શું ગ્રહો તમને હેરાન કરે છે ?

તમારી પ્રગતિમાં ક્યો ગ્રહ અવરોધ બને છે ?

તમાર ગ્રહોને તમે જાણતા નથી પરતું તે તમારા ઉપર અસર તો કરે જ છે, જો જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી છે અને બધા રસ્તા બંધ થઈ ચુક્યા છે તો તમે સવારે જલ્દી ઉઠીને પીપળાના ઝાડને કંકુ-ચોખા ચઢાવીને કહો. ‘હુ તમને પ્રાર્થના કરુ છુ કે મારી સમસ્યાનુ સમાધાન કરો” અને દૂધ મિશ્રિત જળ ચઢાવો. થોડાક સમયમાં તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે અને તમારા દૂ:ખ દર્દ ધીમે ધીમે દૂર થતાં જશે.

ચંદ્રમાંનું વિપરીત દોષને દૂર કરો

ચંદ્રમા આપણા જીવનમાં અસર કરે છે અને સૌથી નજીકને જ્યોતિષમાં ચંદ્રમાને મા નુ રૂપ માનવામાં આવ્યુ છે. કુંડળીમાં ચંદ્રમાં પ્રતિકૂળ હોવા પર પોતાની માતા કે વડીલ સ્ત્રિઓના આશીર્વાદ લઈને જ ઘરેથી નીકળો. શિવ મંદિરમાં જળ ચઢાવવું પણ વિપરીત દોષને દૂર કરે છે.

ભૈરવબાબાને યાદ કરો જેનાથી સ્થિતિ સુધારશે

જે તમને તમારી જન્મ તારીખ યાદ નથી અને તમારી પાસે કુંડળી નથી તો પણ સમસ્યાનો ઉપાય નથી મળી રહ્યો તો રૂદ્રાવતાર ભૈરવ બાબાને યાદ કરો. કોઈપણ રવિવારે શરૂ કરીને “ઓમ કાલભૈરવાય નમ:” મંત્રની રોજ પવિત્ર મનથી ઓછામાં ઓછી એક માળા નિયમિત રૂપે કરો. ટૂંક સમયમાં જ તમારી સમસ્યાને ઉકેલવાનો માર્ગ મળી જશે અને તમારી સ્થિતિ વધુ સુધારસે.

શનિ દોષ નિવારણ કે સાઢાસાતી દૂર કરો

શનિની કુદ્રષ્ટિથી બચવા માટે તમારે આ ઉપાય કરવો જોઈએ જ્યોતિષ મુજબ શનિની દશા કે સાઢાસાતીને લાગતા મનુષ્યનુ જીવન મુશ્કેલીઓથી ભરી જાય છે. જો તમારા પર પણ શનિની કુદ્રષ્ટિ છે તો આ ઉપાયોને અજમાવો. શનિની અશુભ સ્થિતિમાં શનિવારે ભૂરા રંગના કપડા ન પહેરશો. શનિને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદ અને આંકડા કે ધતૂરાની માળા ચઢાવો અને શનિ અમાશના દિવસે પણ તમે શનીને રાજી કરવાના આજ ઉપાય છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *