Connect with us

જાણવા જેવું

ફેસબુકએ રિલાયન્સ જીઓમાં 9.9 ટકા હિસ્સેદારી ખરીદી,જાણો આ ભાગીદારીથી રિલાયન્સ અને ફેસબુકને શુ થશે ફાયદો.

Published

on

દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને દેશ અને દુનિયાનું અર્થતંત્ર ખતરામાં છે,ત્યારે ફેશબુક મુકેશ અંબાણીની જિયોમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ પછી જિયોમાં ફેસબુકનો હિસ્સો 9.99% થઈ જશે. ભારતીય ટેક્નોલોજી સેક્ટરમાં આ સૌથી મોટું વિદેશી રોકાણ છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ પછી જિયોનું વેલ્યુએશન 4.62 લાખ કરોડ થઈ જશે. આ મૂલ્યાંકન ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત 70 માનીને કરવામાં આવ્યું છે. નિયામકની મંજૂરી મળ્યા પછી ફેસબુક, જિયોમાં સૌથી મોટી માઈનોરિટી શેરહોલ્ડર બની જશે.

માર્ક ઝકરબર્ગે ડિજિટલ મીડિયામાં પોતાની કંપનીના વિસ્તાર માટે આ પગલું ઉઠાવ્યું છે. ફેશબુક તરફથી તેની જાહેરાત કરવામાં આવી હતી. ફેસબુક સાથેની પાર્ટનરશીપ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, લાંબા ગાળાના પાર્ટનર બનતાં હું ફેસબુકનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ ડિલથી ભારતને દુનિયાની ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર થવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે, JioMart અને Whatsapp મળીને 3 કરોડ કરિયાણાના દુકાનદારોને વધુ સમર્થ બનાવશે.વીડિયોના માધ્યમથી નિવેદન આપતાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, હું આશા રાખું છું કે આપ સૌ સુરક્ષિત હશો. હું તમારી સાથે એક ઉત્સાહપ્રેરક સમાચાર આપને શૅર કરી રહ્યો છું. આપણો રિલાયન્સ અને જીઓનો પરિવાર ફેશબુકનું ઉમળકાભેર સ્વાગત કરી રહ્યો છે જેઓ આપણા લાંબા ગાળાના પાર્ટનર તરીકે ઉભર્યા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને જણાવ્યું કે, Jio અને Facebook મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે લક્ષ્ય પૂરા કરવાના પ્રયાસ કરશે.

ભારતમાં અંદાજે 100 કરોડ મોબાઈલ યુઝર્સ છે. ફેસબુક માટે પણ ભારત સૌથી મોટું વેપાર કેન્દ્ર છે. ફેસબુકની સબસિડીયર વોટ્સએપના પણ ભારતમાં 40 કરોડ યુઝર્સ છે. રિલાયન્સ જિયોના દેશમાં 38.8 કરોડ યુઝર્સ છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલાયન્સે તેમની દરેક ડિજીટલ ઈનીશિએટિવ અને એપ્સને સિંગલ એન્ટિટિ અંતર્ગત લાવવા માટે નવી સબસિડીયર બનાવવાની જાહેરાત કરી હતી. આ નવી કંપનીમાં રિલાયન્સે 1.08 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જિયો એપ્સ જેવી કે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ વગેરેને આ નવી કંપની અંતર્ગત લાવવામાં આવ્યા છે. તે ઉપરાંત સંભવિત રોકાણકારો માટે સ્ટ્રક્ચર પણ સિમ્પલ બનાવાવમાં આવ્યું છે. 18 માર્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ જિયોનું અમુક દેવુ તેમના માથે લઈ લીધુ છે. જોકે નુકસાનની આ રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

ગ્રાહકોની દ્રષ્ટીએ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. ટ્રાઈના નવા આંકડા પ્રમાણે ડિસેમ્બર 2019 સુધી રિલાયન્સ જિયો પાસે 37 કરોડ ગ્રાહક હતા. જ્યારે 33.2 કરોડ ગ્રાહકો સાથે ડિસેમ્બર મહિનામાં વોડાફોન- આઈડિયા બીજા નંબરની ટેલિકોમ કંપની હતી. ડિસેમ્બર 2019માં 32.72 કરોડ ગ્રાહકો સાથે ભારતી એરટેલ ત્રીજા નંબરની સૌથી મોટી કંપની હતી. ટ્રાઈના નિયમ પ્રમાણે આ મહિનામાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ પાસે 11.8 કરોડ અને એમટીએનએલ પાસે 33.76 લાખ ગ્રાહકો હતા.

સોશિયલ મીડિયા કંપની ફેસબુકે ભારતમાં 2020 સુધી 34 કરોડ માસિક એક્ટિવ યુઝર્સ બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. સ્ટેટિસ્ટા ડોટ કોમ પ્રમાણે 2018માં ફેસબુક પાસે 28 કરોડથી વધારે માસિક એક્ટિવ યુઝર્સ હતા. ફેસબુકનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં છે અને તે ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, વોચ, પોર્ટલ, ઓક્યૂલસ, કેલીબરા જેવા પ્લેટફર્મનું પણ સંચાલન કરે છે. 2019માં ફેબસુકની કુલ મિલકત 70.697 બિલિયન ડોલર હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ સરકારે લીધો નિર્ણય

Published

on

કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 સામેની લડાઇમાં રેમડેસિવીરને ખાસ કરીને તે વયસ્ક દર્દીઓ માટે મહત્વપૂર્ણ એન્ટી વાયરલ દવા માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જટિલતાઓનો સામનો કરી રહ્યા છે. ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યાં સુધી દેશમાં કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો ના થાય ત્યાં સુધી રેમડેસિવીર ઇન્જેક્શન અને રેમડેસિવીર એક્વિટ ફાર્માસ્યૂટિકલ ઇંગ્રેડિએંટ્સના (API) નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

સરકારે કહ્યું કે આવનાર સમયમાં રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ વધવાની પૂરી સંભાવના છે અને આ માટે ફાર્માસ્યૂટિકલ ડિપાર્ટમેન્ટ રેમડેસિવીરનું ઉત્પાદન વધારવા માટે ઘરેલું નિર્માતા કંપનીઓની સાથે સંપર્કમાં છીએ.

મહત્વનું છે કે, કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઈન્જેક્શની ખૂબ જ માંગ છે. ગુજરાતના વિવિધ મહાનગરોમાં આ ઈન્જેક્શન લેવા માટે કોરોના પીડિત દર્દીઓના સગા સંબંધીઓ લાઈનો લગાવી રહ્યા છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

સ્પુતનિક Vને લઈ મહત્વના સમાચાર, વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

Published

on

રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિક V ને એક્સપર્ટ કમિટીએ ઇમરજન્સીમાં ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આ સાથે કોરોના સાથે નિપટવા માટે ભારતને ત્રીજી વેક્સીન મળી ગઈ છે. મળતી માહિતી મુજબ, દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ પહેલા જ થઇ રહ્યો છે.

હવે સ્પુતનિક V ને મંજૂરી મળ્યા પછી આ મહામારીથી નિપટવા માટે ડોક્ટરો પાસે વધુ એક હથિયાર આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા રશિયાએ જ કોરોના વેક્સીન સ્પુતનિક V બનાવવાનો દાવો કર્યો હતો.

આ પહેલા એક રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે ભારતમાં ઓક્ટોબર સુધી પાંચ વેક્સીનને મંજૂરી મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે આ વેક્સીન ડૉ રેડ્ડીઝના સહયોગથી તૈયાર થઇ રહેલી સ્પુતનિક V, બાયોલોજિકલ ઇ ના સહયોગથી બની રહેલી જોનસન એન્ડ જોનસનની વેક્સીન, સીરમ ઇન્ડિયાના સહયોગથી તૈયાર કરવામાં આવી રહેલી નોવાવેક્સ વેક્સીન, ઝાયડસ કેડિલા વેક્સીન અને ભારત બાયોટેકની ઇંટ્રાનસલ વેક્સીન છે.

આવામાં સ્પુતનિક V ને મંજૂરી મળ્યા પછી ભારતના ટિકાકરણ અભિયાન ઝડપથી આગળ વધી શકશે.

Continue Reading

ગુજરાત

AIIMS ડાયરેક્ટરે આપી કોરોનાને લઈ ચેતવણી

Published

on

દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક ધારણ કરી રહી છે. દેશમાં કોરોના સંક્રમણની ઝડપથી વધતી સંખ્યા પર દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના મહામારી ફેલાવનાર સાર્સકોવ-2નો નવો સ્ટ્રેન સંક્રમણ ફેલાવવાની ગતિ પ્રમાણે જૂના કે મૂળ સ્ટ્રેનથી ખુબ વધુ ખતરનાક છે.

એઈમ્સ ડાયરેક્ટરે ચેતવ્યા કે જો સ્થિતિમાં ફેરફાર ન થયો તો વધતા ઇન્ફેક્શન રેટને કારણે આપણી હેલ્થ સિસ્ટમે તેની કિંમત ચુકવવી પડશે. ગુલેરિયાએ પ્રશાસન અને એજન્સીઓને જમીની સ્તર પર કોવિડ દિશાનિર્દેશોનું પાલન કરાવવાને લઈને આકરા પગલા ભરવા માટે ખાસ આગ્રહ કર્યો છે.

તેમણે જણાવ્યું કે, કોરોના ઝડપથી ફેલાવા પાછળ સૌથી મોટુ કારણ માસ્ક ન પહેરવું, બે ગજની દૂરીનું પાલન ન થવું, સમય સમય પર હાથ ન ધોવા જેવી બેદરકારી છે. હવે લોકો ચિંતા મુક્ત થઈ ગયા છે. તે સંક્રમણથી બચવાને લઈને વધુ સતર્ક નથી. તે કારણે દરરોજ એટલા કેસ થઈ ગયા કે હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. આ ઉપરાંત તેમણે રસીકરણના માધ્યમથી કોવિડ પર નિયંત્રણ મેળવી શકાશે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Continue Reading


Advertisement

Trending

Copyright © 2018 - 2021 Gujju Media.