Connect with us

એન્ટરટેઈન્મેન્ટ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની આ અભિનેત્રીઓએ ટીવીની દુનિયાની અલગ જ લગ્ન કર્યા છે, કોઈ પાઈલટના પતિ છે તો કોઈ બિઝનેસમેનની પત્ની છે.

Published

on

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આવા ઘણા પાત્રો છે, જે આ શોમાં ભૂમિકા ભજવે છે. જેની એક્ટિંગને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. આ શોના ઘણા કલાકારો અને અભિનેત્રીઓ આવી છે. જેમણે એવા લોકો સાથે લગ્ન કર્યા છે, જેમને અભિનય સાથે દૂર દૂર સુધી પણ કોઈ સંબંધ નથી. આજે અમારી પોસ્ટ દ્વારા અમે તમને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સિરિયલની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે એવા લોકો સાથે લગ્ન કર્યા છે, જેમને નાના પડદા સાથે કોઈ લેવાદેવા નથી, તો ચાલો જાણીએ.

શિરીન સેવાણી…

શિરીન સેવાની ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જસમીત કૌરનો દમદાર રોલ કરતી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, સિરિયલમાં જસમીત કૌર અક્ષરાના નાના ભાઈ અંશુની પત્ની હતી. શિરીનના પતિ નાના પડદા સાથે જોડાયેલા નથી, પણ તે એક પાયલોટ છે અને તેના પતિનું નામ ઉદયન સચન છે.

મોહના કુમારી…

મોહના કુમારીએ આ સિરિયલમાં કીર્તિ ગોએન્કાની મજબૂત ભૂમિકા ભજવી હતી. દર્શકોને પણ અભિનેત્રીની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી. મોહના કુમારીએ હાલમાં જ સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે, જે વ્યવસાયે બિઝનેસમેન છે.

ક્ષિતિ જોગ…

ક્ષિતિ જોગે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલમાં અક્ષરાની સાસુ એટલે કે, દેવયાની ગોએન્કાની ભૂમિકા ભજવી હતી. તેના પતિ નાના પડદાથી તમિલ સિનેમા સાથે પણ જોડાયેલા છે. તેના પતિનું નામ હેમત ઢોમ છે.

પૂજા જોષી…

પૂજા જોશીએ આ શોમાં વર્ષા મહેશ્વરીનું પાત્ર ભજવ્યું હતું અને તેને દર્શકોએ ખૂબ પસંદ પણ કર્યું હતું. પૂજા જોશીએ પણ નાના પડદાની બહાર મનીષ અરોરા સાથે લગ્ન કર્યા હતા. મનીષ અરોરા એક બિઝનેસમેન છે. નાના પડદાથી દૂર પણ તેમનો કોઈ સંબંધ નથી. પૂજા જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ફેન્સ સાથે તેના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક ફોટાઓ પણ શેર કરતી રહે છે.

નિધિ ઉત્તમ…

નિધિ ઉત્તમે સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયતિકની બહેન નંદની સિંઘાનિયાનું પાત્ર ભજવ્યું હતું. તેમનો અભિનય એટલો જબરદસ્ત હતો કે, તેમણે પોતાના અભિનયના દમ પર લાખો લોકોના દિલો પર પોતાના અભિનયની છાપ છોડી દીધી. નિધિ ઉત્તમના પતિ મોહિત પાઠક વ્યવસાયે ગાયક છે અને આ પણ નાના પડદાની બહાર છે, તેમને નાના પડદા સાથે કોઈ લેવાદેવા નથી. નંદિનીના પાત્રમાં નિધિ ઉત્તમનો અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. નિધિ ઉત્તમને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, સિરિયલથી અલગ ઓળખ મળી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

એન્ટરટેઈન્મેન્ટ

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

Published

on

બૉલીવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફનું ફિલ્મ ‘ફોનભૂત’ જલ્દી જ રીલીઝ થવાનું છે. કેટરીના કૈફએ હમણાં જ લગ્ન પહહઈ પહેલું કરવા ચૌથનું વ્રત કર્યું હતું. આ વ્રત કર્યાના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેટરીના કૈફએ પતિ વિક્કી કૌશલની લાંબી ઉમર માટે વ્રત કર્યું હતું. આ સાથે તેણે તૈયાર થઈને ચંદ્રની પૂજા પણ કરી હતી.

કેટરીનાનું આ પહેલું કરવા ચૌથ હોવાને લીધે વિક્કી કૌશલએ પણ આ દિવસને ખાસ બનાવ્યો હતો. આ દિવસે વિક્કી કૌશલએ કેટરીનાને એક સરપ્રાઈઝ આપી હતી. આ સરપ્રાઈઝથી કેટરીના ખૂબ ખુશ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો કેટરીના કૈફએ જાતે કરી હતી.

એક મીડિયા હાઉસને આપેલ ઇંટરવ્યૂમાં કેટરીના કૈફએ કહ્યું હતું કે વિક્કી કૌશલએ કેટરીના કૈફના પહેલા કરવા ચૌથને ખૂબ ખાસ બનાવ્યો હતો. વાત એમ હતી કે આ દિવસે અભિનેતા વિક્કી કૌશલે પણ કેટરીના કૈફ માટે વ્રત કર્યું હતું. અભિનેત્રીએ આ વિષે વાત કરતા કહ્યું હતું કે, ‘મને આશા નહોતી કે વિક્કી આવું કરશે. પણ તેમણે જાતે જ આ નિર્ણય કર્યો એ ખૂબ ગમ્યું મને. વિક્કીના મમ્મી પપ્પાએ પણ કરવા ચૌથ સેલિબ્રેટ કરી લાગતું હતું કે આ તેમનું પણ પહેલું કરવા ચૌથ છે.’

પહેલું કરવા ચૌથ વ્રતને લદિહે કેટરીના કૈફએ બધી વિધિ ખૂબ સારી રીતે નિભાવી હતી, પણ ચંદ્રની રાહ જોતાં જોતાં તે ખૂબ ભૂખી થઈ ગઈ હતી. આ વાત પણ તેણે જણાવી હતી. કેટરીના કૈફએ કહ્યું હતું કે ‘મુંબઈમાં ચંદ્ર 9:01એ આવી જાય છે પણ એ દિવસે 9:30 સુધી ચંદ્ર દેખાયો હતો નહીં ને મને ખૂબ ભૂખ લાગી હતી.’ જો કે જ્યારે અભિનેત્રી કેટરીનાને ખબર પડે છે કે વિક્કી કૌશલએ પણ તેની મેટ વ્રત કર્યું છે ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને તેને ખૂબ સારું લાગ્યું હતું.

વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં 9 તારીખે થયા હતા. તેમના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. તેમના લગ્નમાં પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. કેટરીના અને વિક્કીના લગ્નને લઈને તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત હતા.

Continue Reading

એન્ટરટેઈન્મેન્ટ

ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.

Published

on

મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.

જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.

ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’

Continue Reading

એન્ટરટેઈન્મેન્ટ

બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.

Published

on

તહેવાર કોઈપણ હોય સામાન્ય વ્યક્તિની સાથે હવે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ તહેવારો ખૂબ ધામ ધૂમથી ઊજવતાં હોય છે. દિવાળી હોય કે ગણપતિ, ઈદ હોય કે પછી હોળી. અમુક કલાકાર એવા છે જેવો દરેક તહેવારને ખૂબ ઉત્સાહ સાથે ઊજવતાં હોય છે. ગઇકાલે પૂરી થયેલ કરવા ચોથ એ બૉલીવુડની પત્નીઓએ બહુ સારી રીતે ઉજવી હતી.

આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવી રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ હતી જેમણે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવ્યો તો ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમણે વ્રત નહોતું રાખ્યું પણ સેલિબ્રેટ જરૂર કર્યું છે. ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ વર્ષે પહેલીવાર આ વ્રત કર્યું છે તેમાં કેટરીના કૈફ, મૌની રૉય, આલિયા ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

કેટરીના કૈફએ આ દિવસે ખાસ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. રેડ સાડી સાથે તેણે ફ્લોરલ બ્લાઉઝ મેચ કર્યું હતું. આ સાથે તેણે લગ્નમાં જે મંગલસૂત્ર પહેરેલું એ પણ પહેર્યું હતું અને લાલ બંગડી, મહેંદી અને પાથીમાં સિંદુર પહેરેલી તે ખૂબ સુંદર દેખાઈ રહી હટી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. તો વિકીએ પણ તે ફોટો પોતાની ઇન્સટા સ્ટોરીમાં શેર કર્યા હતા. કેટરીના અને વિક્કી ખૂબ સુંદર લાગી રહ્યા છે.

આ સિવાય બૉલીવુડની બ્યુટીઝ માટે અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, નીલમ અનિલ કપૂરની પત્ની સુનિતા બધા સાથે મળ્યા હતા આ સાથે બૉલીવુડના વરુણ ધવન અને તેમની પત્ની નતાશા પણ ત્યાં આવ્યા હતા. શિલ્પાએ એક સુંદર વિડીયો પણ આ પૂજાનો શેર કર્યો હતો જેમાં બધી મહિલાઓ ગીત સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.

શિલ્પાએ બીજો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પતિ રાજ કુંદ્રા સાથે પૂજા કરી રહી છે. આ ફોટો અનિલ કપૂરએ પડ્યો હતો એવો ખુલાસો શિલ્પાએ તેની પોસ્ટના કેપ્શનમાં કર્યો હતો.

લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાનું પહેલું કરવા ચૌથ સેલિબ્રેટ કરી રહી છે, જો કે આલિયાએ આ વર્ષે વ્રત કર્યું છે કે નહીં એ વાતની કોઈ માહિતી મળી નથી. તે પ્રેગ્નેન્ટ છે અને હવે જલ્દી જ આલિયા અને રણબીરના જીવનમાં તેમના પહેલા બાળકનું આગમન થવાનું છે. આ દિવસે આલિયાએ એક પોસ્ટ શેર કરીને બધાને શુભેચ્છાઓ આપી છે તો સામે નીતુ કપૂરએ પણ વહુ આલિયાને અને દીકરી રિધ્ધિમાને કરવા ચૌથની શુભેચ્છાઓ આપી છે.

ઇંડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર ધનશ્રી વર્માએ કરવા ચૌથનું આ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. યુઝવેન્દ્ર એ ટીમ ઈન્ડિયા સાથે બહાર છે ત્યારે આ કપલએ વિડીયો કોલ પર આ દિવસ ઉજવ્યો હતો. તેનો વિડીયો પણ આ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

મૌની રૉયએ કરવા ચૌથ નિમિત્તે સૌથી પહેલા મહેંદીના ફોટો શેર કર્યા હતા અને આ પછી તેણે આ દિવસની ખાસ ઉજવણી કરવાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે મૌનીએ મહેંદીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘પહેલું હમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચૌથ બ્યુટીઝ’

તમને આ બધા ફોટોમાંથી કોનો ફોટો વધારે પસંદ આવ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો અમારી પ્રોફાઇલ.

Continue Reading
Advertisement
Advertisement

Trending