વિજ્ઞાપન એટલે કે જાહેરાત કોઈપણ સેલિબ્રિટી માટે ખૂબ જ મહત્વનું પાસું હોય છે કારણ કે જ્યારે તે સેલિબ્રિટી ફેમસ થઈ જાય અથવા વધુ લોકપ્રિયતા મેળવે ત્યારે એ સેલિબ્રિટીને વધુ વિજ્ઞાપન મળતા હોય છે પરંતુ આજે અમે આપને એવા સેલિબ્રિટી વિશે જણાવશો કે જે પોતાના કરિયરની શરૂઆત પહેલા જ વિજ્ઞાપનોમાં કામ કરી ચૂક્યા છે
૧. કેટરીના કેફ

બોલિવૂડની સ્માર્ટ અને સુંદર એક્ટ્રેસ ની વાત કરવામાં આવે તો તેમાં કેટરિના કૈફનું નામ આવે છે. અને તેઓએ પોતાના ફિલ્મ ની શરૂઆત પહેલા ફેવિકોલ ના વિજ્ઞાપનમાં કામ કરી ચૂકેલ છે..
૨. દીપિકા પાદુકોણ

બોલિવૂડની મશહૂર અભિનેત્રી દીપિકા પાદુકોણ ઓમ શાંતિ ઓમ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત કર્યા પહેલા તેણે ક્લોઝ અપના વિજ્ઞાપનમાં કામ કર્યું હતું. આ સિવાય તે સાઉથ ની ફીમોમાં પણ જોવા મળી હતી.
૩. વરુણ ધવન

બોલિવૂડના મશહૂર ડાયરેક્ટર ડેવિડ ધવન ના પુત્ર એટલે કે વરુણ ધવન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા બોર્નવીટાની વિજ્ઞાપન માં કામ કરી ચૂકેલ છે. વરુણ ધવને ફિલ્મ student of the year થી બોલીવુડમાં પગ મુક્યો હતો.
૪. શાહિદ કપૂર

બોલિવૂડના ચોકલેટી બોય તરીકે જાણીતા શાહિદ કપૂરે બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરતા પહેલા તેઓ કોમ્પ્લેનના વિજ્ઞાપનમાં જોવા મળ્યા હતા. અને આ વિજ્ઞાપનમાં આયેશા ટાકિયા પણ જોવા મળી હતી.
૫. અનુષ્કા શર્મા

આજે અનુષ્કાએ બોલિવૂડની સૌથી સ્માર્ટ અને એટ્રેક્ટિવ અભિનેત્રી તરીકે નામના મેળવી છે. ત્યારે અનુષ્કાએ બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરતા પહેલા સાઉથની સ્કીન કેર પાવડરના વિજ્ઞાપનમાં જોવા મળી હતી. અનુષ્કાએ રબને બનાદી જોડી થી બોલીવુડમાં પગ મુક્યો હતો.


