આઠમાં નોરતે કરવામાં આવે છે મહાગૌરી સ્વરૂપની પૂજા…મહાગૌરી છે દુર્ગા અત્યંત શાંત સ્વરૂપ

આજે નવરાત્રિનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું છે. આજના દિવસે મા જગદંબાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. “માં” શબ્દ જ એવો છે કે તેને બોલતાં જ મોં ભરાઈ જાય અને અનન્ય આનંદની અનુભૂતિ થાય છે. અને “માં” નો મહિમા અને મમતા પણ એવી છે કે હૃદયના સાચા ભાવથી જો તેમની ઉપાસના કરવામાં આવે તો “માં” ચોક્કસ રીઝે અને અણધાર્યા કામ પાર પાડે. આજે આઠમા નોરતે જાણીએ “માં મહાગૌરીનો” મહિમા…….મા જગદંબાએ આઠમા નોરતે મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. માતાજીનો વર્ણ ગોરો હોવાથી માને મહગૌરીના નામથી ઓળખવામાં આવે છે.

આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઇ છે. . “. માતાજીના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો શ્વેત રંગના છે. માતાજીને ચાર ભૂજાઓ છે, અને તેમનું વાહન વૃષભ છે. માતાજીનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો ડાબો હાથ વરમુદ્રામાં છે. માતાજીની મુદ્રા અત્યંત શાંત છે…….નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજા કરવાનું અનન્ય મહત્વ રહેલું છે. માતાજીની શક્તિ અમોઘ અને તરત ફળ આપનારી છે. મા મહાગૌરીની ઉપાસના કરવાથી ભક્તોના પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે અને સાથે જ ભવિષ્યમાં પાપ-સંતાપ કે દુઃખ સહિતની વસ્તુઓ ક્યારેય જીવનમાં આવતી નથી. મા મહાગૌરીની ઉપાસના કરનારો ભક્ત સર્વપ્રકારે પવિત્ર બને છે….

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *