દોસ્તી એક એવો સંબંધ છે જ્યાં ભગવાન પણ પૂર્ણવિરામ નથી મૂકી શકતા.. તો ચાલો જાણીએ મનભરીને મિત્રતાની વાતો..

કોઈ આપણને એ પૂછે કે દોસ્તી એટલે શું તો આપણે શું જવાબ આપીશું હા આપણે અઢળક જવાબ આપીશું કેમ કે દોસ્તીની ક્યારેય વ્યાખ્યા ન હોય.દોસ્તી તો જીવવાની હોય.. સાલું  સમજાતું નથી  કે જન્મદિવસ આપણો હોય ને ખુશ આપણો ભાઈબંધ હોય ત્યારે લાગી આવે કે આપણા માટે કોઈક તો છે જ.. મિત્ર એ જ જે ક્યારેય આપણને નામથી ન બોલાવે આપણે જયારે કોઈ તકલીફમાં હોય ત્યારે બાજુમાં આવીને ગંદી ગાળ બોલીને કહે ટોપા મૂંઝાઈશ નહી હું છું ને ત્યારે સાચી ખબર પડે છે કે મિત્રતા શું હોય છે…


દોસ્ત જ એ જેના વગર આપણને લેકચર ભરવો કંટાળાજનક લાગે એ આપણી સામે હોય ત્યાર્રે લડાઈ ઝઘડા થતા હોય છે પણ જયારે એ ન હોય ત્યારે એમના વગર ગમતું પણ નથી હોતું.કોઈપણ વાત હોય જ્યાં સુધી ભાઈબંધ સાથે શેર ન કરીએ ત્યાં સુધી આપણે મૂંઝાયેલા રહીયે છીએ નહી?જયારે આપણે ન હોઈએ ત્યારે આપણા માં બાપ ને આપણી ખોટ ન આવવા દે તે સાચો મિત્ર..

આપણા મરી ગયા પછી આપણા માં બાપની સાથે ઉભો રહે તે દોસ્ત. બાળપણમાં આખા ગામમાં મસ્તી કરતા કરતા ક્યારે સવારથી સાંજ પડી જાય છે તેની ખબર નથી હોતી કારણકે ત્યારે ભાઈબંધ જોડે હોય છે આપણી જરૂરત સમયે આપણી સાથે ઉભો હોય છે તેને  દોસ્ત કહેવાય છે, સાલું ત્યારે લાગી આવે છે કે જાણે દોસ્ત સ્વરૂપે ફરીશ્તાઓ આવ્યા છે.

દોસ્તીનો પ્રેમ જ કઇક અલગ હોય છે. જિંદગીમાં ઘણી વાર બધું જ મળી જાય છે, પણ એ નથી મળતું જેની સાથે બાળપણ વીતેલું હોય એ લંગોટિયા ભેરુ.ચાલને દોસ્ત આપણે ડીનર પર જઈએ જ્યાં માત્ર તું ને હું જ હોય બાકી બધું જ ક્ષણવાર માટે બધું જ ભૂલી જઈએ.ને એકબીજાના બાળપણ ની વાત મનભરીને કરી લઈએ. સાગરના કિનારે બેસીને  ખુબ બધું હસી લઈએ ને બહુ જ બધું રડી લઈએ.

 

મિત્રતાની બૂક દિલમાં ચોક્કસ હોય છે પણ તેનું લાસ્ટ પેજ ક્યારેય હોતું નથી.લોકો કહે છે શું તારી પાસે ને આપણે ગર્વથી કહી શકીએ કે દોસ્ત છે મારી પાસે ભલે મિત્રના સંબંધ લોહીના નથી પણ લાગણીના તો છે.

ભગવાનને પણ દોસ્ત ની જરૂર પડી હતી ત્યારે જ કદાચ સુદામાને જોઇને દ્વારકા વાળાએ દોટ મૂકી હશે.તો પછી આપણે તો માનવી છીએ.મિત્ર હોય જ છે નંગ જયારે કોઈ મુશ્કેલી જ ન આવવા દે તે દોસ્ત.સ્નેહ,સમર્પણની ભાવના હોય એ જ ખરો મિત્ર.

દુનિયા સૌથી જુનો અરીસો આપણો ભાઈબંધ હોય છે જેને તમામ કારનામાં આપણે જે બાળપણમાં કરેલ હોય છે તે યાદ હોય છે.જે અંધારામાંથી રોશની તરફ લઈ જાય તે પાત્ર એટલે ભાઈબંધ.થોડા ક્ષણ માટે નહી દોસ્તી આખી જિંદગી જોઈએ છે.રાશિમાં લખેલું હોય છે કે આજે તમને કઈક જુનો ખજાનો મળશે ને બસ તમને એ જ સમયે તમારો દોસ્ત આવીને ભેટી પડે.

એકવાર કેદ થયા પછી જેની જમાનત નથી તે મિત્ર. બસ ફરી એ જ તકદીર મળી જાય ને છેલ્લી બેંચ પર એ જ આપણા જીગરજાન મળી જાય તો કેવું સારું બને આપણો સાચો ખજાનો જ આપણા દોસ્તાર હોય છે..

 

આપણા દુખ નો અહેસાસ આપણા મિત્રને હોય છે કેમ કે દોસ્તી પ્યારથી પણ વધીને હોય છે  દોસ્ત ક્યારેય બેવફા નથી હોતા કેમ કે જેમ ગીતની જરૂર મહેફિલમાં પડે છે તેમ મિત્રની જરૂર હરપળ પડે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *