Connect with us

ગેજેટ

શું વાત કરો છો? માત્ર 8 હજારમાં જ મળે છે વોટરપ્રૂફ સ્માર્ટફોન

Published

on

What are you talking about Only 8 thousand waterproof smartphones are available

Hotwav W10 Rugged Smartphone મિલિટ્રી-ગ્રેડ ડ્યુરેબિલિટી અને વોટર-રેસિસ્ટન્ટ ડિઝાઈનની સાથે 24 જૂને લોન્ચ કરવામાં આવ્યો છે. જેની વિશેષતા 15,000mAhની બેટરી છે, જે અંગે દાવો કરવામાં આવે છે કે તેમાં 1200 કલાક સુધીનો સ્ટેન્ડબાય સમય છે. હેન્ડસેટનુ વેચાણ આજે એટલેકે 27 જૂનથી શરૂ થશે. Hotwav W10 27 જૂનથી AliExpress પર 99.99 ડૉલર (લગભગ 8000 રૂપિયા)માં 1 જુલાઈ સુધી ખરીદવા માટે તૈયાર થશે. પ્રારંભિક પ્રોમો બાદ તેની કિંમત 139 ડૉલર (લગભગ 11,000) સુધી વધી જશે. આ ગ્રે અને ઓરેન્જ કલરમાં આવ્યો છે.

What are you talking about Only 8 thousand waterproof smartphones are available

Hotwav W10માં એચડી+ રિઝોલ્યુશનની સાથે 6.53 ઈંચની ડિસ્પ્લે છે. Hotwav W10 એક Mediatek Helio A22 SoC દ્વારા સંચાલિત છે, જે 4GB રેમ અને 32GB ઑનબોર્ડ સ્ટોરેજની સાથે છે. આ સ્ટોરેજ એક્સપેન્શન માટે 512GB સુધીના માઈક્રોએસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે. ફોનમાં 13MPનો ડ્યુઅલ રિયર કેમેરો સેટઅપ અને ફ્રન્ટમાં 5MPનો સેલ્ફી શૂટર છે.

What are you talking about Only 8 thousand waterproof smartphones are available

Hotwav W10માં 15,000mAh ની બેટરી છે, જે અંગે દાવો કરવામાં આવ્યો છે કે આ 28 કલાકનો સીમલેસ વીડિયો પ્લેટાઈમ પ્રદાન કરે છે. બેટરી 18W વાયર્ડ ચાર્જિગ અને રિવર્સ ચાર્જિગને પણ સપોર્ટ કરે છે. આ મિલિટ્રી-ગ્રેડ ડ્યુરેબિલિટી પ્રદાન કરવા માટે MIL-STD810H પ્રમાણિત છે. હેન્ડસેટને વોટર-રેસિસ્ટન્ટ ડિઝાઈન માટે IP68 અને IP69K રેટેડ પણ આપવામાં આવ્યું છે. જેમાં ચાર  સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ GPS, GLONASS, Beidou અને Galileo નો સમાવેશ થાય છે. સુરક્ષા માટે સ્માર્ટફોનમાં બેક અને ફેસ અનલૉક ટેકનિક પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

ગેજેટ

સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ

Published

on

smart-raincourt-push-a-button-on-the-mobile-and-the-raincoat-will-be-worn

ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.

Smart Rain Coat For Monsoon Season

આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.

smart-raincourt-push-a-button-on-the-mobile-and-the-raincoat-will-be-worn

કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?

ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.

Continue Reading

ગેજેટ

વરસાદમાં સ્માર્ટફોન પલળી ગયો છે? તો ચિંતા છોડો આવીરીતે રાખો સુરક્ષિત

Published

on

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

જો તમે ચોમાસાની ઋતુમાં બહાર જતા હોવ તો ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને જો કાળજી લેવામાં નહીં આવે તો તમારા સ્માર્ટફોનના સેન્સિટિવ ભાગોમાં પાણી ક્યારે પ્રવેશી જશે તેની તમને ખબર પણ નહીં પડે.

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે જેનાથી વરસાદના સંપર્કમાં આવવાના કારણે તમારા સ્માર્ટફોનમાં પાણી જતુ રહ્યું છે. તો આજે અમે તમને એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે મિનિટોમાં સ્માર્ટફોનમાંથી વરસાદી પાણીને બહાર કાઢી શકો છો અને તે પણ કોઈ રિપેર શોપ પર ગયા વગર.

આ પદ્ધતિઓ છે ખૂબ અસરકારક 
જો સ્માર્ટફોનમાં થોડું પાણી ગયું હોય. તો તમે તેને થોડા સમય માટે એર કંડિશનર રૂમમાં મુકી શકો છો. AC રૂમનો ભેજ ખેંચે છે અને જે પાણી સ્માર્ટફોનમાં ગયું છે તે થોડી મિનિટોમાં બહાર નીકળી જાય છે.

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

ચોખાનો ઉપયોગ
કદાચ તમારામાંથી કેટલાક ચોખાના ઉપયોગ વિશે જાણતા જ હશે. જ્યારે સ્માર્ટફોનમાં પાણી જતું રહે છે ત્યારે તમારે તમારા સ્માર્ટફોનને ચોખાથી ભરેલી બરણીમાં લગભગ એક દિવસ સુધી રાખવો પડશે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો. આ ટ્રીકથી સ્માર્ટફોનમાં ગયેલું પાણી ઉડી જશે.

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

આ એપનો કરો ઉપયોગ 
જો તમારા સ્માર્ટફોનની અંદર પાણી જતું રહ્યું છે તો તમારે પ્લે સ્ટોર પરથી બ્લોઅર એપ ડાઉનલોડ કરવી પડશે. હકીકતમાં આ એપનો ઉપયોગ કરવાથી સ્માર્ટફોનમાંથી જોરથી અવાજ આવે છે અને સ્પીકરમાં ગયેલું પાણી આપોઆપ બહાર આવી જાય છે.

Smartphone soaked in rain? So stop worrying and stay safe like this

મોટાભાગના લોકો આ પદ્ધતિ વિશે જાણતા નથી. જો તમે આ પદ્ધતિ વિશે વધુ જાણતા નથી, તો તમે સ્માર્ટફોનમાં પાણી ભરાવવાના કિસ્સામાં આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો અને તમારા સ્માર્ટફોનને પાણીના નુકસાનથી બચાવી શકો છો જેથી તમને લાંબા સમય સુધી નુકસાન ન થાય.

તમારા સ્માર્ટફોનને આ રીતે વરસાદથી સુરક્ષિત રાખો

  • તમે ઝિપ લોક કવરનો ઉપયોગ કરીને સ્માર્ટફોનને પાણીથી બચાવી શકો છો.
  • સ્માર્ટફોનપર ખાસ લેમિનેશન દ્વારા તેને વોટરપ્રૂફ પણ રાખી શકાય છે.
  • આજકાલ બજારમાં ગ્લાસ કવર પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે સ્માર્ટફોનને વરસાદના પાણીથી બચાવે છે.
  • સિલિકોન કવર સ્માર્ટફોનના સંવેદનશીલ ભાગોને પાણીથી બચાવવામાં અસરકારક છે અને તે ખૂબ જ સસ્તા પણ છે.
  • આજકાલ માર્કેટમાં વોટરપ્રૂફ બેગ્સ પણ ઉપલબ્ધ છે જે આઉટિંગ દરમિયાન સ્માર્ટફોનને પાણીથી સુરક્ષિત રાખે છે.

Continue Reading

ગેજેટ

જો વરસદમાં કાર બંધ થઈ જાય તો આ ભૂલ ન કરતાં નહિતર આવશે લાખોનો ખર્ચ

Published

on

રાજ્યભરમાં પડી રહેલા વરસાદે લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. ઘણા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે તો ઘણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે લોકોએ પોતાના વાહનોની ચિંતા થઇ રહી છે કે જો તેમના વાહનમાં પાણી ઘુસી જશે તો શું થશે ત્યારે આજે આપણે આ વિશે ચર્ચા કરી લઈએ કે જો વાહનમાં પાણી જતું રહે તો શું કરવું જોઈએ અને કેવી રીત્તે આપણા વાહનોની આ વરસાદમાં કાળજી લઇ શકીએ.

If the car stops in the rain, don't make this mistake or it will cost millions

જયારે પણ ભરાયેલ વરસાદી પાણીમાંથી ગાડી કાઢવામાં આવે છે ત્યારે એર ફિલ્ટરમાં પાણી જવાથી ગાડી બંધ થઇ જતી હોય છે. ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં જયારે ગાડી કાઢતા હોય ત્યારે કાર ઓટોમેટિક હોય કે મેન્યુઅલ પહેલા કાર ધીમે કરવી જો કાર મેન્યુઅલ હોય તો પહેલા ગિયરમાં ધીરે ધીરે કારને પાણીમાંથી કાઢવી જોઈએ. બને ત્યાં સુધી ક્લચનો ઉપયોગ ન કરવો અને એક્સેલેટરથી કંટ્રોલ કરવો જોઈએ.

If the car stops in the rain, don't make this mistake or it will cost millions

 

જયારે પણ પાણીમાં કાર બંધ પડે તો ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને કાર ટો દ્વારા અથવા અન્ય રીતે વર્કશોપમાં લઈ જવી અને ત્યાં તેમને રીપેર કરાવવી જોઈએ. જો ચાલુ કાર પાણીમાં બંધ પડી જાય તો તેને સેલ ક્યારેય મારવો નહીં. જયારે પણ સેલ મારવામાં આવે છે ત્યારે કારનું સકશન પાણીને ખેચી લે છે અને કારના એન્જિન સુધી પાણી પહોચી જાય છે જે કારને નુકશાન કરે છે.

If the car stops in the rain, don't make this mistake or it will cost millions

 

તમારે ચોમાસા પહેલા એક કાર ચૅક-અપ કરાવી લેવું જોઈએ જેથી કરીને બેટરી અને બીજા નાનામોટા પ્રોબ્લેમને ચોમાસા સમયે ટાળી શકાય છે. અને જો બની શકે તો પાણીમાં કાર ન લઈ જવી જોઈએ.

Continue Reading
Advertisement
Advertisement

Trending