વિશ્વ ચા દિવસ : તો થઈ જાય એક કપ ચા…

વિશ્વમાં પાણી પછી સૌથી વ્યાપકપણે વપરાતું પીણું એટલે ચા… જ્યારે ગુજરાતીમાં કહેવત છે કે જેની ‘ચા’ બગડી તેનો દિવસ બગડયો…. શિયાળાની સવાર હોય અને જો એમાં ગરમા ગરમ ચા મળી જાય તો દિલ ખુશ થઈ જાય છે. તો આ ખુશીમાં અમે ચાર ચાંદ લગાડવા માટે એ પણ જાણવું જરુરી બની જાય છે કે શા માટે ચા દિવસ મનાવવામાં આવે છે….

આજે 15 ડિસેમ્બર છે અને આ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ ટી ડે ઉજવવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસનો મુખ્ય હેતુ ચાના બગીચાથી લઈને ચાની કંપનીઓમાં કામ કરનારા શ્રમિકોની સ્થિતિ અંગે ધ્યાન આકર્ષિત કરવાનો છે. ભારતમાં આ દિવસની ઉજવણીની શરુઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી, પરંતુ તેના એક વર્ષ બાદ શ્રીલંકામાં પણ તેની ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદથી સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ ટી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.. ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના લોકોની સવાર ‘ચા’થી જ થાય છે. મોટા ભાગના લોકોને સવારની આ ચાની આદત બની ગઈ છે.

 

 

ચાની લગભગ છ જાતો :
ચાની આશરે છ જાત છે. સફેદ, પીળી, લીલી, ઉલોંગ, કાળી, અને પૂઅર. જેમાંબજારમાં સામાન્‍યપણે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગ, અનેકાળી છે. દરેક ચા એક જઝાડમાંથી બનાવવામાં આવે છે પરંતુ જુદી જુદી રીતે પ્રોસેસ કરવામાં આવે છે. ચા જેપ્રોસેસીંગમાંથી પસાર થાય છે તેનાથી તેનો પ્રકાર નકકી કરવામાં આવે છે.

 

ચા સાથે જોડાયેલો ઈતિહાસ :
વીકિપીડિયાના અનુસાર સૌથી પહેલા વર્ષ 1815માં કેટલાક અંગ્રેજી યાત્રિકોનું ધ્યાન અસમમાં ઉગતી ચાના છોડ પર ગયું, જેનો સ્થાનિક આદિવાસી લોકો એક પીણું તરીકે ઉપયોગ કરતા હતા. ભારતના ગવર્નર જનરલ બોર્ડ બૈંટિકે ચાની પરંપરા ભારતમાં શરુ કરવા અને તેના ઉત્પાદન કરવાની સંભાવના શોધવા માટે એક સમિતિની રચના કરી. ત્યારબાદ 1815માં અસમમાં ચાના બગીચા લગાવવામાં આવ્યા. કેટલીક જગ્યાએ ભારત ઉપરાંત ચીન સાથે પણ ચાનો ઈતિહાસ જોડવામાં આવે છે. મહત્વનું છે કે, ભારતમાં સૌપ્રથમ બ્રિટિશ શાસનકાળમાં ચાની વિપુલતાની શરુઆત થઈ હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *