણેશજીની ત્રણ મૂર્તિ એક સાથે મૂકવી જોઈએ નહિ.
  9. ગણેશ પૂજાના જનેઉ ધારણ નહી કરવું જોઈએ. અને સફેદ ફૂલનો પ્રયોગ પણ નહી કરવું જોઈએ.
  10. સૌથી મહત્વની વાત ગણેશ ચતુર્થીના દિવસે ચન્દ્ર દર્શન ન કરવું જોઈએ. ચતુર્થીના દિવસે ચાંદને જોવાથી ખોટુ કલંક લાગશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *