દૂધની જેમ ગૌરી છે બોલીવુડની આ 5 અભિનેત્રી, નંબર 4નું હતું અંડરવર્લ્ડ સાથે કનેક્શન

આપણા દેશમાં સફેદ રંગને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કદાચ એટલે જ બૉલીવુડમાં અભિનેત્રીઓ મોટેભાગે ગોરા રંગની હોય છે. બૉલીવુડમાં અભિનેત્રીઓની તંગી નથી અને દરેક અભિનેત્રી સુંદર હોય છે. પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમની સુંદરતાનો કોઈ જવાબ નથી અને તેઓ દૂધની જેમ સફેદ દેખાય છે. તો ચાલો આજે જોઈએ, આવી જ અભિનેત્રીઓને જે દુધ જેવી ગૌરી છે.

૧. કેટરિના કૈફ

કેટરિના એક વિદેશી અભિનેત્રી છે. બૉલીવુડમાં આવતા પહેલા કેટરિના ઇંગ્લેંડમાં રહેતી હતી, કદાચ આના કારણે તે બાકીની અભિનેત્રીઓ કરતાં વધારે ગોરી છે. કેટરિના કૈફે ઘણી મહેનત કરીને આજે બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે.

2. કરીના કપૂર

બૉલીવુડની બેબો એટલે કરિના કપૂર પણ અભિનયની સાથે-સાથે દેખાવમાં કોઈનાથી ઓછી નથી. તે કપૂર પરિવારની સૌથી ગોરી અભિનેત્રી છે. તેનો રંગ ખૂબ જ ગોરો છે. કરીનાએ લગ્ન કરી લીધા છે, પરંતુ આજે પણ તે ખૂબ જ હોટ લાગે છે. તેનો પુત્ર તૈમુર પણ એક વર્ષનો થઇ ગયો છે.

3. અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ શાહરૂખ ખાનની જોડે ‘રબને બનાદી જોડી’ ફિલ્મ ધ્વારા બૉલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તે આજે  બોલિવુડની સૌથી મોટી અભિનેત્રીઓમાં ગણાય છે. અનુષ્કાનો રંગ પણ ખૂબ જ ગોરો છે. અનુષ્કા શર્માની આવનારી હાઈ બજેટ ફિલ્મ ‘ઝીરો’ ટૂંક સમયમાં સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે.

૪. મોનિકા બેદી

મોનિકા આજકાલ ફિલ્મોમાં જોવા નથી મળતી પરંતુ 90 ના દાયકામાં ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે. મોનિકા બેદીને બોલિવુડની સૌથી વધુ ગોરી અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. જણાવી દઈએ કે કાગળ જેવી સફેદ દેખાતી અભિનેત્રી મોનિકા બેદીનું નામ અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે ચર્ચામાં હતું. અભિનેત્રી મોનિકા બેદી અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે ભાગી ગઈ હતી. જ્યારે અબુ સાલેમ પકડાયો હતો ત્યારે મોનિકા તેની સાથે હતી. મોનિકા બેદી પોતાની સજા કાપી ચુકી છે. તેને હવે ફિલ્મોમાં કામ મળતું નથી. પરંતુ તે નાના મોટા શો કરીને પોતાનું કામ ચલાવી લે છે.

૫. જેકલિન ફર્નાન્ડીઝ

શ્રીલંકાથી આવેલી અભિનેત્રી જેકલિન આજે ભારતમાં પોતાનો અડ્ડો જમાવી ચુકી છે. કાગળની જેમ સફેદ દેખાતી અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝને બોલીવુડની સૌથી વધુ ગોરી અભિનેત્રીઓમાંની એક છે. તેનું ફિગર ગણું બોલ્ડ છે અને તે મર્ડર ૨ જેવી ફિલ્મમાં બોલ્ડ ભૂમિકા ભજવી ચુકી છે. જેકલિન બોલીવુડના લગભગ દરેક મોટા હીરો સાથે કામ કરી ચુકી છે. બોલીવુડમાં જેકલિનનું કેરિયર બનાવવા માટે સલમાન ખાને ઘણી મદદ કરી છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *