PM Modi:નું સિંગાપુર આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો.
PM Modi:ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ જોઈને પીએમ મોદીએ પણ ઢોલ વગાડ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની મુલાકાત બાદ સિંગાપુર પહોંચી ગયા છે. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી પણ અલગ અંદાજમાં જોવા મળ્યા અને અહીં હાજર કલાકારો સાથે જોરશોરથી ડ્રમ વગાડ્યા. આ દરમિયાન લોકોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પહેલીવાર નથી કે જ્યારે વડાપ્રધાન વિદેશ પ્રવાસ દરમિયાન અલગ અંદાજમાં જોવા મળ્યા હોય.
પીએમ મોદીએ ઢોલ વગાડ્યો.
પીએમ મોદી જેવો જ સિંગાપુરમાં તેમની હોટલ પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પણ પીએમ મોદીને રાખડી બાંધી હતી. પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी के सिंगापुर पहुंचने पर भारतीय समुदाय के लोगों ने उनका स्वागत किया। इस दौरान प्रधानमंत्री मोदी वहां मौजूद कलाकारों के साथ ढोल बजाते भी नजर आए। pic.twitter.com/2qmJYVwRJz
— ANI_HindiNews (@AHindinews) September 4, 2024
શું કહ્યું પીએમ મોદીએ?
સિંગાપોર પહોંચ્યા બાદ મોદીએ ‘X’ પર કહ્યું, “હું સિંગાપોર પહોંચી ગયો છું. હું ભારત-સિંગાપોર મિત્રતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારી ઘણી બેઠકોની રાહ જોઈ રહ્યો છું. ભારતમાં થઈ રહેલા સુધારા અને આપણી યુવા શક્તિની પ્રતિભા આપણા દેશને રોકાણ માટેનું આદર્શ સ્થળ બનાવે છે. અમે ગાઢ સાંસ્કૃતિક સંબંધો માટે પણ ઉત્સાહિત છીએ.”
Landed in Singapore. Looking forward to the various meetings aimed at boosting the India-Singapore friendship. India’s reforms and the talent of our Yuva Shakti makes our nation an ideal investment destination. We also look forward to closer cultural ties. pic.twitter.com/SG2IttCKEg
— Narendra Modi (@narendramodi) September 4, 2024
આ પણ જાણો.
પીએમ મોદી સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે અને દેશના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મુલાકાત સિંગાપોર અને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વચ્ચે તાલમેલ વધારશે. બંને દેશોના વડાપ્રધાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેન્ટરની પણ મુલાકાત લેશે.