કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી

કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસથી ટૂંક સમયમાં છૂટકારો મળવાનો નથી.ત્યારે WHO પ્રમુખ ટ્રેડોસ એડ્હોમ ઘેબ્રેયસએ જણાવ્યુ હતુ કે, આ પ્રકારની મહામારી સદીઓમાં એકવાર થાય છે અને તેની અસરો આવતા દાયકાઓ સુધી અનુભવાશે.

ઘણા દેશો જેઓ માને છે કે તેઓ કોરોનાને પાછળ છોડી દીધો છે તે હવે નવા કેસો સામે ઝઝૂમી રહ્યા છે. કેટલાક દેશો જે શરૂઆતમાં વાયરસથી ઓછા પ્રભાવિત હતા, હવે ત્યાં ચિંતાજનક સ્થિતિઓ છે.


તેમણે વધુમાં કહ્યું કે, વેક્સીન ઉપર ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હવે આપણે વાયરસની સાથે જીવવાનું શીખવું પડશે અને આપણી પાસે જે કંઈપણ છે તેનો સામનો કરવો પડશે.

ઘેબ્રેયસે કહ્યું, ઘણા વૈજ્ઞાનિક પ્રશ્નોના ઉકેલ આવી ગયા છે અને તેના જવાબો આપવામાં આવી રહ્યા છે. સેરોલોજી અભ્યાસના પ્રારંભિક પરિણામો સતત ચિત્ર પ્રસ્તુત કરી રહ્યા છે. વિશ્વના મોટાભાગના લોકો આ વાયરસ પ્રત્યે સંવેદનશીલ હોય છે.

આવી મહામારી સદીઓમાં એકવાર થાય છે અને આપણે આવનારા દાયકાઓ સુધી તેની અસરો અનુભવીશું. કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી અથવા પબ્લિક આરોગ્ય ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન્સ જાહેર કર્યા પછી WHOની આ ચોથી બેઠક હતી.

ઉલ્લેખનીય છે કે, ચીનના વુહાનથી બહાર આવેલા આ વાયરસનો સમગ્ર દુનિયામાં કહેર જોવા મળી રહ્યો છે. આરોગ્ય સંકટ સાથે, મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થાઓ પાટા પરથી ઉતરી ગઈ છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *