મોટાભાગના લોકો iPhone અને Samsung ફોનનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ કયો ફોન વાપરે છે? થોડા વર્ષો પહેલા જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ફીચર ફોન સિવાય મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ઘણીવાર આપણને આશ્ચર્ય થાય છે કે સેલેબ્સ અને બિઝનેસ ટાયકૂન્સ કયા ફોનનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો iPhone અને Samsung ફોનનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ કયો ફોન વાપરે છે? તેણે થોડા વર્ષો પહેલા જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
પોતાની ફેવરિટ બ્રાન્ડ કહી
થોડા વર્ષો પહેલા માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે તેને એન્ડ્રોઇડ ઓએસ ખૂબ પસંદ છે. એ પણ કહ્યું કે તે લાંબા સમયથી સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે. વર્ષ 2020 માં, યુટ્યુબર માર્કસ બ્રાઉનલી ઉર્ફે MKBHD એ માર્ક ઝકરબર્ગ સાથે કૉલ પર વાત કરી.
તે દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કયો ફોન વાપરે છે, તો તેણે જવાબ આપ્યો, ‘તમે જાણો છો, હું થોડા વર્ષોથી સેમસંગ ફોનનો ઉપયોગ કરું છું અને હું તેનો મોટો પ્રશંસક છું. મને લાગે છે કે તેઓ મહાન ફોન બનાવે છે.
Instagram ચીફ એડમ મોસેરીએ તાજેતરમાં કહ્યું હતું કે ‘Android હવે iOS કરતાં વધુ સારું છે’. જો કે ઝકરબર્ગે એ નથી જણાવ્યું કે તે કયા મોડલનો ઉપયોગ કરે છે. પરંતુ તે કહે છે કે તેને એન્ડ્રોઇડ ખૂબ જ ગમે છે, કારણ કે મોટાભાગના લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, તે ઇચ્છે છે કે ફેસબુકની ટીમોને માત્ર આઇફોનને બદલે અલગ-અલગ એન્ડ્રોઇડ ફોનની ઍક્સેસ મળે.
પરંતુ પ્રશ્ન હજુ પણ રહે છે કે માર્ક કયો ફોન વાપરે છે? માર્ક હાલમાં જ ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં જોવા મળ્યો હતો. ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં દૂરથી તેનો ફોન દેખાતો હતો. તેના હાથમાં કાળા રંગનો ફોન હતો, જે Galaxy S21 અથવા 21 Plus જેવો દેખાતો હતો. પરંતુ તે Galaxy S22 અથવા S22 Plus પણ હોઈ શકે છે. કારણ કે બંનેની ડિઝાઈન સરખી છે.