China:પાકિસ્તાને કાશ્મીરની ધૂન ગાવાનું શરૂ કરી દીધું છે,દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાનને ચીન તરફથી ખુલ્લું સમર્થન મળી રહ્યું છે.
China:પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બે દિવસીય SCO સમિટ શરૂ થઈ ગઈ છે. 15 થી 16 ઓક્ટોબર સુધી ચાલનારી આ સમિટનું આયોજન કરીને પાકિસ્તાન વિશ્વભરમાં પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન પહોંચી ગયા છે. વિદેશ મંત્રીએ મંગળવારે રાત્રે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.
9 વર્ષ બાદ થઈ રહેલી આ મુલાકાતથી બંને દેશોના સંબંધો સુધરવાની આશા છે, પરંતુ અહીં પણ પાકિસ્તાને કાશ્મીરના ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું છે. દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાનને ચીન તરફથી ખુલ્લું સમર્થન મળી રહ્યું છે ત્યારે ચીને કાશ્મીર મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની વાત કરી છે.
કાશ્મીર મુદ્દે ચીન-પાકિસ્તાન એક થયા.
ચીનના વડાપ્રધાન લી કિઆંગ 15 ઓક્ટોબરે ચાર દિવસની દ્વિપક્ષીય મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન તેઓ 23મી SCO સમિટ બેઠકમાં પણ ભાગ લેશે. ચીનના પીએમ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા, ચીન-પાકિસ્તાન અધિકારીઓની બેઠક બાદ બંને દેશોએ 30 મુદ્દાનું સંયુક્ત નિવેદન જાહેર કર્યું. બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર કરારો થયા છે. આમાં કાશ્મીરનો મુદ્દો પણ સામેલ છે.
Held most productive talks with Chinese Premier H.E. Mr. Li Qiang . We expressed satisfaction at the progress of various important CPEC initiatives and agreed to ensure their timely execution. We also discussed ways to further enhance cooperation in multiple areas including… pic.twitter.com/kcbvxyLYWR
— Shehbaz Sharif (@CMShehbaz) October 14, 2024
કાશ્મીરનો મુદ્દો યુએન ચાર્ટર દ્વારા ઉકેલવો જોઈએ.
ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનના 25મા મુદ્દામાં કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચીનના વડાપ્રધાન યુએન ચાર્ટર દ્વારા કાશ્મીર મુદ્દાને ઉકેલવાની વાત કરી રહ્યા છે. ચીને કહ્યું છે કે બંને દેશોએ કાશ્મીર મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.
ચીનના જવાબમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કાશ્મીર વિવાદ પર ચીનના સમર્થનની પ્રશંસા કરી છે અને વન ચાઈના નીતિ, તાઈવાન, તિબેટ, હોંગકોંગ, શિનજિયાંગ અને દક્ષિણ ચીન સમુદ્ર સહિતના તમામ મુખ્ય મુદ્દાઓ પર ચીનને પાકિસ્તાનના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે.