જુઓ વિશ્વના અનોખા ઘરો.. જેને જોઈને તમે પણ થઈ જશો હેરાન..

આપણું વિશ્વ સ્માર્ટ લોકોથી ભરેલું છે જેમાં રહેતા ક્રેઝી લોકો હંમેશાં ક્રેઝીસ્ટ ઘરો ડિઝાઇન કરતા રહે છે. ચાલો વિશ્વભરના કેટલાક ક્રેઝીસ્ટ ઘરો પર એક નજર નાખીએ…

ધ એયુઆરએ રેસિડેન્સ (The AURA Residence)


સાયપ્રસ ટાપુ પર ધ એયુઆરએ રેસિડેન્સ કરીને ખૂબ જ મોર્ડન ઘર આવેલું છે.. જેને વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડ્સમાં દાખલ કરવામાં આવ્યું છે..એયુઆરએ રેસિડેન્સની રચના પાછળની ફિલોસોફી જાપાની કલાકાર હોકુસાઇ દ્વારા પ્રખ્યાત વૂડબ્લોક પ્રિન્ટિંગ પર આધારિત છે..

યુએફઓ હાઉસ (UFO house)


આ હાઉસને “યુએફઓ હાઉસ” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે સ્પેસશીપના આકારનું હોય છે. ઉનાળાના વેકેશનમાં લોકો આ ઘર ભાડે લઈ તેમાં રહી શકે છે…વિસ્કોન્સિનીના આ ફ્યુટોરો ઘરમાં 100 થી ઓછા ઘર 1960 ના દાયકાના અંતમાં અને 1970 ના દાયકાના પ્રારંભમાં બાંધવામાં આવ્યા હતા.

ટોયલેટ શેપ્ડ હાઉસ (toilet-shaped house)

આ શૌચાલય આકારના મકાનનું નામ હેવુજાઈ છે , જેનો અર્થ “એવું સ્થળ જ્યાં કોઈ વ્યક્તિની ચિંતા હલ કરી શકાય”તેમ થાય છે.. વર્લ્ડ ટોઇલેટ એસોસિએશનના ઉદ્દઘાટન સાધારણ સભાના આયોજક સમિતિના અધ્યક્ષ દ્વારા આ ઘર ડીઝાઇન કરવામાં આવ્યુ હતું.. આ ઘર કોરીયાના દક્ષિણમાં આવેલા સુવેનમાં સ્થિત છે.

રોક હાઉસ (rock house)

આ ઘર એક વિશાળ ખડક પર બનાવવામાં આવ્યું છે.. જે પોર્ટુગલના દરિયાકાંઠે આવેલું છે.. આ ઘર ચાર મોટા પથ્થરોથી બનાવવામાં આવ્યું છે તેનું નિર્માણ 1972 માં શરૂ થયું હતું અને 1974 માં પૂર્ણ થયા સુધી લગભગ બે વર્ષ ચાલ્યું હતું. એન્જીનીયર જેને આ ઘર બનાવ્યું હતું તે ગુમિરીઝનો હતો. પહેલા આ ઘરનો ઉપયોગ માલિકો દ્વારા રજાના સ્થળ તરીકે કરવામાં આવતો હતો. આજે, કાસા ડી પેનેડો પેનેડોના ઇતિહાસના અવશેષો અને ફોટોગ્રાફ્સનું એક નાનું સંગ્રહાલય છે.

કાર હાઉસ (car-house)

સાલ્ઝબર્ગમાં આવેલ આ કાર હાઉસ આર્કિટેક્ટ માર્કસ વોગ્લ્રેઇટર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેમણે આ ફોક્સવેગન-બીટલ-કારના આકારમાં બાંધવામાં આવેલ અપવાદરૂપ બિલ્ડિંગ માટે લગભગ 1 મિલિયન યુરોનું રોકાણ કર્યું હતું. આ ઘરને માસિક 2500 યુરોના ભાડેથી આપવામાં આવતું હતું.

અપસાઈડ ડાઉન હાઉસ (upside down house)

જર્મની બાલ્ટિક સી આઇલેન્ડ પર આવેલું આ ઘર લગભગ 3 સપ્ટેમ્બર, 2008 ના રોજ પૂર્ણ થયું હતું. આ અપસાઇડ ડાઉન ઘરની ડીઝાઇન ક્લાઉડીયસ ગોલોઝ અને સેબેસ્ટિયને કરી હતી.. અપસાઇડ-ડાઉન હાઉસ ઉત્તર-સામ્યવાદી પોલેન્ડમાં જીવનની અનિશ્ચિતતા અંગેના નિવેદન તરીકે બનાવવામાં આવ્યું હતું.. અને અપસાઇડ-ડાઉન હાઉસ મુખ્યત્વે પર્યટકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું.

પોર્સેલેઇન હાઉસ (Porcelain House)

ચીનમાં આવેલ આ ઘરનું નામ પોર્સેલેઇન હાઉસ છે.. જે કલેક્ટર ઝાંગ લિયાન્ઝી દ્વારા નવેમ્બર 1, 2008માં બનાવવામાં આવ્યું હતું.. આ ઘરમાં 4૦૦ મિલિયનથી વધુ પોર્સેલેઇનના ટુકડાઓ, 5૦૦૦ પ્રાચીન વાઝ, 4૦૦૦ એન્ટીક ડીશો અને બાઉલ, ૨૦ ટનથી વધુ ક્રિસ્ટલ ખડકો ,400 સફેદ આરસપહાણના પથ્થરો વગેરેનો સમાવેશ થાય છે. 65 મિલિયનથી વધુની કિંમતવાળું આ ઘર એક સંગ્રહાલય તરીકે લોકો માટે ખુલ્લું છે..

Join the discussion

Your email address will not be published. Required fields are marked *