Connect with us

ઈતિહાસના પાનામાં લટાર

ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં કરવામાં આવ્યો છે ક્વોરન્ટીન શબ્દનો ઉલ્લેખ,જાણો શા માટે ગાંધીજીને 23 દિવસ માટે ક્વોરન્ટીન રહેવુ પડ્યુ હતું

Published

on

ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોના વાઇરસનો પગપેસારો થયા બાદ ‘ક્વોરન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીએ તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે.

1896માં ગાંધીજી પરિવાર સાથે મુંબઈથી જહાજમાં દક્ષિણ આફ્રિકા જવા માટે રવાના થયા ત્યારે મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેથી જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા કાંઠે પહોંચ્યા ત્યારે ગાંધીજી તથા જહાજમાં સવાર તમામ લોકોને ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી.

તે સમયમાં જાણો શા માટે ગાંધીજીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, તો વાત એમ છે કે આત્મકથામાં ગાંધીજીએ નોંધ્યું છે કે ‘કુરલૅંડ’ નામના જહાજમાં તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા છે. 1996ની 18કે 19મી ડિસેમ્બરે જહાજ ડરબનના બારામાં પહોંચે છે.

ગાંધીજીએ લખ્યું છે કે, ‘જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે.’ તેઓ પરિવાર સાથે મુંબઈથી રવાના થયા ત્યારે મુંબઈમાં મરકી (પ્લેગ)નો રોગચાળો હતો. તેથી ડરબન પહોંચેલા ગાંધીજીના જહાજને બંદરમાં જ અટકાવી દેવાયા હતા અને ગાંધીજી સહિત તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન કરાયા.

પ્લેગના રોગચાળામાં 23 દિવસ ક્વોરન્ટીન રહેવું પડે એવો નિયમ હોય છે. એટલે જહાજ મુંબઈથી ઉપડ્યું એ પછીના 23 દિવસ પૂરા થાય ત્યાં સુધી તમામ પ્રવાસીઓને ક્વોરન્ટીન થવાની ફરજ પાડવામાં આવે છે. જો કે ગાંધીજીએ નોંધ્યું છે કે માત્ર રોગચાળાને લીધે નહીં પણ દક્ષિણ આફ્રિકામાં તેઓ રાજકીય રીતે સક્રિય થયા હોવાથી યેનકેન પ્રકારે તેમને ભારત પરત મોકલી દેવાનો દક્ષિણ આફ્રિકાની સરકારનો ઈરાદો હતો. આ ઈરાદા સામે ગાંધીજી તથા જહાજના પ્રવાસીઓએ મક્કમતા દાખવતા અંતે 1897ની 23મી જાન્યુઆરીએ ક્વોરન્ટીનનો અંત આવે છે અને પ્રવાસીઓને જહાજમાંથી ઉતરવાની મંજૂરી આપવામાં આવે છે.


ગાંધીજીએ આત્મકથામાં ક્વોરન્ટીન માટે સૂતક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જો કે તેમણે અંગ્રેજી શબ્દ ‘ક્વોરન્ટીન’નો ઉલ્લેખ પણ કર્યો છે. ગાંધીજીએ લખ્યું હતું કે, મુંબઈથી નીકળ્યા ત્યારે મરકીનો રોગચાળો હતો જ્યારે ગાંધીજીનું જહાજ ડરબન પહોંચે છે ત્યારે જહાજ પર પીળો વાવટો ફરકાવવામાં આવે છે. જે ક્વૉન્ટાઇન કરાયાનો સંકેત હતો.

ઈતિહાસના પાનામાં લટાર

એક જ માતાએ જુદા જુદા વર્ષોમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો, જુઓ આ ફોટાઓ અને માહિતી.

Published

on

પ્રથમ વખત માતા-પિતા બનવાનો અનુભવ હંમેશા દુનિયાની દરેક ખુશીમાનો એક અલગ આનંદમય અવસર હોય છે અને દરેક દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય છે, પણ જ્યારે કોઈને જોડિયા બાળકો થાય છે, ત્યારે તેમની ખુશી બમણી થઈ જાય છે અને આવો જ એક કિસ્સો અમેરિકાના મોન્ટેરી કાઉન્ટીનો છે, જ્યાં એક માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, પણ બંને બાળકોને 15 મિનિટના અંતરાલમાં અલગ-અલગ તારીખ તેમજ અલગ-અલગ વર્ષોમાં જન્મ આપ્યો.

ફાતિમા મદ્રીગલ અને તેમના પતિ રોબર્ટએ તાજેતરમાં જ મોન્ટેરી કાઉન્ટીના નેટીવિદાદ મેડિકલ સેન્ટરમાં તેમના જોડિયા બાળકોનું સ્વાગત કર્યું હતું, પણ બંનેનો જન્મ અલગ-અલગ વર્ષોમાં થયો હતો. હવે તમે વિચારશો કે આ કેવી રીતે શક્ય છે.

કેલિફોર્નિયામાં જન્મેલા જોડિયા બાળકોનો જન્મ થતાની સાથે જ આખી દુનિયામાં હેડલાઈન્સ બની ગઈ છે અને બંને બાળકોના જન્મમાં માત્ર 15 મિનિટનો જ તફાવત છે પણ પહેલા બાળકનો જન્મ વર્ષ 2021માં થયો હતો. જ્યારે બીજા બાળકનો જન્મ વર્ષ 2022માં થયો હતો. તે જ સમયે, તે જાણવા મળ્યું છે કે એક અહેવાલ અનુસાર, આવી દુર્લભ ઘટના 20 લાખ ગર્ભવતી મહિલાઓમાંથી કોઈ એક સાથે થવાની છે.

આટલું જ નહીં, પ્રાપ્ત માહિતી અનુસાર ફાતિમા મદ્રીગલે કેલિફોર્નિયામાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ રાત્રે 11:45 કલાકે પુત્ર આલ્ફ્રેડોને જન્મ આપ્યો હતો અને ત્યારપછી લગભગ 15 મિનિટ પછી વર્ષ 2022માં પુત્રી આઈલીનનો જન્મ થયો હતો અને આ રીતે મદ્રીગલ અલગ થઈ ગયા હતા. જુદા જુદા વર્ષોમાં તેમના જોડિયા બાળકોને જન્મ આપ્યો. તે જ સમયે, મદ્રીગલ કહે છે કે, હું પોતે જ આશ્ચર્યચકિત છું કે મેં જુદા જુદા વર્ષોમાં મારા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે!

ફાતિમાને જોડિયા બાળકો થવાના હતા. તેમના પુત્ર આલ્ફ્રેડોનો જન્મ 31 ડિસેમ્બર 2021ની રાત્રે 11:45 વાગ્યે થયો હતો અને તેનું વજન લગભગ 3 કિલો હતું. તે જ સમયે, તેમની પુત્રીનો જન્મ લગભગ 12:1 મિનિટે થયો હતો. તે જ સમયે, તેનું વજન પણ લગભગ 3 કિલો હતું અને આ રીતે 15 મિનિટ પછી 1 જાન્યુઆરી 2022 ના રોજ પુત્રીનો જન્મ થયો. તે સમયગાળામાં, હોસ્પિટલના તબીબો પણ આવા અનોખા કિસ્સાથી ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે માત્ર 15 મિનિટના વિલંબને કારણે જુદા જુદા વર્ષોમાં જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

તે સમયગાળા દરમિયાન મીડિયા અહેવાલો અનુસાર, ફાતિમાએ કહ્યું કે, તે એ જાણીને ચોંકી ગઈ હતી કે જોડિયા ભાઈ-બહેન હોવા છતાં, તેમના બાળકો અલગ-અલગ જન્મદિવસની ઉજવણી કરશે. આટલું જ નહીં હોસ્પિટલમાં મહિલાની ડિલિવરી કરનાર ડૉક્ટર અન્ના એબ્રિલના કહેવા પ્રમાણે, જોડિયા બાળકોની આ ડિલિવરી તેમના કારકિર્દીની સૌથી યાદગાર ડિલિવરી છે. તેણે કહ્યું, “મારું સૌભાગ્ય છે કે, 2021 અને 2022માં મારા હાથે જોડિયા બાળકોનો જન્મ થયો.” તમને જણાવી દઈએ કે આ દંપતીને પહેલાથી જ ત્રણ બાળકો, 2 છોકરીઓ અને એક છોકરો છે.

આ ઉપરાંત ભાઈ-બહેનનો જન્મ મદ્રીગલના નાટીવિદાદ મેડિકલ સેન્ટરમાં થયો છે આ નવજાત શિશુનો ફોટો પ્રસારિત કરતા હોસ્પિટલે લખ્યું કે, “આવી ઘટના 2 મિલિયનમાંથી એક સાથે થાય છે.”

તે જ સમયે, હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, એક અંદાજ મુજબ દર વર્ષે અમેરિકામાં 1,20,000 જોડિયા જન્મે છે. જો કે કદાચ ભાગ્યે જ જોડિયા અલગ-અલગ જન્મદિવસે જન્મે છે અને અલગ-અલગ જન્મદિવસો માટે અલગ-અલગ મહિનાઓ અને વર્ષ હોય તે ભાગ્યે જ જોવા મળે છે.

આ સિવાય આવી દુર્લભ ડિલિવરી 31 ડિસેમ્બર 2019ના રોજ જોવા મળી હતી. તે દિવસે ડોન ગિલિયમે 11 જાન્યુઆરી 2020 ના રોજ રાત્રે 11:37 વાગ્યે તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો અને પછી 1 જાન્યુઆરી 2020 ના રોજ 12.07 વાગ્યે તેના બીજા બાળકને જન્મ આપ્યો અને આ જોડિયા બાળકોનો જન્મ કાર્મેલ, ઇન્ડિયાનાની એસેન્શન સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં થયો હતો.

Continue Reading

ઈતિહાસના પાનામાં લટાર

ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ

Published

on

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે છે. લગભગ 6 મહિના સુધી અહીં દર્શન અને યાત્રા શરૂ રહે છે. ત્યાર બાદ કારતક મહિનો એટલે ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી કપાટ બંધ થઇ જાય છે. કપાટ બંધ થવા પર ભગવાન કેદારનાથને પાલખી દ્વારા ઊખીમઠ લઇ જવામાં આવે છે અને ત્યાં ઓંકારેશ્વર મંદિરમાં 6 મહિના સુધી તેમની પૂજા કરવામાં આવે છે.

કેદારનાથ ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજું ધામ છે. આ સિવાય તે 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચી જગ્યાએ બનેલું અગિયારમું શિવલિંગ છે. મહાભારત પ્રમાણે અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. આ મંદિર લગભગ 1 હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યે બનાવ્યું હતું. આ તીર્થ 3,581 વર્ગ મીટરની ઊંચાઈએ ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે.

 

સ્કંદ પુરાણ પ્રમાણે ગઢવાલને કેદારખંડ કહેવામાં આવે છે. કેદારનાથનું વર્ણન મહાભારતમાં પણ છે. મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ અહીં પૂજા કરી હોય તેવી વાત સામે આવે છે. માન્યતા છે કે, 8મી-9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા હાલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદિર વિશે સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન મળે છે. બદ્રીનાથ મંદિર વૈદિક કાળમાં પણ ઉપસ્થિત હોવાનું પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. થોડી માન્યતાઓ પ્રમાણે, અહીં પણ 8મી સદી બાદ આદિ શંકરાચાર્યે મંદિર બનાવ્યું હતું.

શિવ મહાપુરાણની કથા પ્રમાણે મહાભારત યુદ્ધ પૂર્ણ થવા પર પાંડવોએ પરિવાર અને પોતાના જ ગૌત્ર હત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે વેદવ્યાસજીથી પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ જણાવ્યું કે, પાપમાંથી મુક્તિ મેળવવા માટે કેદાર ક્ષેત્રમાં જઇને ભગવાન કેદારનાથનું દર્શન અને પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ પાંડવોએ કેદાખંડની યાત્રા શરૂ કરી.

કેદારખંડમાં પાંડવોને જોઇ ભગવાન શિવ ગુપ્તકાશીમાં જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ થોડે દૂર જઇને શિવજીએ એક બળદનું સ્વરૂપ ધારણ કર્યું. પાંડવોને જાણ થઇ કે આ બળદ સ્વરૂપમાં શિવજી જ છે. ભગવાન શિવે પાંડવોના મનની વાત જાણી લીધી. ત્યાર બાદ તેઓ ધરતીમાં ફસાવવા લાગ્યાં. ભીમે તેમને રોકવા માટે બળદ સ્વરૂપી શવજીની પૂંછડી પડી લીધી અને અન્ય પાંડવ પણ કરૂણા સાથે રડવા લાગ્યાં અને ભગવાન ભોળાનાથની સ્તૃતિ કરવા લાગ્યાં. જેથી ભગવાન પ્રસન્ન થઇને તેમની પ્રાર્થનાથી બળદની પીઠ ઉપર ત્યાં જ સ્થિત થઇ ગયાં. પાંડવોએ તેમની પૂજા કરીને ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી.

ઊખીમઠના મેનેજર અરૂણ રતૂડી પ્રમાણે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ અને સમય ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રિએ નક્કી થઇ જાય છે. આ મુહૂર્ત ઊખીમઠના ઓંકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ પ્રમાણે કાઢે છે. કપાટ ખોલવાનું મુહૂર્ત મોટાભાગે અક્ષય તૃતીયા અથવા તેના એક-બે દિવસ પછીની તારીખ હોય છે. 6 મહિના સુધી કેદારનાથ યાત્રા શરૂ રહે છે. મેનેજર રતૂડી પ્રમાણે કેદારનાથના કપાટ બંધ થવાની તારીખ નિશ્ચિત રહે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ બાદ ભાઈબીજ પર સવારે પૂજા-અર્ચના કરી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ વર્ષે 16 નવેમ્બરે કેદારનાથ મંદિરના કપાટ બંધ થશે.

અક્ષય તૃતીયા બાદ ઉત્તરાખંડના ચારેય ધામની યાત્રા શરૂ થઇ જાય છે. જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામે પૂર્ણ થાય છે. મેનેજર રતૂડીએ જણાવ્યું કે, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ અક્ષય તૃતીયાએ ખુલી ગયા છે. ત્યાર બાદ કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં. કોરોના મહામારીના કારણે આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 15 મેના રોજ ખુલશે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

આ પહેલા પણ ચીને કરી હતી આવી ખોફનાક ભૂલ, જેના કારણે થયા હતા કરોડો લોકોના મોત

Published

on

અત્યારે દેશ અને દુનિયા કોરોના નામની મહામારીનું શિકાર બન્યું છે. ચીન દ્રારા ફેલાયલો કોરોના વાયરસની અસર વિશ્ર્વભરમાં ફેલાઇ રહ્યો છે.પણ શું ચીનમાં આવી કોઇ ઘટના કે જેમાં કરોડો લોકોના મોત થયા હોય કેવી આ પહેલી ઘટના નથી આ પહેલા પણ આપી ઘટનાઓ બની છે.

ઇતિહાસમાં ઘણી એવી ભયાનક અને ગંભીર ઘટનાઓ બની છે જે અંગે જાણીને રૂંવાડા ઉભા થઇ જાય છે. એક એવી જ ભયાનક ઘટના આજથી 62 વર્ષ પહેલા ચીનમાં બની હતી. જેમા કરોડો લોકો માર્યા ગયા હતા અને આ ભયાનક તબાહી પાછળ પોતાની ભૂલ હતી જેને બાદ સુધારલાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ ખૂબ મોડું થઇ ગયું હતું. આ ઘટનાને ગ્રેટ ચાઇનિઝ ફેમિનેના નામથી ઓળખવામાં આવે છે. કદાચ જ કોઇ એવો ચીની નાગરિક હશે જે આ ઘટના અંગે ન જાણતું હોય.

1958 ની વાત છે. ત્યારે ચીનની સત્તા સંભાળી રહેલા હતા માઓ જેડોન્ગ, જેને માઓ સે-તુંગ પણ કહેવામાં આવે છે. તેમણે એક અભિયાન શરૂ કર્યું હતું,. જેને ફોર પેસ્ટ કેમ્પેઇના નામથી ઓળખવામાં આવે છે આ અભિયાન હેઠળ તેમણે ચાર જીવ, મચ્છક, માખી, ઉંદર અને ચકલીને મારવાનો આદેશ આપ્યો હતો. તેમનું કહેવું હતું તે આ ચારેય જીવ ખેડૂતોની મહેનત બેકાર કરી દે છે. ખેતરમાં રહેલું અનાજ ખાય જાય છે.

પરંતુ હવે મચ્છર , માખી અને ઉંદરને મારવા થોડૂંક મુશ્કેલ કામ હતું, કારણકે તે સહેલાઇથી પોતાને છુપાવી લેતા હતા. પરંતુ ચકલીઓની આદત હોય કે તે હંમેશા માનવની વચ્ચે રહેલાનું પસંદ કરે છે. જોકે તે માઓ જેડોન્ગના આદેશનો શિકાર બની ગઇ અને આખા ચીનમાં તેણે શોધીને મારવામાં આવ્યા. એટલું જ નહીં તેમના માળાઓ(ઘર) પણ તોડી પાડવામાં આવ્યા. જેથી કોઇ જીવીત ન રહે.

લોકો વાસણ, ટિન કે ડ્રમ વગાડીને ગૌરૈયાને તેની જગ્યાલ પરથી ઉડાવતા અને તેને ત્યાં સુધી બેસવા ન દેતા જ્યાં સુધી તે ઉડતા-ઉડતા થાકી ન જાય અને આકાશમાંથી પડીને મરી ન જાય એટલું જ નહીં, જે વ્યક્તિની જેટલી સંખ્યા ચકલી (ગોરૈયા)ને મારતા હતો. તેને એટલું મોટું ઇનામ પણ મળતું હતું આ લાલચમાં ચીની લોકો કઇક એવું કરી બેઠા, જેની કદાચ આશા પણ ન હતી.

એક ઘટના છે, જ્યાં ચકલીનું એક ઝુંડ બીજિંગ સ્થિત પોલેન્ડના દુતાવાસમાં જઇને છુપાઇ ગયું, પરંતુ ચીની લોકો તેને મારવા ત્યાં સુધી પહોંચી પણ ગયા જોકે, દુતાવાસના અધિકારીઓએ તે લોકોને અંદર ન જવા દીધા. જેથી ચીની લોકોએ એક તરકીબ નીકાળી અને દુતાવાસને ચારેય તરફથી ઘેરી લીધો અને ડ્રમ વગાડવા લાગ્યા. આ સિલસિલો સતત બે દિવસ ચાલ્યો આખરે ચકલીઓનું ગ્રુપ વધારે અવાજના કારણે દુતાવાસની અંદર જ મરી ગયું. જે બાદ સફાઇ કર્મીઓએ તેને બહાર ફેંકી દીધા.

વર્ષ 1960માં માઓ જેડોન્ગે ગોરૈયાને મારવો તેનો ઇરાદો ત્યારે બદલી લીધો જ્યારે ચીનના એક પ્રખ્યાત પક્ષી વિજ્ઞાની શો-શિન ચેંગે તેમણે કહ્યું કે ગૌરૈયા મોટી સંખ્યામાં અનાજની સાથે સાથે તેને નુકસાન પહોંચાડનાર કીડા પણ ખાય જાય છે. આ વચ્ચે ચીનમાં ચોખા ઉત્પન્ન કરવાની જગ્યાએ તેની સંખ્યા ઘટતી જતી હતી. જે બાદ માઓએ આદેશ આપ્યો કે ગૌરૈયાઓને મારવામાં ન આવે પરંતુ તેની જગ્યાએ અનાજ ખાનારા કીડાઓને મારવામાં આવે.

પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હતું. ચકલીઓ ન હોવાના કારણે કીડાઓની સંખ્યામાં વધારો થયો હતો જેના કારણે પાક બરબાદ થઇ ગયો આ કારણે ચીનમાં એક ભાયનક અકાળ પડ્યો અને જેના કારણે કરોડો લોકો ભૂખમરાના કારણે માર્યા ગયા ચીની સરકારના આંકડા મુજબ, આશરે 15 મિલિયન એટલે 1.50 કરોડો લોકોના મોત ભૂખમરાના કારણે થઇ હતી. જોકે, અન્ય કેટલાક રિપોર્ટ્સ મુજબ, 15-45 મિલિયન એટલે 1.50-4.50 કરોડ લોકો ભૂખમરાના કારણે માર્યા ગયા હતા. આ ચાઇનાના ઇતિહાસનો સૌથી મોટો ત્રાસવાદી ભાગ છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending