આ છે સ્ટેટ્યુ ઓફ યુનિટીની અનોખું આકર્ષણ: અત્યાધુનિક ૨૫૦ ટેન્ટનું વિશાળ નગર

નર્મદાના કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રતિમાનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાત મુહૂર્ત 5 એપ્રિલ 1961ના દિવસે જવાહરલાલ નેહરુએ કર્યું હતું. પણ નર્મદા ડેમ બનાવાનું સપનું તો ગુજરાતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયુ હતું. આજે અમે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનેલી અત્યાધુનિક ટેન્ટ સીટીની તસ્વીરો બતાવીશું તો ચાલો જોઈએ શું ખાસ છે આ તસવીરોમાં.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નિર્માણાધિન ટેન્ટ સીટી દેશભરના સહેલાણીઓ માટે અનેરો લ્હાવો પૂરો પાડશે. આ સ્થળને વૈશ્વિક સ્તરે પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે અનેક નવતર આયામો ઊભા કરાયા છે. આ સ્થળની મુલાકાત લેનારા પ્રવાસીઓને કુદરતનું સાનિધ્ય મળી રહે અને પ્રવાસીઓને અહીં રોકાવાનું મન થાય તેવું વાતાવરણ સર્જાયું છે.

આ ટેન્ટ કાયમી હશે અને તેના માટે 100 વર્ષ જૂની કંપની અને રણોત્સવ માં ટેન્ટની સેવા આપતી કંપનીને કામ સોંપાયું છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ માટે ખાસ રજવાડી ટેન્ટ કે જે આધુનિક સુવિધા થી સજ્જ હશે તેવા ટેન્ટ પણ નિર્માણ કરાશે.

આ ટેન્ટ માં એસી ટેન્ટ, ડીલક્ષ સુપર ડીલક્ષ ટેન્ટ તેમજ આમ લોકો અને ખાસ લોકો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

અહિયાં જમવાની પણ વ્યવસ્થા સાથે પ્રવાસીઓ 3 દિવસ સતત રોકાય તેટલા આકર્ષણો પણ ઉભા કરાયા છે.

નર્મદા ડેમનાં તળાવ નં – 3 અને 4 ના કિનારે કાયમી ટેન્ટ સીટી નર્મદા ઉભી કરાઈ છે જેમાં કુલ મળીને 250 ટેન્ટ ઉભા કરાયા છે તો જ્યા આરામ થી લઈને ખાસ સુધી તમામને ધ્યાને લઈને ટેન્ટ બનાવી દેવાયા છે.

પ્રવાસીઓને ટેન્ટ સીટી જવા -આવવાની વ્યવસ્થા તથા સ્થાનિક ફરવાલાયક સ્થળોની મુલાકાત જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

બે લાખ ચો. મી.નો વિસ્તાર સંપૂર્ણતયા સ્વચ્છ રહે તે માટે ૧૦૦ કામદારોની પણ નીમવામાં આવશે.

નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં ૭૦ હજાર ચો.મી. વિસ્તારમાં ૨૫૦ ટેન્ટનું વિશાળ નગર નિર્માણ કરાયુ છે જેમાં ૭૫ A/c ટેન્ટ, ૭૫ ડિલક્સ ટેન્ટ અને ૭૫ Non A/c ટેન્ટની સુવિધા ઉભી કરાઇ રહી છે.

સ્ટેચ્યુના 2000 મીટરમાં વનવિભાગ દ્વારા વેલી ઓફ ફ્લાવર બનાવવામાં આવી છે જેમાં બારેમાસ ફૂલ આપતા છોડ ઉગાડવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અને આ તસ્વીર  વેલી ઓફ ફ્લાવર જગ્યાની છે તેને જોતા જ ખ્યાલ આવે છે કે તે કેટલું ભવ્ય હશે.

હરિત ઊર્જા સાથે આખું ટેન્ટ સીટી ઝળહળે તે માટે ૨૫૦ કિલોવોટ સૂર્ય ઊર્જા ઉત્પન્ન કરતી તરતી સૌર પેનલો સ્થાપિત છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નામે ઓળખ પામેલ સરદાર પટેલની આ પ્રતિમાને લઇ કેટલીય ચર્ચાઓ ભૂતકાળમાં બની છે. અનેક લોકોની નજર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર છે ત્યારે 31 ઓક્ટોબરના રોજ આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *