દમદાર એક્ટિંગ સાથે બોલિવૂડના કલાકારો ઉડાવી શકે છે પ્લેન

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે, જ્યાં કેટલાય દિગ્ગજ કલાકારોએ પોતાના કરિયરની શરૂઆત કરી અને બોલિવૂડમાં પોતાની એક અલગ છાપ ઉભી કરી દીધી છે. ત્યારે અમે આજે આપને એવા કલાકારો વિશે જણાવશો કે જેઓ દમદાર એક્ટિંગ સાથે પ્લેન પણ ઉડાવી શકે છે.અને કેટલાક એક્ટરો પાસે પ્લેન ચલાવવા માટેનું લાયસન્સ પણ છે.

1. અમિતાભ બચ્ચન

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની એક્ટિંગ માટે તો જાણીતા છે. પરંતુ જણાવી દઈએ કે તેઓએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ નું સપનું હતું કે તે ભારતીય વાયુસેનામાં જોડાય। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ જ્યારે પ્લેનમાં હોય અને ઇમરજન્સી આવી પડે તો તેઓ પ્લેન ઉડાડી શકે છે. અને પ્લેન લેન્ડ કરતા પણ આવડે છે.

2. શાહિદ કપૂર.

બોલિવૂડના ચોકલેટી બોય તરીકે જાણીતા શાહિદ કપૂરે પોતાની ફિલ્મ મોસમ માં એક ફાઈટર પ્લેનના પાયલોટ તરીકે ભૂમિકા ભજવી હતી. ફિલ્મ દરમિયાન તેઓએ પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ પણ લીધી હતી. જણાવી દઈએ કે, શાહિદ કપૂર બોલીવુડમાં માત્ર એક એવા અભિનેતા છે જેમણે એફ -16 લડાકુ વિમાન ઉડાવ્યું છે.

3. વિવેક ઓબોરોય.

બોલીવુડના અભિનેતા વિવેક ઓબેરોયે પોતાની ફિલ્મ ક્રિશ 3માટે પ્લેન ઉડવવાની ટ્રેનિંગ લીધી હતી. તેમને સેન્સા ક્રાફટ પ્લેન ઉડાવ્યું હતું. આ ટ્રેનિંગમાં તેઓને એટલી મજા આવી કે તેઓએ પાયલોટ માટે ના લાયસન્સ માટે પણ પ્રયત્ન કર્યા હતા.

4. ગુલ પનાગ

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ ની વાત કરવામાં આવે તો તેમાં ગુલ પેનાગ નું નામ સામેલ થાય છે બોલિવૂડમાં પગ મૂક્યા બાદ તેઓએ પોતાનું સપનું પૂરું કરવા માટે પ્લેન ઉડાડવા માટેની ટ્રેનિંગ લીધી હતી અને હાલ તેઓ ની પાસે પ્રાઇવેટ પ્લેન ઉડાવવાનું પણ લાઇસન્સ છે.

5. આસીન

બોલિવૂડ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રી અસીને પણ પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ લીધી છે અને જ્યારે તે વેકેશન મનાવવા માટે ઇટલી જાય છે ત્યારે તે સી પ્લેન ઉડાવી મજા માણે છે.

6. સુશાંત રાજપૂત

ટીવી સિરિયલ અને બોલિવૂડના ફેમસ અભનેતા સુશાંત સિંહ રાજપૂત પણ પ્લેન ઉડાવતા જાણે છે અને તેઓએ આ અગાઉ પ્લેન ઉડાડવા માટે ટ્રેનિંગ પણ લીધી છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *