Connect with us

ગેજેટ

તમારું iCloud Drive સ્ટોરેજ ફુલ થઈ ગયું છે? તો સ્ટોરેજ માટે આ વિકલ્પોનો કરો ઉપયોગ

Published

on

Your iCloud Drive storage is full? So use these options for storage

જો તમે એપલ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે કદાચ iCloudથી પરિચિત છો, તે એપલની વર્તમાન ક્લાઉડ સ્ટોરેજ સેવા છે જે iOS અને Mac યુઝર્સને ડેટા સ્ટોરેજ પૂરું પાડે છે. એપલ તમામ યુઝર્સને 5GB iCloud સ્ટોરેજ મફત આપે છે પછી વધુ સ્ટોરેજ સ્પેસ તથા વધારાના ફીચર્સને અનલોક કરવા માટે યુઝરે પેમેન્ટ કરવું પડે છે. હવે 5GB સુધી તો કોઈ સમસ્યા થતી નથી પણ જ્યારે 5GBની સ્ટોરેજ લિમિટ પૂરી થઈ જાય ત્યારે સમસ્યા ઉભી થાય છે. વધુ સ્ટોરેજ સ્પેસ માટે તમારે પૈસા ચૂકવવા પડે છે. જો તમારું iCloud Drive સ્ટોરેજ ફુલ થઈ ગયું છે અને તમે વધુ સ્ટોરેજ માટે પૈસા ચૂકવવા ના માગતા હોવ તો સ્ટોરેજ માટે આ અલ્ટરનેટિવ વિકલ્પોનો યુઝ કરી શકો.

Your iCloud Drive storage is full? So use these options for storage

ડ્રોપબોક્સ એક ટોપ-રેટેડ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે, જે તેના યુઝર્સને મફત સ્ટોરેજ સ્પેસ આપે છે. ડ્રોપબોક્સ વિન્ડોઝ, મેક OS, લિનક્સ, iOS, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ફોન સહિત લગભગ તમામ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે. અહી તમને 2 GB જેટલી ફ્રી સ્ટોરેજ સ્પેસ મળે છે, જેનો તમે તમારાં ફોટોઝ, વીડિયોઝ સ્ટોર કરવા માટે કરી શકો છો. એટલું જ નહીં ડ્રોપબોક્સનો ફ્રી પ્લાન તમને ત્રણ ડિવાઇસ સુધી કનેક્ટ કરવાની સુવિધા પણ આપે છે.

Your iCloud Drive storage is full? So use these options for storage

ગૂગલ ડ્રાઇવ એ વેબ પર ઉપલબ્ધ સૌથી લોકપ્રિય ક્લાઉડ સ્ટોરેજ સેવા છે. તે તમને iCloud અથવા અન્ય ક્લાઉડ સ્ટોરેજ સેવાઓ કરતાં વધુ સ્ટોરેજ સ્પેસ આપે છે. ગૂગલ ડ્રાઇવમાં તમને 15GB ફ્રી સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે, જેનો ઉપયોગ તમે ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને દરેક ટાઇપની ફાઇલને સ્ટોર કરવા માટે કરી શકો છો, જેના વિશે તમે વિચારી શકો છો.

Your iCloud Drive storage is full? So use these options for storage

આ ક્લાઉડ ડ્રાઇવ ગૂગલ ડ્રાઇવ જેટલું લોકપ્રિય નથી, પરંતુ તે ફ્રી ક્લાઉડ સ્ટોરેજ ઓફર કરે છે. વનડ્રાઇવ એક્સેસ કરવા માટે તમારે માઇક્રોસોફ્ટ એકાઉન્ટની જરૂર પડે છે. અહી તમને ફ્રી 5GB સ્ટોરેજ સ્પેસ મળે છે. માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ સાથે તમને ફાઇલ શેરિંગ અને ડોક્યુમેન્ટ સ્કેનિંગ સુવિધાઓ પણ મળે છે.

Your iCloud Drive storage is full? So use these options for storage

એમેઝોન ડ્રાઇવ જે અગાઉ એમેઝોન ક્લાઉડ ડ્રાઇવ તરીકે ઓળખાતી હતી. તેને તમે iCloud Driveના અલ્ટરનેટિવ વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. ક્લાઉડ સ્ટોરેજ સેવા iCloud ડ્રાઇવ અથવા ગૂગલ ડ્રાઇવ જેટલી લોકપ્રિય નથી, પરંતુ તે ફ્રિ સ્ટોરેજ સેવા પૂરી પાડે છે. તે તમને 5GB ફ્રી સ્ટોરેજ આપે છે, જેમાં તમે ફોટા, વીડિયો અને ફાઇલો સ્ટોર કરી શકો છો.

Your iCloud Drive storage is full? So use these options for storage

બોક્સ એ સૌથી જૂના ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ્સમાંનું એક છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ સેવા લગભગ 15 વર્ષથી વધુ સમયથી છે અને ઘણી ઉપયોગી સુવિધાઓ અને મફત ક્લાઉડ સ્ટોરેજ આપે છે. દરેક એકાઉન્ટની સાથે બોક્સ તમને 10GB ફ્રી સ્ટોરેજ આપે છે, જે તેના સ્પર્ધકોની ઓફર કરતાં વધારે છે. જ્યારે તમે તમારા આઇફોન બેકઅપ અથવા અન્ય ફાઇલને સ્ટોર કરવા માટે 10GB ફ્રી સ્ટોરેજનો ઉપયોગ કરી શકો છો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગેજેટ

વિડ્યો એડિટિંગ માટે બેસ્ટ છે આ લેપટોપ! હેંગ થયા વગર આપશે ગજબ પર્ફોર્મન્સ

Published

on

this-laptop-is-the-best-for-video-editing-will-give-great-performance-without-hanging

હાલ ટેક્નોલોજી અને યૂ-ટ્યૂબના સમયમાં વીડિયો એટિડિંગ એક કરિયર માટે બેસ્ટ ઓપ્શન છે. સ્ટાર્ટઅપથી લઈને મીડિયા કંપનીઓ સુધી વીડિયો એડિટર્સની ડિમાન્ડ છે. ત્યારે જો તમે પણ વીડિયો એડિટિંગમાં કરિયર બનાવવા ઈચ્છો છો તો તમારે પહેલાં તે શીખવા માટે સારા ગેઝેટ્સની જરૂર પડશે. સૌથી પહેલાં તમારે એક લેપટોપની જરૂર પડશે. જેમાં તમે સરળતાથી વીડિયો એડિટિંગના તમામ સોફ્ટવેર ચલાવી શકો. વીડિયો એડિટિંગ માટે ઈફેક્ટ્સ અને વીડિયો ટ્રમિંગ કરવું તે ટાસ્ક બરાબર છે. એટલા માટે તમારા લેપટોપમાં પરફેક્ટ ફીચર્સ હોવા ખુબ જ જરૂરી છે. વીડિયો એડિટિંગ માટે સારા લેપટોપમાં પાવરફૂલ પ્રોસેસર, હાઈ રેઝ્યોલેશન સ્ક્રિન્સ પણ હોવી ખુબ જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, બજારમાં ઉપલબ્ધ લેપટોપમાંથી કયા લેપટોપ એડિટિંગ માટે બેસ્ટ છે.

this-laptop-is-the-best-for-video-editing-will-give-great-performance-without-hanging

Razer Blade 15:
આ એક ટચસ્ક્રિન લેપટોપ છે. તેમાં 3 USB-એ પોર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય તેમાં Nvidia GeForce ગ્રાફિક્સ કાર્ડ જેવા ફીચર્સ છે. લુકમાં તે પણ એકદમ શાનદાર છે. આ લેપટોપ 1 TB અને 512GB SSD સ્ટોરેજ સાથે મળે છે. આ લેપટોપ 4K રેઝ્યોલુશનમાં આવે છે અને તેની OLED ડિસ્પ્લે છે. તે વજનમાં હળવું અને મેટ મેટલ ડિઝાઈન સાથે આવે છે.

this-laptop-is-the-best-for-video-editing-will-give-great-performance-without-hanging

એપ્પલ મૈકબુક પ્રો 2021:
એડિટિંગ માટે સારા લેપટોપના લિસ્ટમાં આ લેપટોપ શામેલ છે. સ્લીક ડિઝાઈનની સાથે સાથે પરફોર્મન્સ પણ શાનદાર છે. આ લેપટોપની બેટરી લાઈફ પણ સારી છે. વિઝ્યુઅલ એક્સપીરિંએન્સની વાત કરીએ તો તે એક મીની LED સ્ક્રીન લેસ છે જે ખુબ જ શાનદાર દેખાઈ છે. તેમાં મેજિક કી-બોર્ડ અને ટચ ID આવે છે. આ લેપટોપની રેમ 32 જીબી અને એસએસડી સ્ટોરેજ 1TBનું છે.

this-laptop-is-the-best-for-video-editing-will-give-great-performance-without-hanging

માઈક્રોસોફ્ટ સર્ફેસ બુક 3:
આ વીડિયો એડિટિંગ માટે સારા વર્સેટાઈલ લેપટોપમાંથી એક છે. આ પરફોર્મન્સમાં ખુબ જ શાનદાર છે. તમે આમાં કોઈ પણ 4K વીડિયો પ્રોજેક્ટ કરી શકો છો. આની બેટરી લાઈફ પણ સારી છે. ગ્રાફિક પરફોર્મન્સ મામલે સારું છે. તેમાં ડુઅલ કોર I7-4650U પ્રોસેસર અને 8GB રૈમ આપવામાં આવી છે.

this-laptop-is-the-best-for-video-editing-will-give-great-performance-without-hanging

HP suectre x360 14:
આ HPના બેસ્ટ લેપટોપમાંથી એક છે. આ એક 2 ઈંચનું કન્વર્ટેબલ છે. તેનું પ્રોસેસર 2.8 GHz સ્પીડ સાથે આવે છે વીડિયો એડિટિંગ માટે આ પાવરફૂલ લેપટોપ છે. ક્રિએટિવ પ્રોફેશનલ્સ માટે ખુબ જ શાનદાર છે. આ લેપટોપ MPP2.0 રિચાર્જેબલ ટિલ્ટ પેનની સાથે આવે છે. તેમાં કંપનીએ 4 સેલ લિથિયમ બેટરી સાથે રજૂ કર્યું છે. જે સારું બેકઅપ આપે છે. અને આ 16 જીબી મેમરી સાથે છે.

Continue Reading

ગેજેટ

તમારા એન્ડ્રોઇડ ફોનને આ રીતે કરો રીસેટ! એકદમ નવો બની જશે ફોન

Published

on

Here's how to reset your Android phone! The phone will be brand new

મોબાઈલ જૂનો થવા પર હેન્ગ થવાની સમસ્યા સામાન્ય છે. જેમ-જેમ ફોનમાં ડેટા ફૂલ થઈ જાય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે આપણે ફાલતૂ ડેટા ડીલિટ કરવા લાગીએ છીએ, પરંતુ વધારે ફરક નથી પડતો. આ સિવાય ફોનનો પૂરો ડેટા હટાવવા માટે, આપણે ફોનની ફેક્ટરી સેટિન્ગને રીસેટ કરી શકીએ છીએ. ફેક્ટરી રીસેટને ‘ફોર્મેટિંગ’ અથવા ‘હાર્ડ રિસેટ’ પણ કહેવામાં આવે છે. ધ્યાન આપવાવાળી વાત એ છે કે, ફેક્ટરી રીસેટથી તમારો સ્માર્ટફોન તમામ પર્સનલ ડિટેલ જેવીકે- ફોટો, વીડિયો, ફાઈલ, Contact અને Cacheને ખતમ કરી દે છે.

Here's how to reset your Android phone! The phone will be brand new

સ્ટેપ 1- ફોનને રીસેટ કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલની ‘સેટિંગ્સ’ પર જાઓ.
સ્ટેપ 2- સેટિંગ્સમાં ગયા પછી, નીચે સ્ક્રોલ કરવાથી તમને ‘બેકઅપ એન્ડ રીસેટ’નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3-Backup And Reset પર ક્લિક કર્યા પછી, તમે સૌથી નીચે ‘Factory Data Reset’નો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 4- હવે સૌથી નીચે ‘રીસેટ ડિવાઇસ’ના વિકલ્પ પર ક્લિક કરો, પછી તમારો ફોન થોડીવારમાં રીસેટ થઈ જશે.

Here's how to reset your Android phone! The phone will be brand new

સેમસંગના ફોન રીસેટ કરવાની અલગ છે રીત

સ્ટેપ 1- સેમસંગ ફોનના સેટિંગમાં જાઓ અને Accounts and Backup પર ટેપ કરો.
સ્ટેપ 2- આ પછી Manage Accounts પર ક્લિક કરો.
સ્ટેપ 3- અહીં સેમસંગ એકાઉન્ટ શોધો અને Entry પર ક્લિક કરો અને Remove Account પર ક્લિક કરો.
પગલું 4-મુખ્ય સેટિંગ્સ મેનૂ પર જાઓ.
સ્ટેપ 5-આ પછી General Management પર ક્લિક કરો.
સ્ટેપ 6- હવે નીચે સ્ક્રોલ કરો અને નીચે Reset વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 7- હવે factory data reset પર ક્લિક કરો.
સ્ટેપ 8- હવે ફોનને અનલોક કરવા માટે પાસવર્ડ એન્ટર કરવા માટે એક વિકલ્પ આવશે, તેને એન્ટર કરો.
સ્ટેપ 9- આ પછી Delete All પર ક્લિક કરો.

તમારા ઉપકરણને ફેક્ટરી રીસેટ કરતા પહેલા, ફોટા, સંપર્કો, ટેક્સ્ટ સંદેશાઓ જેવા તમામ મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લો, કારણ કે તે સંપૂર્ણપણે ડિલીટ થઈ જશે.

Continue Reading

ગેજેટ

શું તમાર ફોનને રાખવો છે હેકિંગથી સુરક્ષિત? તો આ રહી તેની ટિપ્સ

Published

on

Do you want to keep your phone safe from hacking? So here are his tips

આજના સમયમાં બધી જ મહત્વપુર્ણ માહિતી ફોન, લેપટોપ અને કોમ્પ્યુટરમાં હોય છે. પરંતુ જરા સરખી પણ ભુલ રહી જાય તો, ઓનલાઇન ડેટાથી તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં સાયબર એક્સપર્ટ અભિષેક ધાભાઈ જણાવે છે કે, ડેટાને સુરક્ષિત કરવા માટે શું પગલાં લઈ શકાય.

Do you want to keep your phone safe from hacking? So here are his tips

મોબાઇલ ડિવાઇસમાં ડેટા સુરક્ષા માટે તમારો 15 અંકનો IMEI નંબર દાખલ કરો. મોબાઈલ ફોનની ચોરી/ગુમ થવાના કિસ્સામાં આ નંબર પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કામમાં આવશે. ઑટોમૅટિક રીતે લૉક કરવા માટે ઑટોલૉકનો ઉપયોગ કરો અથવા તમે પાસકોડ/સિક્યોરિટી પેટર્નનો ઉપયોગ કરીને કીપેડને લૉક રાખી શકો છો. તો સિમ કાર્ડને લોક કરવા માટે પણ પિનનો ઉપયોગ કરો, જેથી ફોન ચોરી થાય ત્યારે સિમનો દુરપયોગ ન થાય. મેમરી કાર્ડને પણ સેફ રાખવા માટે પાસવર્ડનો ઉપયોગ કરો. કયારે પણ મોબાઇલનો ઉપયોગ ન હોય ત્યારે ફોનને લોક રાખો અને નેટ પણ બંધ રાખો. ડેટાનો બેકઅપ અચુક રાખો.

Do you want to keep your phone safe from hacking? So here are his tips

આપણે બધી જ વેબસાઇટની કુકીને એેકસેપ્ટ કરવી જોઇએ નહી. કુકીઝની મદદથી તમારી બધી જ જાણકારી તે વેબસાઇટ પાસે પહોંચી જાય છે. સમય જતા તે લોકો આ જાણકારીનો દુરપયોગ પણ કરી શકે છે. આ પ્રકારની છેંતરપિંડીથી બચવા માટે તમારી જાણીતી વેબસાઇટની કુકીઝને એેકસેપ્ટ કરવી જોઇએ. શક્ય હોય ત્યાં સુધી કુકીઝને એેકસેપ્ટ ન કરવી જ બરાબર છે.

Do you want to keep your phone safe from hacking? So here are his tips

સ્પામ કોલ્સ અને મેસેજને બ્લોક કરવાની બે રીત છે. સૌથી પહેલા મેસેજિંગ એપ પર જાઓ અને start ટાઈપ કરો અને તેને 1909 પર મોકલો. બીજી રીત તમારા ફોન પરથી 1909 પર કૉલ કરવાનો છે. ફોન પરની સૂચનાઓને અનુસરીને ડુ નોટ ડિસ્ટર્બ (DND) સેવાને એક્ટિવ કરો. આ બંને પદ્ધતિઓથી તમારા ફોન પર આવનારા કૉલ્સ અને સંદેશાઓ ખૂબ જ ઓછા થઈ જશે. Truecaller અથવા કૉલ બ્લૉકર જેવી કેટલીક એપ્સની મદદથી તમે સ્પામ શોધી શકો છો.

Do you want to keep your phone safe from hacking? So here are his tips

ઘણી એપ અમારા ફોટા, મેસેજની એક્સેસ માંગે છે, જો આપવામાં ન આવે તો અમને એપની સંપૂર્ણ એક્સેસ મળતી નથી, ફરિયાદ ક્યાં કરવી? મંજૂર કરવાનો નિર્ણય તમારો છે. તમે જેટલી વધુ ઍક્સેસ આપશો, તેટલો લાંબો સમય તમારો ડેટા અકબંધ રહેશે. તેના વિશે ફરિયાદ કરવાનો કોઈ રસ્તો નથી.

Continue Reading
Advertisement
Advertisement

Trending