આ ખાસ કારણે આજે અંબાણી પરિવાર કરી રહ્યાં છે દીકરી ઈશા ના લગ્ન

અંબાણી પરિવારમાં ગૂંજી લગ્નની શરણાઈઓ


12 ડીસેમ્બરે બુધવારે દેશના સૌથી અમીર અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ ગૂંજી રહી છે. કારણકે મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે થઈ રહ્યાં છે. તો બીજી બાજુ દેશના ચર્ચિત કોમેડિયન અને બોલિવૂડ એક્ટર કપિલ શર્મા પણ આજે ગિન્ની ચતરથ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. દેશમાં આ બે મોટા લગ્ન એ માત્ર સંયોગ નથી પણ તેની પાછળ એક મોટું કારણ છે.

સૌથી ઉત્તમ મુહૂર્ત


જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 ડિસેમ્બરના રોજ લગ્નનું સૌથી ઉત્તમ મુહૂર્ત છે. આ શુભ મુહૂર્તના કારણે જ આ દિવસે દેશભરમાં અઢળક લગ્ન ગોઠવાયાં છે. આ દિવસે ભાગ્યે જ એવી કોઈ ગલી કે શેરી હશે જ્યાં કોઈ લગ્ન ન હોય. આથી જ્યારે સવાલ અંબાણી પરિવારની લાડલી દીકરીના સુખી વૈવાહિક જીવનનો હોય તો ભલા કેવી રીતે આ શુભ મુહૂર્ત ચૂકી જવાય?

કપિલ શર્મા અને ગિન્નીના લગ્ન


કપિલ શર્મા અને ગિન્નીના લગ્ન આ દિવસે રાખવાનું કારણ પણ એ જ છે કે વર્ષના સૌથી શુભ મુહૂર્તને મિસ કરવા નહોતાં ઈચ્છતાં. આ શુભ મુહૂર્તનું કારણ છે કે માગશર મહિનાની પંચમી તિથી છે. રામચરિત માનસ અનુસાર આ તિથિ વિવાહ માટે ઉત્તમ અને સર્વસિદ્ધ છે. કારણકે આ જ તિથિમાં ત્રેતાયુગમાં ભગવાન રામ અને દેવી સીતાનાં લગ્ન થયાં હતાં.

દેશભરમાં અનેક લગ્ન

જ્યોતિષશાસ્ત્ર નિયમાનુસાર, વિવાહ માટે ભગવાન વિષ્ણુંનું જાગવું અને શુક્ર તેમજ ગુરુનો ઉદય થવો જરુરી છે. પંચાગ અનુસાર, 1 નવેમ્બરના રોજ શુક્ર ઉદય થઈ ચૂક્યો છે અને ગુરુ પણ સાત ડિસેમ્બરના રોજ ઉદય થઈ ચૂક્યો છે.

ભગવાન વિષ્ણું પણ 19 નવેમ્બરના રોજ દેવપ્રબોધિની એકાદશીથી જાગી ચૂક્યાં છે. આથી 12 ડિસેમ્બર લગ્ન માટે શુભ સંયોગ માનવામાં આવે છે. જેમાં દેશભરમાં અઢળક લગ્ન થઈ રહ્યાં છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *