રોકાણકારોની લોટરી લાગી! માત્ર 1 વર્ષમાં ₹1 લાખના કર્યા ₹2.27 લાખ, આ રિયલ એસ્ટેટ સ્ટોકે મચાવી ધૂમ
વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા વચ્ચે ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવનો દોર ચાલુ છે. આમ છતાં, કેટલાક સ્ટોક્સે રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. આવો જ એક સ્મોલકેપ સ્ટોક છે AGI Infra Limited, જેણે છેલ્લા એક વર્ષમાં આશરે 127% નું મલ્ટિબેગર રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
કંપની શું કરે છે?
AGI Infra Limited રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપની છે. પંજાબ અને ખાસ કરીને લુધિયાણામાં તેની મજબૂત પકડ છે. કંપની મુખ્યત્વે પ્રીમિયમ હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર ફોકસ કરે છે.
વર્ષમાં પૈસા ડબલથી પણ વધુ
15 એપ્રિલ 2025 ના રોજ AGI ઇન્ફ્રાના શેરની કિંમત ₹157.89 હતી, જે અત્યારે વધીને ₹359.55 પર પહોંચી ગઈ છે. જો કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તેની કિંમત ₹2.27 લાખ હોત. એટલે કે રોકાણકારોના પૈસા બે ગણાથી પણ વધી ગયા છે. માત્ર છેલ્લા એક અઠવાડિયામાં જ આ શેરમાં 15 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
આવક ઘટી, પણ નફો વધ્યો
ડિસેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળાના આંકડા જોઈએ તો:
- રેવન્યુ: ₹91.41 કરોડથી ઘટીને ₹87.50 કરોડ થઈ (4.28% નો ઘટાડો).
- EBITDA: ₹31.21 કરોડથી વધીને ₹39.88 કરોડ થયો (27.78% નો વધારો).
- નફો (PAT): ₹26.11 કરોડ નોંધાયો, જેમાં 36.95% નો ઉછાળો આવ્યો છે.
કંપનીના માર્જિનમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે કંપનીએ ખર્ચ ઘટાડીને નફો વધાર્યો છે.
નવો પ્રોજેક્ટ બન્યો ‘ગેમચેન્જર’
કંપનીને GMADA તરફથી મોટો પ્રોજેક્ટ મળ્યો છે. ન્યૂ ચંદીગઢમાં સ્થિત આ પ્રોજેક્ટનું નામ ‘Utopia’ છે. 10.26 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં કુલ 661 ફ્લેટ બનશે. ન્યૂ ચંદીગઢમાં કંપનીનો આ પહેલો મોટો પ્રોજેક્ટ છે, જે ભવિષ્યમાં ગ્રોથને ટેકો આપશે.
વિદેશી રોકાણકારો (FII) નો વધ્યો ભરોસો
વિદેશી રોકાણકારોએ પણ આ સ્ટોકમાં ભારે રસ દાખવ્યો છે. આંકડા મુજબ, FII નો હિસ્સો ડિસેમ્બર 2025 માં માત્ર 0.8% હતો, જે માર્ચ 2026 માં વધીને 4.8% થઈ ગયો છે. એટલે કે વિદેશી રોકાણમાં 6 ગણો વધારો થયો છે, જે કંપનીની વિશ્વસનીયતાનો મોટો સંકેત છે.

