Connect with us

ફેશન

શું તમારી હાઈટ ઓછી છે તો ચિંતા કરવાની જરૂર નથી.. આ ફેશન ટીપ્સ થઈ શકે છે તમને ઉપયોગી..

Published

on

ઊંચી વ્યક્તિની એક આગવી પ્રતિભા પડે છે પણ બધાને ઊંચાઈ નસીબમાં હોતી નથી. માતા પિતાએ વારસામાં આપેલી ઊંચાઈ જ તેમને પ્રાપ્ત થાય છે. માતા પિતામાંથી એકાદ પણ ઓછી ઊંચાઈ ધરાવતું હોય તો તમને નવાણું ટકા ઓછી ઊંચાઈ જ મળશે. બંને ઊંચા હોય તો નક્કી તમે ઊંચા થવાના પણ તોય હાઈટ ઓછી હોય તો શું કરવું?


આપણે ત્યાં છોકરીઓની સરેરાશ ઊંચાઈ ૫ ફૂટ ગણાય છે. આમ છતાં જે લોકો ઓછી ઊંચાઈના છે તેઓ પ્રયત્ન દ્વારા થોડા ઊંચા જરૃર દેખાઈ શકે છે.

વસ્ત્રોની પસંદગી


નીચી કે ઓછી ઊંચાઈની છોકરીઓ માટે વસ્ત્રોની પસંદગી બહુ ચોક્કસ જાણકારીથી કરવી જોઈએ. ઊંચાઈનો ભ્રમ ઊભો કરવા માટે કપડાની ડિઝાઈન એકદમ ઝીણી, નાની બોર્ડર, એકદમ નાના ડોટસ, એકદમ ઝીણી ચેક્સ, નાના પાલવવાળી સાડી, ઊંભી નાની પાતળી લાઈનની ડિઝાઈન, ઊભી લાઈન હોય તેવી ડિઝાઈન વ્યક્તિને ઊંચી બતાવવામાં ઘણી મદદ કરે છે.


નીચી હાઈટવાળી છોકરીઓને રંગોનું વિજ્ઞાન પણ એવું છે કે આખા શેડસ વધુ ઉઠાવ આપે છે. પ્રિન્ટ હોય કે પ્લેઈન ડિઝાઈન રંગો બહુ ‘ગોડી’ કે મલ્ટીકલર સારા નહીં લાગે. આછા સૌમ્ય રંગો વધુ સારા લાગે છે. સાડી પહેરતા હોતો કોન્ટ્રાસ્ટ કલરનો બ્લાઉઝ પસંદ કરવાને બદલે એક જ રંગનો બ્લાઉઝ ઉંચાઈ દેખાડશે. સલવાર કમીઝ ચૂડીદાર વગેરે એક જ રંગના પસંદ કરવા, સ્કર્ટ પાતળી પ્લીટ્સવાળની લેન્થના (ઘૂંટણ સુધીના) પહેરવાં.


ડ્રેસીઝની સિલાઈમાં ગજવા, ફિલ, ઝૂલ, લેસ, મોટી એમ્બ્રોઈડરી ઓછી રાખવી. અને બને ત્યાં સુધી સીમ્પલ સેટિંગ રાખવું જેનાથી હાઈટ ઊંચી લાગે છે.. ”વી ” નેકના ગળા સ્ટેન્ડપટ્ટી નીચી હાઈટવાળી છોકરીઓને ખુબ જ સારા લાગે છે .કાપડની પસંદગી કરતી વખતે પણ ધ્યાન રાખવું કે વધુ ફુલેલા જાડા કે સ્ટાર્ચવાળા કાપડને બદલે પાતળા પણ પારદર્શક નહીં એવું કાપડ સિલેક્ટ કરવું.. આ રીતે કપડાંની યોગ્ય પસંદગીથી એકાદ ઈંચ જેટલી ઊંચાઈ વધુ દેખાય છે.

પોશ્ચર


ઊંચાઈમાં પોશ્ચરનું આગવું પ્રદાન છે. ટટ્ટાર, મસ્તક, સમાન્તર ખભા, ખેંચેલી છાતી દબાયેલું પેટ, હિપ્સને આપોઆપ બહાર લાવશે અને સુંદર પોશ્ચર સર્જશે જેના કારણે એકથી બે ઈંચની ઊંચાઈ વધુ દેખાશે.પોશ્ચરને સુંદર બનાવવા માટે ઊંડે શ્વાસ લેવાની આદત તેમ જ પોશ્ચરની કેટલીક કસરત નિયમિત કરવાથી થોડા સમયમાં આપોઆપ તે સુધરી જાય છે. બેસતા ઊઠતાં, ચાલતા, પ્રત્યેક પ્રવૃત્તિમાં પોશ્ચરની સભાનતા જાળવવી જરૃરી છે.

નીચી વ્યક્તિને પહોળાઈ ઓછી હોય તો તે ઉંચાઈ આપે છે તેથી વજન વધુ હોય તો થોડી સ્લીમ બોડી કરવાની જરૃર છે. વધુ વજન હોય તો તે ઘટાડવાની તથા ચરબી જે ભાગમાં હોય તે ઓછી કરવાથી ઘણો ફાયદો થાય છે.

હેરસ્ટાઈલ


હેરસ્ટાઈલથી છોકરીઓની ટોટલ પર્સનાલિટી બદલાઈ શકે છે. નીચી છોકરીઓ મોટા ભાગે ગોળમટોળ ચહેરાવાળી હોય છે. તેથી કપાળ નાનું કે ગરદન ટૂંકી હોય ત્યારે વાળને એ રીતે ઓળવા જો કે જેનાથી ચહેરાના આકાળ ગોળમાંથી લંબગોળ બતાવી શકાય.


આ માટે વાળમાં પાંથી ન પાડવી અને ઊભું માથું પણ ઊંચાઈ આપે તેવું ઓળવું. થોડું બેક કોમ્બીંગ કરી વાળ ઊંચા લઈ શકાય. ઉપર રહે તેવી વાળની ઊંચી સ્ટાઈલ, કોરા વાળ અને વાળ કાપેલા હોય તો શોલ્ડર કટ કરેલા વધુ સારા લાગે છે. આનાથી અર્ધા ઈંચથી એક ઈંચ જેટલી ઊંચાઈ વધુ દેખાય છે.

પગરખાં


ઊંચા દેખાવા માટે અતિશય ઊંચી એડીના પગરખાં પહેરવાની જરૃર નથી, એક કે દોઢ ઈંચ ચાલશે અને તે એક ‘ગ્રેઈસફૂલ’ ચાલ આપશે. આ સાથે ઓછો મેકઅપ, સ્મિતભર્યો ચહેરો અને આત્મવિશ્વાસ સાથેની વાતચીત તમારા નીચા કદને જરૃર એક નવીન ઊંચાઈ આપશે!

ફેશન

આ છે પાર્ટીવેર સ્ટાઇલ માટે પર્ફેક્ટ શર્ટ ડ્રેસ: જાણો તેની ટીપ્સ વિષે

Published

on

Here's the perfect shirt dress for partywear styling: Learn about her tips

સ્ટાઇલિંગની વાત આવે ત્યારે દરેક પ્રકારના વાઇટ અને શૉર્ટ ડ્રેસિસની બોલબાલા હોય છે. એક આવી જ સમર સ્ટાઇલ એટલે વાઇટ શર્ટ્સ. વાઇટ શર્ટ ખૂબ વર્સટાઇલ છે.તેને  કૅઝ્યુઅલથી લઈને ફૉર્મલ અને હવે તો લેહંગા પર પાર્ટીવેઅરમાં પણ વાઇટ શર્ટ માનુનીઓ પહેરતી થઈ છે. હાલમાં વાઇટ શર્ટની ડિમાન્ડ છે ડ્રેસિસમાં. ગોઠણથી થોડી ઓછી લંબાઈનાં અને લૂઝ એવાં વાઇટ શર્ટ આજકાલ ડ્રેસિસ તરીકે ખૂબ ચાલી રહ્યાં છે.

Here's the perfect shirt dress for partywear styling: Learn about her tips

વાઇટ ડ્રેસ પહેરવા માટે કોઈ પર્ટિક્યુલર બૉડી ટાઇપને ધ્યાનમાં રાખવાની જરૂર નથી.‘શર્ટ ડ્રેસનો કોઈ શેપ નથી હોતો અને ન તો એ બૉડી ફિટ છે એટલે કોઈ પણ એ પહેરી શકે છે. જોકે એ છેવટે એક લાંબું ઓવરસાઇઝ્ડ શર્ટ છે એટલે સ્ત્રીઓ એ પહેરતાં અચકાય છે. શર્ટ ડ્રેસને કૅઝ્યુઅલ કે પાર્ટીવેઅર બન્ને રીતે પહેરી શકાય. પાર્ટી અટેન્ડ કરતા હો ત્યારે શર્ટ ડ્રેસ સાથે હાઈ હીલ્સ કે પછી બૂટ્સ પહેરી શકાય. મલાઇકા અરોરા જેવી સ્ટાઇલ કરવી હોય તો ડ્રામેટિક લુક માટે શર્ટ ડ્રેસ પર એક વેસ્ટકોટ કે ટાઇ પણ પહેરી શકાય. શર્ટ ડ્રેસને કૅઝ્યુઅલી સ્ટાઇલ કરવા માટે શર્ટ સાથે એક જાડો બેલ્ટ પહેરી શકાય. કે પછી આજકાલ જેનો ટ્રેન્ડ છે એવી બેલ્ટ બૅગ પણ સારી લાગશે. ડ્રેસ વાઇટ છે એટલે એની સાથે જે એલિમેન્ટ ઍડ કરો એ કૉન્ટ્રાસ્ટ હોવો જોઈએ.’

Here's the perfect shirt dress for partywear styling: Learn about her tips

શર્ટ ડ્રેસ પહેરવો હોય પણ પગ ખુલ્લા રાખવાનો કૉન્ફિડન્સ ન હોય ‘તો  તમારી હાઇટ હોય તો શર્ટ ડ્રેસની લેંગ્થ ટૂંકી લાગે છે. અહીં બધા પાસે મલાઇકા અરોરા જેવો કૉન્ફિડન્સ ન હોય ત્યારે શર્ટ ડ્રેસિસ લેગિંગ્સ કે સ્કિની જીન્સ સાથે પણ પહેરી શકાય. એ સિવાય ડ્રેસ પર ડેનિમનું જૅકેટ પણ સારું લાગે છે .’આ રીતે પહેરેલો શર્ટ ડ્રેસ એક ટ્યુનિક જેવો લુક આપશે. શર્ટ ડ્રેસમાં પ્રિન્ટ્સ અને પૅટર્ન્સ |  વાઇટ શર્ટ ડ્રેસ ઇન ટ્રેન્ડ છે પણ એ સિવાય ચેકર્ડ પૅટર્ન પણ સારી લાગશે. વાઇટ શર્ટમાં પણ પેઇન્ટિંગ જેવી ડિજિટલ પ્રિન્ટ પહેરી શકાય.

Here's the perfect shirt dress for partywear styling: Learn about her tips

એ સિવાય હેમલાઇન હાઈ-લો કે ઍસિમેટ્રિકલ હોય એવા શર્ટ ડ્રેસ પણ સારા લાગશે. નેકલાઇન ફેમિનાઇન લાગે એવી પસંદ કરવી. સ્લીવ્ઝમાં બેલ સ્લીવ્ઝ કે ફ્રિલ્ડ લાંબી સ્લીવ્ઝ સ્ટાઇલિશ લાગશે. કૅઝ્યુઅલ અને ક્લાસી એવા આ બટનડાઉન કહી શકાય એવા મલાઇકા અરોરાના લુકમાં આઉટફિટ દેખાય શર્ટ જેવું છે, જ્યારે એને પહેરવાનું ડ્રેસની જેમ છે. યોગ્ય રીતે ઍક્સેસરીઝ, શૂઝ અને બૅગ મૅચ કરશો તો એ ચોક્કસ સ્ટાઇલિશ લાગશે.

Continue Reading

ફેશન

ગુજરાતની પરંપરાગત ફેશનને મળ્યો છે સમકાલીન વળાંક

Published

on

Gujarat's traditional fashion has taken a contemporary turn

જ્યારે ગુજરાતના પરંપરાગત કાપડની વાત આવે છે, ત્યારે તેનું વલણ મન મોહી લે છે.ગુજરાતના પરંપરાગત કાપડનો ઈતિહાસ ફેશન પ્રયોગોથી ભરપૂર છે પછી ભલે તે ડબલ ઈકત  પર અટપટી વિગતો અને ડિઝાઈન સાથે ઝીણવટપૂર્વક ગૂંથેલા પટોળા હોય, કચ્છની હસ્તકલા કામની વિવિધ રચનાઓ અને પેટર્ન હજારોથી વધુ શબ્દો બોલે છે. ભરતકામ માટે વપરાતા રંગબેરંગી દોરા અને અસંખ્ય અરીસાઓ, અથવા બાંધણીની અદ્ભુત રીતે સારી રીતે અમલમાં મુકવામાં આવેલી ટાઈ અને ડાઈ ડિઝાઇન જે વ્યક્તિના કપડાનો અભિન્ન ભાગ બની ગઈ છે. કચ્છ તેના  કપડાં તેની પેટર્ન અને ડિઝાઈન માટે જાણીતું  છે. જેની ડિઝાઇન અને કલા કોઈ અવગણી ના શકે અને તે ફક્ત કપડા પૂરતું મર્યાદિત નથી. તમે કચ્છી હસ્તકલાનો દરેક ભાગ  જીવી શકો છો અને તેની  જોડે તમારી મનપસંદ એક્સેસરીઝ પણ પસંદ કરી શકો છો.

Gujarat's traditional fashion has taken a contemporary turn

કચ્છી વર્કના જેકેટ્સ, શાલ જેવા જ એમ્બ્રોઇડરી વર્ક સાથે, નામના મોદી જેકેટને મળતા આવે છે. જો કે, તેમ છતાં, તેઓ પુરુષોના કપડા માટે સ્ટાઇલિશ વિકલ્પ રજૂ કરે છે. લાંબા કુર્તા સાથે જોડાયેલા, આ જેકેટ્સ  પરંપરા સાથે એકરૂપ થવા દે છે. કચ્છ અને બાંધણીના ભારત વર્કવાળા જેકેટ્સ એક શાનદાર ફેશન સ્ટેટમેન્ટ બનાવે છે. જ્યારે તમે સાદા કુર્તા પર કચ્છી જેકેટ પહેરો છો ત્યારે અનૌપચારિક કપડાંને ઔપચારિક સ્પર્શ મળે છે.

Gujarat's traditional fashion has taken a contemporary turn

વિશિષ્ટ ફેશનિસ્ટા માટે ભેટમાં પટોળા હવે સાડીઓ સુધી મર્યાદિત નથી, અને તેને હસ્તકલામાં એક નવો સાથી મળ્યો છે જે તેને વધુ યોગ્ય બનાવે છે.  બાંધણીના ટાઈ એન્ડ ડાઈના અજાયબી અનેક સ્વરૂપો  છે. તમે બાંધણી, દુપટ્ટા પર, કુર્તીઓ પર, અથવા તો પુરૂષોના છીણીવાળા બોડ્સને શણગારતી ક્યાં જોતા નથી? બંધાણી એ  સરળ અને સૂક્ષ્મ હોવા  છતાં સ્ટાઇલિશ લાગે છે.”

Gujarat's traditional fashion has taken a contemporary turn

હમ દિલ દે હુકે સનમમાં જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચને તેને ફ્લોન્ટ કરી અને રામ-લીલાના લહુ મુંહ લગ ગયા ગીતમાં દીપિકા પાદુકોણે બંધની દુપટ્ટા બતાવ્યા ત્યારે બાંધણીએ લાઈમલાઈટ મેળવી હતી. બાંધણી હંમેશા બદલાતા ફેશન વલણો સાથે પોતાને સુમેળમાં રાખવામાં સફળ રહી.

 

Continue Reading

ફેશન

સૂટ જેકેટની સ્લીવમાં શા માટે હોય છે 3 બટન? આ રહ્યું તેનું સિક્રેટ

Published

on

Why does a suit jacket have 3 buttons in the sleeve? This is the secret

સમગ્ર વિશ્વમાં લોકો કોઈપણ ખાસ પ્રસંગે સૂટ (Suit) પહેરે છે. લગ્ન, પાર્ટી, ફંક્શન વગેરેમાં તમે ઘણીવાર છોકરાઓને સૂટમાં જોશો. પરંતુ દરેક પોશાકમાં એક વસ્તુ સામાન્ય છે. સામાન્ય વાત એ છે કે સૂટની સ્લીવમાં તળિયે 3 બટન હોય છે. આજે અમે તમને જણાવીએ કે શું છે આ બટનની સ્ટોરી. સૂટની સ્લીવમાં 3 બટનો પાછળ 2 સિદ્ધાંતો છે. પ્રથમ સિદ્ધાંત સૈન્ય સાથે સંબંધિત છે. લશ્કરી સિદ્ધાંત મુજબ, લશ્કરી બ્લેઝર સૌપ્રથમ રાણી એલિઝાબેથ પ્રથમ અને નેપોલિયન જેવા શાહી વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

Why does a suit jacket have 3 buttons in the sleeve? This is the secret

બીજી થિયરી કહે છે કે તે દિવસોમાં કોર્ટ માત્ર યુનિફોર્મ તરીકે અથવા ડેટ પર જવા માટે પહેરવામાં આવતા નોહતા. તેના બદલે, પુરુષો દરેક પરિસ્થિતિમાં દરરોજ કોર્ટ પહેરતા હતા. આવી સ્થિતિમાં, ટાઈટ બાંયના કારણે, વ્યક્તિને ભારે કામ કરવા માટે કોર્ટમાં જવું પડતું હતું, જે તે દિવસોમાં અસભ્યતાનું પ્રતીક હતું. તેથી સ્લીવ પરના ત્રણેય બટન ખોલવાથી કોર્ટ પહેરીને પણ કામ કરવું સરળ બન્યું. કારણ કે તે સમયે સ્લીવમાં 3 બટન માત્ર દેખાડવા માટે જ નહોતા, પરંતુ તે ખોલી પણ શકાતા હતા.

Why does a suit jacket have 3 buttons in the sleeve? This is the secret
આજની ફેશનની દુનિયામાં તેને એક સ્ટાઈલ બનાવી દેવામાં આવી છે. અને ત્રણેય બટનો હજી પણ સૂટ જેકેટની સ્લીવ પર રહે છે. પહેલા સૂટ દરજીઓ સીવતા. પરંતુ હવે મોટી સંખ્યામાં સૂટ બનાવવા માટે આ 3 બટનો માટે કોઈ છિદ્ર નથી. તેના બદલે માત્ર શો માટે જ રાખવામાં આવે છે. આ સ્લીવ તૈયાર કરવામાં મહેનત ઘટાડે છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending