આજથી સમગ્ર દેશમાં લાગુ થયું અનલોક-2,ખાસ જાણો આ મહત્વના ફેરફાર

કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ બધા વચ્ચે આજથી સમગ્ર દેશમાં અનલોક-2 લાગુ થઈ ગયું છે. ગાઈડલાઈન્સ મુજબ મેટ્રો, થિયેટરો, જીમ, સ્વિમિલ પૂલ, વગેરે 31 જુલાઈ સુધી બંધ રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઉડાણો ઉપર પણ રોક રહેશે. શાળા, કોલેજો અને કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ પણ 31 જુલાઈ સુધી ખુલશે નહીં. વધુ એક ફેરફાર બેંકિંગ નિયમો અને એલપીજીના ભાવ સંબંધે થયો છે.

 

આજથી તમામ બેંકના ખાતાધારકોને એટીએમથી કેશ ટ્રાન્ઝેક્શન કરવા પર કોઈ ખાસ પ્રકારની છૂટ મળશે નહીં. પહેલાના જેમ જ દર મહિને મેટ્રો શહેરોમાં આ અને નોન મેટ્રો શહેરોમાં 10 ટ્રાન્ઝેક્શન લોકો કરી શકશે. આ અગાઉ કોરોના વાયરસના કારણે લોકોને એટીએમમાંથી અમર્યાદિત ટ્રાન્ઝેક્શનની સુવિધા અપાઈ હતી.


ખાતાધારકોએ પોતાની બેંકોના નિયમો મુજબ દર મહિને બચત ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવું પડશે. મિનિમમ મંથલી બેલેન્સ મેન્ટેઈન કરવાની જરૂરિયાતને લોકડાઉન દરમિયાન બંધ કરાઈ હતી. મેટ્રો સિટી, શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં અલગ અલગ મિનિમમ બેલેન્સ ચાર્જ લાગતો હોય છે.

સૌથી મોટો ફટકો ગ્રાહકોને ખાતા પર મળનારા વ્યાજ પર પડ્યો છે. મોટાભાગની બેંકો બચતખાતા પર જમા રકમ પર મળતા વ્યાજમાં ઘટાડો કરશે. જ્યાં પંજાબ નેશનલ બેંકના ખાતાધારકોને મળનારા વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો થશે ત્યાં અન્ય સરકારી બેંકોમાં પણ વધુમાં વધુ 3.25 ટકા વ્યાજ મળશે.

આ સાથે જ આજથી અનેક બેંકોમાં ડોક્યુમેન્ટ જમા નહીં કરાવવા બદલ લોકોના ખાતા ફ્રીઝ થઈ જશે. બેંક ઓફ બરોડાની સાથે જ વિજયા બેંક અને દેના બેંકમાં પણ આ નિયમ લાગુ થયા છે. નોંધનીય છે કે વિજયા બેંક અને દેના બેંકનો બેંક ઓફ બરોડમાં વિલય થયો છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર અને હવાઈ ઈંધણની નવી કિંમતોની જાહેરાત કરે છે. છેલ્લા કેટલાક સમયથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બાજુ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી એવું લાગે છે કે લોકોને રસોઈની સાથે સાથે હવાઈ ભાડામાં પણ વધારો સહન કરવો પડશે.

અટલ પેન્શન યોજના (APY)માં 30 જૂન બાદ Auto debit ફરી શરૂ થઈ શકે છે. PFRDAના 11 એપ્રિલના સર્ક્યુલર મુજબ કોરોના મહામારીના કારણે આ સુવિધાને 30 જૂન સુધી રોકવામાં આવી હતી. આથી બેંકોએ અટલ પેન્શન યોજના દ્વારા ઓટો ડેબિટ રોક્યું હતું. 1 જુલાઈથી તે ફરીથી શરૂ થઈ શકે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *